Viral Video: મુંબઈની લોકલ ટ્રેનમાં આ શું થઈ રહ્યું છે? ખુલ્લેઆમ ડ્રગ્સનું સેવન, ડરામણો વીડિયો
આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયા છે. એવું કહેવાય છે કે ડ્રગ્સ લેવાની આ ઘટના લોકલ ટ્રેનમાં એક સપ્ટેમ્બરે ઘટી.
Trending Photos
મુંબઈની લોકલટ્રેનમાં અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે. હવે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોમાં યુવક ખુલ્લેઆમ ડ્રગ્સ લેતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ભડકી ગયા છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના એક સપ્ટેમ્બર લોકલ ટ્રેનમાં ઘટી હતી.
મળતી માહિતી મુજબ એક યૂઝરે દાવો કર્યો છે કે કેટલાક યુવકો નાલાસોપારા સ્ટેશન પર ખુલ્લેઆમ ડ્રગ્સ લઈ રહ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જાહેરમાં કોઈ પણ ડર વગર ડ્રગ્સ લઈ રહ્યો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ તેને મોબાઈલ પર ડ્રગ્સ રાખીને ઓફર કરી રહ્યો છે. આ વીડિયો એક્સ (અગાઉ ટ્વિટર) પર @ADARSH7355 નામના યૂઝરે શેર કર્યો છે. યૂઝરે દાવો કર્યો છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં વીરારની લગભઘ 1.30 વાગ્યાની લોકલ ટ્રેનમાં 5 લોકો ડ્રગ્સનું સેવન કરી ર હ્યા હતા. યૂઝરે એમ પણ કહ્યું કે તેમના ખિસ્સામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ હતું.
TODAY 1 SEPTEMBER 2023 TIME 1:30 IN VIRAR TRAIN GUY IS TAKING DRUGS ITS HAVE A GROUP OF 5 PEOPLE ALL ARE TAKING DRUGS AN ALL HAVE EXTRA DRUGS IN OUR POCKET AM SCARY THAT'S I HAVE THIS LITTLE VIDEO SHOOT ALL PEOPLE ARE GET AWAY IN NALASOPARA STATION #GRUGS #MUMBAIPOLICE #Mumbai pic.twitter.com/Hfp7NGHWqa
— ADARSH (@ADARSH7355) August 31, 2023
આ વીડિયો સામે આવ્યા બાદ રેલવે અધિકારીઓ અને લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે આગળ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ડિવિઝન રેલવે મેનેજરે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. લોકલ ટ્રેનમાં ડ્રગ્સ લેનારા યુવકોની ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે.
Matter has been notified to concerned officials for necessary action.
— RPF MUMBAI CENTRAL DIVISION (@rpfwrbct) September 2, 2023
લોકોને અપીલ
વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ કહ્યું કે તમામ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગવર્મેન્ટ રેલવે પોલીસ પોસ્ટ્સ ને એક લૂકઆઉટ નોટિસ સર્ક્યુલેટ કરવામાં આવી છે. આ યુવકો રેલવે વિસ્તારમાં ઘૂમતા જોવા મળે તો કાનૂન મુજબ કાર્યવાહી કરાશે. રેલવે અધિકારીઓએ જનતાને પણ અપીલ કરી છે કે આ લોકોની ઓળખ ઉજાગર કરવામાં તેમની મદદ કરે અને તેમને પકડવા માટે આગળ આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે