Ahmdabad News:અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં ગાડીમાં ઘૂસીને પૂર્વ પ્રેમીએ યુવતી સામે જ તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીએ તેના પ્રેમીને છોડીને સોલામાં રહેતા યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં ઘાતકી હુમલો થયો. ચોરી કરવાના ઈરાદે આવેલા વ્યક્તિએ ચાકૂના એટલા ઘા કર્યા કે સૈફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ કેસમાં હવે મોટા ખુલાસા થયા છે અને ચોંકાવનારા પુરાવા મળ્યા છે.
માંડવીના ગોધરા ગામે યુવતીની હત્યાની ઘટના પગલે ચકચાર મચીજવા પામી હતી. મરણ જનાર 32 વર્ષીય ગવરી ગરવા નામની યુવતી નિત્યક્રમ મુજબ નોકરી માટે ઘરેથી નીકળી બસસ્ટેન્ડ જઈ રહી હતી. યુવતી તુંબડી આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત નોકરી કરતી હતી.
Kitchen Hacks: કાતરનો ઉપયોગ અલગ અલગ કામોમાં વારંવાર થતો હોય છે. વધારે ઉપયોગમાં આવતી કાતર બુઠ્ઠી પણ ઝડપથી થઈ જાય છે. આ રીતે બુઠ્ઠી થયેલી કાતરની ધાર તમે ઘરે સરળતાથી કાઢી શકો છો.
અમદાવાદમા પતિએ બે બાળકો સાથે પત્નીને છૂટાછેડા આપતા ઘર્ષણ થયું છે. જમાઈ, સસરા અને સાળા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાના વિડિઓ વાયરલ થયો છે. લાકડી અને છરીથી હુમલો કરતા જમાઈ અને સાળો ઘાયલ થયા હતા.
Young man was attacked with sword and knife by Strangers Ahmedabad
Interesting Facts: પર્સનલ હાઈજીન માં ખૂબ જ મહત્વનું હોય છે નિયમિત નખ કાપતા રહેવું. નખ કાપવા માટે દરેક વ્યક્તિ નેલકટરનો ઉપયોગ કરે છે. તમે પણ નેલકટરનો ઉપયોગ કર્યો જ હશે. નેલકટરને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે તેની વચ્ચે બે બ્લેડ હોય છે જેમાંથી એક વાંકી ચૂકી હોય છે. શું તમે જાણો છો કે આ બ્લેડ નેલકટરમાં શા માટે હોય છે ?
જૂના ઝઘડાની અદાવતમાં 14 વર્ષના કિશોર પર લાકડીઓ અને છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. જે મામલે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામે 5 આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરના અલકા ટોકીઝ નજીક અલંગના ભંગાર નો ડેલો ધરાવતા રફિકભાઈ ચૌહાણના ગોડાઉનમાં મોડી રાત્રે ઘુસી આવી છ જેટલા અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાં ચોકીદારના ગળા પર છરી રાખીને કોપર વાયરની લૂંટી કરી ફરાર થઈ ગયા હતા.
આણંદ તાલુકાના વડોદ ગામમાં પાંચ માથાભારે ઈસમોએ ધારીયા વડે હુમલો કરી 23 વર્ષીય યુવકની હત્યા કરી હોવાની ઘટના બની છે. આ પાંચેય આરોપીઓએ ઝઘડામાં મિત્રને છોડાવવા માટે વચ્ચે પડેલાં આ યુવક ઉપર ધારીયા વડે હુમલો કર્યો હતો.
પાટણના રાધનપુર શહેરમાં લગ્નની ખરીદી માટે આવેલા યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.
'તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે કેમ' એમ કહી રોમિયોએ હુમલો કર્યો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે. આ બનાવના પગલે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી માથાના ભાગે પાંચ ટાકા સહિતની સારવાર લઈ તબીબોએ ભયમુક્ત કરી હતી.
મામા અને તેમના ત્રણ દીકરાઓએ મળી સગા ભાણાનું તીક્ષણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ભર બજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોના ટોળે ટોળાં વળી ગયા હતા.
વિદ્યાર્થીની પર હુમલો કરનાર ઇસમને ગામના લોકોએ બાંધીને ઝાડ પર લટકાવીને માર માર્યાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામજનોએ આરોપીને પકડી ઝાડ સાથે બાંધીને જાહેરમાં તાલીબાની સજા આપી હતી.
ધો 10 માં અભ્યાસ કરવા જઇ રહેલી સગીરાને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે રસ્તામાં રોકીને બીભત્સ માંગણી કરી હતી, પરંતુ સગીરાએ તેની ના પાડતા આરોપીએ તેણે નીચે પાડી દઈ પીઠ પાછળ તીક્ષ્ણ છરીના ઘા માર્યા હતા.
સોશિયલ મીડિયા પર એક વધુ દહેશત ફેલાવતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક હોળીની મસ્તીમાં પોતાના સાથીઓ સાથે નાચી રહ્યો છે અને તેના એક હાથમાં ચાકૂ છે. તેનો એક અન્ય મિત્ર વીડિયો બનાવી રહ્યો છે. અચાનક ત્યારે જ તે વ્યક્તિની છાતીમાંથી લોહીની ધારા છૂટી તો બધા હક્કાબક્કા રહી ગયા. આ ઘટનાનો વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જિલ્લાના ડીસા બાઈવાડા ગામે હિંચકરો જીવલેણ હૂમલાની ઘટના સામે આવી છે. છરી વડે હુમલો કરતા એક જ પરિવારના પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડીસા અને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતા. આ હુમલો જમીન બાબતે થયો હોવાનુ પોલીસ અનુમાન લગાવ્યું છે. પરિવારની શંકાના આધારે બે શંકાસ્પદ આરોપીઓની પણ અટકાયત કરી છે. જો કે હત્યાકાંડ અંગેના સાચા કારણો હજી સુધી સામે આવ્યા નથી.
શહેરમાં બે દિવસમાં ચીલઝડપની ત્રણ ઘટના સામે આવી છે, ત્રણેય ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જેના કારણે ચીલઝડપ કરનારા આરોપીઓને દિલધડક રીતે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ચીલઝડપના આરોપીએ નાસવા જતા ક્રાઇમબ્રાંચના અધિકારીઅશોક ડાંગર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ વધારે ઉગ્ર બને તે પહેલા ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીને નીચે પછાડી દીધો હતો. પોલીસનો કાફલો પણ આવી પહોંચતા આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એટલી ખરાબ થતી જઇ રહી છે કે દિવસની એક બે ઘટનાઓ જાહેરમાં લોહીયાળ સંઘર્ષની આવતી જ રહે છે. કાલે જ જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઘા મારવા અને એક વ્યક્તિને બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતે જીવતો સળગાવવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં આજે ફરી સુરતમાં પ્રેમ પ્રસંગમાં યુવતીના ભાઇઓએ યુવતીના પ્રેમી પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાના ભાઇઓએ બહેનના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
શહેરનું પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણકે શહેરમાં અસામાજિક તત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસ ઉજવણી કરી રોડને રીતસર બાનમા લીધો હતો અને સમગ્ર રોડ પર આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વો સામે સોસાયટી લોકો વિરોધ કર્યો તો જીવલેણ હુમલો કર્યો.