Assembly Elections 2022: ઉન્નાવમાં સપા અને BJP સમર્થકો વચ્ચે ઘર્ષણ, લાકડીઓ ઉછળી, મહિલાઓ-બાળકો સહિત 8 ઘાયલ

5 રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણી 2022 માટે આજનો દિવસ ખાસ છે. ચૂંટણીનો આ તબક્કો તમામ પક્ષો માટે મહત્વનો છે. આ તબક્કામાં અનેક દિગ્ગજોની શાખ દાવ પર લાગી છે. 

Assembly Elections 2022: ઉન્નાવમાં સપા અને BJP સમર્થકો વચ્ચે ઘર્ષણ, લાકડીઓ ઉછળી, મહિલાઓ-બાળકો સહિત 8 ઘાયલ

નવી દિલ્હી: 5 રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણી 2022 માટે આજનો દિવસ ખાસ છે. આજે મતદાનના બીજા તબક્કામાં ઉત્તરાખંડ અને ગોવાની તમામ બેઠકો માટે અને યુપી વિધાનસભાની 55 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીનો આ તબક્કો તમામ પક્ષો માટે મહત્વનો છે. અનેક દિગ્ગજોની શાખ દાવ પર લાગી છે. યુપી અને ગોવામાં સવારે 7 વાગે મતદાન શરૂ થયું જ્યારે ઉત્તરાખંડમાં સવારે 8ના ટકોરે મતદાન શરૂ થયું. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઝાંસીમાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે પરિવારવાદી પાર્ટીઓ દેશ અને રાજ્યનું ભલુ કરી શકતી નથી. ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યૂપીની જનતા માટે કામ કરી શકે છે.

ઉત્તર પ્રદેશ ચૂંટણીના બીજા તબક્કાની 55 બેઠકો અને ઉત્તરાખંડ-ગોવાની તમામ બેઠકો પર સોમવારે મતદાન થયું હતું. ગોવામાં 60 વિધાનસભા બેઠકો માટે મતદારોએ બમ્પર મતદાન કર્યું હતું. યુપીમાં સાંજે 5 વાગ્યા સુધી 60.44 ટકા મતદાન થયું હતું. જ્યારે ઉત્તરાખંડમાં 59.37 ટકા અને ગોવામાં 75.29 ટકા મતદાન થયું હતું.

જો કે, યુપીમાં કેટલાક સ્થળોએ ધીમા મતદાન અને પાવર આઉટ થયાના અહેવાલો પણ છે. મુરાદાબાદની રાજકલા જનરેશન ગર્લ્સ ઇન્ટર કોલેજમાં પણ લાઇટ ન હોવાના કારણે મતદારોએ અડધો કલાક સુધી રાહ જોવી પડી હતી. જિલ્લા વહીવટી તંત્રએ લાઇટિંગ માટે પણ કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરી ન હતી. રામપુર વિધાનસભા સીટ પર 56.2 ટકા વોટ પડ્યા, જ્યાં સપાના ઉમેદવાર આઝમ ખાન છે. તે જ સમયે, સ્વાર વિધાનસભા બેઠક પર 54.13 ટકા મતદાન થયું હતું. આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા અહીંથી સપાના ઉમેદવાર છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં બીજેપીનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું. કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે કે મુસ્લિમ મહિલાઓ વોટ ન આપે. મહિલાઓને બુરખામાં બૂથ પર જવા અને તેમની ઓળખ દર્શાવ્યા વિના મતદાન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. અમે આ બાબતે ચૂંટણી પંચને જાણ કરી છે અને બોગસ વોટિંગ અટકાવવા પગલાં લેવા વિનંતી કરી છે.

નકલી મતદાન કરવા માટે સ્લિપ બનાવવા જતા બે યુવકોની ધરપકડ, 10 નકલી આઈડી મળી આવ્યા
નકલી મતદાન કરવા માટે સ્લિપ લેવા જઈ રહેલા બે યુવકોની ખજુરિયા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી દસ નકલી આઈડી કબજે કર્યા છે.

સપાનો આરોપ, ભાજપ કાર્યકર્તા કરી રહ્યા બોગસ મતદાન
એક ટ્વિટમાં સપાએ આરોપ લગાવ્યો છે કે સહારનપુર જિલ્લાના બેહટ-1, બૂથ નંબર-127 પર બીજેપી કાર્યકરો બોગસ વોટિંગ કરાવી રહ્યા છે. ચૂંટણી પંચને આ મામલાની નોંધ લેવા માટે કહેવામાં આવ્યું છે.

બપોર 1 વાગ્યા સુધીમાં આટલું મતદાન
બીજા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધીમાં યુપીમાં  39.07 ટકા, ઉત્તરાખંડમાં 35.21 ટકા અને ગોવામાં 44.63 ટકા મતદાન થયું છે. 

વધુ મતથી જીતશે- આઝમ ખાનના પત્ની
જેલમાં બંધ અને રામપુરથી સપાના ઉમેદવાર આઝમ ખાનના પત્ની તંઝીમ ફાતિમાએ કહ્યું કે તેઓ અહીં નથી પરંતુ રામપુરની જનતા તેમની સાથે છે. તેઓ પહેલા કરતા વધુ મતથી જીતશે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 14, 2022

ઉન્નાવમાં મારામારી
ઉન્નાવ જિલ્લામાં આજે સપા અને ભાજપના સમર્થકો વચ્ચે ખુબ મારામારી થઈ. જેમાં મહિલાઓ અને બાળકો સહિત આઠ લોકો ઘાયલ થયા. પુરવા કોટવાલી વિસ્તારના હાથીખેડા ગામમાં રાજકીય વિવાદને પગલે બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછળી. જેમાં ચાર યુવકોને ગંભીર ઈજા થઈ છે. હુમલામાં ત્રણ મહિલાઓ અને એક બાળક પણ ઘાયલ થયા છે. ભાજપ ઉમેદવારે દલિત સપા પદાધિકારી અને પરિજનોની પીટાઈનો આરોપ લગાવ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. 

દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર મતદાનમાં લીધો ભાગ
લોકતંત્રના આ પર્વમાં દિવ્યાંગ વોટરો પણ આગળ પડીને ભાગ લઈ રહ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં દિવ્યાંગ મતદારોએ મતદાન કર્યું. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 14, 2022

સવારે 11 વાગ્યા સુધીમાં આટલું મતદાન
સવારે 11 વાગ્યા સુધીમાં ઉત્તરાખંડમાં 18.97 ટકા, ગોવામાં સૌથી વધુ 26.63 ટકા અને યુપીમાં 23.03 ટકા મતદાન થઈ ચૂક્યું છે. 

અખિલેશે કરી આ વાત
સપા નેતા અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે જેટલું વધુ મતદાન થશે, લોકતંત્ર એટલું વધુ બળવાન  થશે. મતદાન કરો. 

સપાને 40થી 45 બેઠકો મળશે- ઈમરાન મસૂદ
સમાજવાદી પાર્ટીના નેતા ઈમરાન મસૂદે કહ્યું કે પશ્ચિમ યુપીની 55માંથી 40થી 45 બેઠકો સમાજવાદી પાર્ટીને મળશે. આ ચૂંટણી જેવું યોગી આદિત્યનાથ કહીરહ્યા છે કે 80-20 ની જ છે પરંતુ આ વખતે 80 ટકા અમને મળશે. સીએમ યોગી ભૂલી ગયા છે કે કેરળ સૌથી સાક્ષર રાજ્ય છે. તમે બંધારણીય ખુરશી પર બેઠા છો અને ભાષણ આ પ્રકારે આપો છો. શું હિન્દુસ્તાન શરીયતથી ચાલે છે? હિન્દુસ્તાન બંધારણથી જ ચાલશે. શું ભારતીય સંસ્કૃતિમાં માથું ઢાંકવું પાપ છે. હિજાબના મુદ્દાને યુપી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. 

ભાજપ 22થી વધુ બેઠક જીતશે-પ્રમોદ સાવંત
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવામાં ભાજપ 22 કરતા વધુ બેઠક જીતશે. લોકો ભારે સંખ્યામાં મતદાન કરે. ઉત્તરાખંડના પણ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં એકવાર ફરીથી ભાજપની સરકાર બનશે. 

9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તરાખંડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 5 ટકા મતદાન થયું છે. એટલે કે ધીમી ગતિથી મતદાન થઈ રહ્યું છે. જ્યારે યુપીમાં 9.5 ટકા અને સૌથી વધુ ગોવામાં 9 વાગ્યા સુધીમાં 10.86 ટકા મતદાન થયું છે. 

યોગી આદિત્યનાથનો વીડિયો સંદેશ
યુપીના સીએમ યોગી આદિત્યનાથે પોતાના એક વીડિયો સંદેશમાં કહ્યું કે યુપીના મતદાર ભાઈ બહેનો હવે એક મોટા નિર્ણયનો સમય આવી ગયો છે. મને કોઈ ચિંતા હોય તો એક જ છે, જે તોફાનીઓ અને વ્યવસાયિક અપરાધીઓ પર પ્રદેશમાં અંકૂશ લાગ્યો છે તે બધા ફરી મચલી રહ્યા છે. વારંવાર કહી રહ્યા છે કે જરા આવવા દો અમારી સરકાર. સાવધાન રહો. તમે જો ચૂક્યા તો ફક્ત 5 વર્ષની મહેનત પર પાણી ફરી જશે ઉપરાંત યુપીને આ વખતે કાશ્મીર, બંગાળ અને કેરળ બનતા જરાય વાર નહીં લાગે. 

