પાસવાનના નિધન બાદ તેમના મંત્રાલયનો કાર્યભાર પિયુષ ગોયલને સોંપવામાં આવ્યો
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલને consumer affairs food and public distribution નો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવને શુક્રવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ મંત્રીપદ ખાલી થતા તેમનો કાર્યભાર પિયુષ ગોયલને સોંપાયો.
અત્રે જણાવવાનું કે રામવિલાસ પાસવાનનું ગુરુવારે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં નિધન થયું. 74 વર્ષના રામવિલાસ પાસવાનની હાલમાં જ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે તેમની તબિયત કથળી અને સાંજે 6.05 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
પિયુષ ગોયલ પાસે 3 મંત્રાલય
consumer affairs food and public distribution મંત્રાલયનો વધારાનો ભાર મળ્યા બાદ પિયુષ ગોયલ પાસે હવે 3 મંત્રાલયનો ચાર્જ છે. આ અગાઉ તેઓ રેલવે મંત્રાલય અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી પણ સંભાળતા હતા.
PM મોદીએ રામવિલાસ પાસવાનને આપી શ્રદ્ધાંજલિ
બિહારના રાજકારણના કદાવાર નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ ગુરુવારે નિધન થયું. પીએમ મોદીએ આજે રામવિલાસ પાસવાનના પાર્થિવ શરીરને પુષ્પ અર્પીને શ્રદ્ધાંજલિ આપી. રામવિલાસ પાસવાનનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાન 12 જનપથ પર રાખવામાં આવ્યો હતો.ત્યાંથી પાર્થિવ શરીરને પટણા લઈ જવાશે જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે