Assembly Election 2023 Dates: ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી, 2 માર્ચે આવશે પરિણામ

Assembly Election 2023 Date Live: ECI એ ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણીનું બિગુલ વાગી ગયું છે. ત્રણ રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાશે. 

 Assembly Election 2023 Dates: ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી, 2 માર્ચે આવશે પરિણામ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે, 3 રાજ્યોમાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. લોકતંત્રના પર્વની બધાને શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. 

90 હજારથી વધુ પોલિંગ સ્ટેશન હશે
ચૂંટણી કમિશનરે કહ્યું કે, રાજ્યોમાં મહિલાઓની ભાગીદારી પુરૂષોથી વધુ રહી છે. મહિલા વોટરોની સંખ્યા પણ વધુ છે. અમે 11થી 14 જાન્યુઆરી સુધી ત્રણેય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. અમે તે લોકો માટે એડવાન્સ નોટિસની જોગવાઈ બનાવી છે જે 17ના થઈ ગયા છે પરંતુ 18 વર્ષ પૂરા થયા નથી, જેથી 18 વર્ષ પૂરા થતા તેને વોટર કાર્ડ મળી જાય અને તેનું નામ સામેલ થઈ જાય. આ ત્રણ રાજ્યોમાં આવા 10 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્રણ રાજ્યોમાં 9000થી વધુ પોલિંગ સ્ટેશન હશે. તેમાં 376 એવા હશે જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે. 

જાણો કેટલા મતદાતા
સીઈસી રાજીવ કુમારે કહ્યુ કે, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં સંયુક્ત રૂપથી 62.8 લાખથી વધુ મતદાતા છે, જેમાં 31.47 લાખ મહિલા મતદાતા, 97000 મતદાતા 80+ અને 31700 દિવ્યાંગ મતદાતા સામેલ છે. દરેક રાજ્યોમાં ચૂંટણી માટે 60 સીટ નિર્ધારિત છે. 

નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાનો પાંચ વર્ષનો વિધાનસભા કાર્યકાળ 12 માર્ચ, 22 માર્ચ અને 15 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા નવી વિધાનસભાની રચના થવાની છે. ચૂંટણી પહેલા રાજકીય દળોએ પોતાની રણનીતિ પર કામ શરૂ કરી દીધુ છે. નોંધનીય છે કે મેઘાલય. ત્રિપુરા અને નાગાલેન્ડમાં 60-60 વિધાનસભા સીટો છે. આ સમયે ત્રિપુરામાં ભાજપની સરકાર છે તેથી ભાજપ ત્યાં વધુ ધ્યાન આપી રહ્યું છે. ત્રિપુરામાં વામ દળ અને આદિવાસી પાર્ટી ભાજપ માટે પડકાર ઉભો કરી શકે છે. 

— ANI (@ANI) January 18, 2023

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે, તો નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસિસ પાર્ટી સત્તામાં છે. મેઘાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી) ની સરકાર છે. એનપીપી પૂર્વોત્તરની એકમાત્ર પાર્ટી છે, જેને રાષ્ટ્રીય દળ તરીકે માન્યતા પ્રાપ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news