— BJP Uttar Pradesh (@BJP4UP) February 14, 2022

મુસ્લિમ મહિલાઓ ખુલીને મોદી-મોદી કરી રહી છે- નકવી
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી એ કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ખુલીને મોદી-મોદી  કરી રહી છે. મુસ્લિમ મહિલાઓ માટે ભાજપ સરકારે સારા કામ કર્યા છે. હિજાબી હુડદંગ શુદ્ધ રીતે મુસ્લિમ મહિલાઓના શિક્ષણ પર તાલિબાની તાળું જડવાની કોશિશ છે. બધાએ કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. 

ઉત્તરાખંડમાં પણ મતદાન શરૂ
સવારે 8ના ટકોરે ઉત્તરાખંડમાં મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં મતદાન યોજાયું છે. 

— ANI (@ANI) February 14, 2022

યુપી અને ગોવામાં મતદાન શરૂ
ગોવા અને ઉત્તર પ્રદેશમાં સવારે સાતના ટકોરે મતદાન શરૂ થઈ ગયું. જ્યારે ઉત્તરાખંડમાં મતદાન 8 વાગે શરૂ થશે.

55 Assembly seats in Uttar Pradesh and 40 in Goa going to polls today pic.twitter.com/1u6L26iILm

— ANI (@ANI) February 14, 2022

ઉત્તરાખંડમાં કાંટાની ટક્કર
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર  છે. અહીં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ જોર અજમાવી રહી છે. વિધાનસભાની તમામ 70 બેઠકો માટે આજે મત પડશે. કોરોનાના કારણે ઉત્તરાખંડમાં પણ બૂથની સંખ્યા વધારવામાં આવી છે. ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં તમામ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 

ઉત્તરાખંડના દિગ્ગજ  ઉમેદવારો
-પુષ્કર સિંહ ધામી (ભાજપ-ખટીમા), હરીશ રાવત (કોંગ્રેસ-બાજપુર), રામશરણ નૌટિયાલ (ભાજપ-ચકરાતા), સતપાલ મહારાજ (ભાજપ-ચૌબુટ્ટખલ), સુબોધ ઉનિયાલ (ભાજપ-નરેન્દ્રનગર), પ્રીતમ સિંહ (કોંગ્રેસ-ચકરાતા), રેખા આર્યા (ભાજપ-સોમેશ્વર), મદન કૌશિક (ભાજપ-હરિદ્વાર), ધનસિંહ રાવત (ભાજપ-શ્રીનગર), અનુકૃતિ ગુસાઈ (કોંગ્રેસ- લૈન્સડાઉન)

ઉત્તરાખંડની સ્થિતિ
વર્ષ 2017માં અહીં 65.60 મતદાન થયું હતું. જ્યારે 2012માં 66.85 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. 2007માં ફક્ત 59.50% મતદાન થયું હતું. રાજ્ય બન્યા બાદ 2022માં થયેલી ચૂંટણીમાં પણ આશા કરતા ઓછું 54.34% મતદાન થયું હતું. 

ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન
યુપી વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 58 બેઠકો માટે મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 60.17 મતદાન થયું હતું. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ પશ્ચિમ યુપીના 9 જિલ્લાઓમાં 55  બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સોમવારે 586 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો થશે. 

બીજા તબક્કાની મહત્વપૂર્ણ બેઠકો
આમ તો બીજા તબક્કા હેઠળ પશ્ચિમ યુપીના 9 જિલ્લાઓની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પરંતુ કેટલીક વિધાનસભા બેઠકો ચૂંટણી પહેલા જ હોટ સીટ બની ગઈ છે. જેમાં નકુડ, ચંદૌસી, સ્વાર, ટાંડા, રામપુર અને શાહજહાપુર સામેલ છે. આ બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો યુપીના રાજકારણના દિગ્ગજો છે. 

બીજા તબક્કાના મતદાનમાં આ દિગ્ગજોની શાખ દાવ પર
સુરેશ ખન્ના (ભાજપ-શાહજહાંપુર), આઝમ ખાન (સપા-રામપુર), અબ્દુલ્લા આઝમ ખાન (સપા- સ્વાર), ધર્મ સિંહ સૈની (સપા-નકુડ), ગુલાબ દેવી (ભાજપ-ચંદૌસી). મહેબૂબ અલી (સપા-અમરોહા) 

ગોવાની 40 બેઠકો માટે મતદાન
ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણઈ પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મતદાનની શરૂઆત સવારે સાત વાગ્યાથી થશે અને સાંજે છ વાગ્યા સુધી મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news