VIDEO: કાલાકરીનું ઉદાહરણ, વર્ષોથી બંધ પડેલા 'Toilet' ને બનાવી દીધું Art Gallery

આ આર્ટ ગેલેરી (Art Gallery) ને કેટલાક કલાકારો (Artist)ને મળીને બનાવ્યો છે. તેનો વીડિયો આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂ (IAS Supriya Sahu)એ પોતાના ટ્વિટર પર શેર પણ કર્યા છે.

VIDEO: કાલાકરીનું ઉદાહરણ, વર્ષોથી બંધ પડેલા 'Toilet' ને બનાવી દીધું Art Gallery

નવી દિલ્હી: કબાડથી જુગાડ તો તમે સાંભળ્યું હશે. પરંતુ આ જુગાડ જોઇને તમે આશ્વર્યચકિત રહી જશો. કલાકારીનું આવું ઉદાહરણ કદાચ જ તમે પહેલાં જોયું હશે. દુનિયામાં એવા પણ કલાકાર છે. જે જૂની બેકાર વસ્તુઓને નવું રૂપ આવીને અદભૂત બનાવી દે છે. એવા જ કલાકાર છે તમિલનાડુ(Tamil Nadu)ના ઉટી (Ooty)માં.

કાલ સુધી ટોયલેટ આજે આર્ટ ગેલેરી
તમિલનાડુ (Tamil Nadu)ના ઉટી (Ooty)માં ઘણા વર્ષોથી એક ટોયલેટ બંધ પડ્યું હતું. આ ટોયલેટનો કોઇ ઉપયોગ કરતું ન હતું. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે હવે આ ટોયલેટ (Toilet) આર્ટ ગેલેરી (Art Gallery)માં બદલી દેવામાં આવી છે. ત્યારબાદ તેને જોનાર લોકોની ભીડ એકઠી થવા લાગી છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેનો વીડિયો પણ જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

કલાકારીની મિસાલ
આ આર્ટ ગેલેરી (Art Gallery) ને કેટલાક કલાકારો (Artist)ને મળીને બનાવ્યો છે. તેનો વીડિયો આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂ (IAS Supriya Sahu)એ પોતાના ટ્વિટર પર શેર પણ કર્યા છે. સુપ્રિયા સાહૂ લખે છે 'એક બિન ઉપયોગ ટોયલેટ બિલ્ડિંગને આર્ટ એક્ઝિબિઝન સેંટરના રૂપમાં બદલી દેવામાં આવ્યું છે. તેનું નામ છે 'ધ ગેલેરી વન ટૂ' રાખવામાં આવ્યું છે. નગર પાલિકા પાસે મેં નવું ટોયલેટ બનાવ્યું છે અને આ ઇમારતને ગેલેરી બનાવી દેવાની અનુમતિ આપી છે. 

— Supriya Sahu IAS (@supriyasahuias) December 22, 2020

આર્ટ ગેલેરીમાં નિ:શુલ્ક લાઇબ્રેરી
અત્રે ઉલ્લેખનીય છે કે આ આર્ટ ગેલેરીમાં એક લાઇબ્રેરી (Free Library) પણ બનાવવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે આ લાઇબ્રેરી સ્થાનિક લોકો માટે નિશુલ્ક છે. તે અહીં આવીને સુકૂનથી બેસીને પુસ્તકોનો આનંદ માણી શકે છે. તેમાં આર મણિવન્નમ નામના કલાકારે પણ પોતાનો સહયોગ આપ્યો છે. મણિવન્નમે આર્ટ ગેલેરીમાં નીલગિરીની પહાડીઓ પર રહેનાર લોકોની તસવીરો લગાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news