વ્લાદિમિર પુતિનની કારનું PM મોદી સાથે છે ખાસ કનેક્શન, રશિયન રાષ્ટ્રપતિએ પોતે કર્યો ખુલાસો!

Vladimir Putin Car: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મંગળવારે રશિયાના પોર્ટ શહેર વ્લાદિવોસ્તોકમાં પીએમ મોદીના ખુબ વખાણ કર્યા.

વ્લાદિમિર પુતિનની કારનું PM મોદી સાથે છે ખાસ કનેક્શન, રશિયન રાષ્ટ્રપતિએ પોતે કર્યો ખુલાસો!

Vladimir Putin Car: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મંગળવારે રશિયાના પોર્ટ શહેર વ્લાદિવોસ્તોકમાં પીએમ મોદીના ખુબ વખાણ કર્યા. તેમણે પીએમ મોદીની નીતિઓની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપીને યોગ્ય કરી રહ્યા છે. તેમણે 8માં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (ઈઈએફ)માં રશિયા મેઈડ કારો પર મીડિયાના એક સવાલનો જવાબ આપતા પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો. 

રશિયાના રાષટ્ર્પતિ પુતિને કહ્યું કે ઘરેલુ સ્તર પર બનેલા ઓટોમોબાઈલનો ઉપયોગ થવો જોઈએ. આ દિશામાં ભારત પહેલેથી જ પીએમ મોદીના નેતૃત્વમાં પોતાની નીતિઓના માધ્યમથી ઉદાહરણ સ્થાપિત કરી ચૂક્યું છે. પુતિને કહ્યું કે તમે જાણો છો કે આપણી પાસે ત્યારે ઘરેલુ સ્તર પર બનેલી કારો નહતી, પરંતુ હવે આપણી પાસે છે. એ સાચુ છે કે મર્સિડિઝ કે ઓડી કારોની સરખામણીમાં વધુ મામૂલી જોવા મળે છે, જેને આપણે ભારે પ્રમાણમાં ખરીદી હતી. 

પરંતુ આ કોઈ મુદ્દો નથી. મને લાગે છે કે આપણે આપણા અનેક ભાગીદારોનું અનુકરણ કરવું જોઈએ. દાખલા તરીકે ભારતને જુઓ. તેઓ ભારતમાં બનેલા વાહનોના નિર્માણ અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. મને લાગે છે કે પીએમ મોદી મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપીને યોગ્ય કામ કરી રહ્યા છે. 

તેમણે કહ્યું કે રશિયા નિર્મિત ઓટોમોબાઈલનો ઉપયોગ કરવો બિલકુલ બરાબર છે. આપણઈ પાસે (રશિયા નિર્મિત) ઓટોમોબાઈલ છે, અને આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ બિલકુલ યોગ્ય છે. તેનાથી આપણી ડબલ્યુટીઓ જવાબદારીનો કોઈ ભંગ થશે નહીં, બિલકુલ નહીં. તે રાજ્યની ખરીદી સંબંધિત હશે. આપણે તેના વિશે એક નિશ્ચિત શ્રૃંખલા બનાવવી જોઈએ. 

હવે તમને જણાવીએ રશિયાના રાષ્ટ્રપતિની કાર વિશે. તેઓ હાલ ઓરસ સીનેટમાં ફરે છે. પહેલા તેઓ મર્સિડિઝ બેન્ઝ એસ 600 ગાર્ડ પુલમેનમાં ફરતા હતા. આ કારને રશિયાની વાહન નિર્માતા ઓરસ મોટર્સ દ્વારા મોસ્કોમાં NAMI માં તૈયાર કરાઈ છે. તે 4.4 લીટર V8 દ્વારા સંચાલિત છે. જે 598 hp અને 889 Nm બનાવે છે, જેને નવ-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમીશન સાથે જોડવામાં આવ્યું છે. આ છ સેકન્ડમાં 0-100  કિમી/પ્રતિ કલાક ની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 249 કિમી/પ્રતિ કલાકની છે. આ લિમોઝીન બખ્તરબંધ છે અને કવચ ભેદી ગોળીઓ અને ગ્રેનેડ હુમલાનો સામનો કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news