કોરોના સામે જંગ: સાંસદોની સેલેરી એક વર્ષ સુધી 30 ટકા ઓછી કરવા કેબિનેટની મંજૂરી

કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં મોદી સરકારે (Modi government) મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્ર મંડળ  (Cabinet) ના સાંસદ અધિનિયમ, 1954 ના સભ્યોના વેતન, ભથ્થું અને પેન્શનમાં સુધારાના અધ્યાદેશને સોમવારે મંજૂરી આપવામાં આવી છે.

કોરોના સામે જંગ: સાંસદોની સેલેરી એક વર્ષ સુધી 30 ટકા ઓછી કરવા કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં મોદી સરકારે (Modi government) મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્ર મંડળ  (Cabinet) ના સાંસદ અધિનિયમ, 1954 ના સભ્યોના વેતન, ભથ્થું અને પેન્શનમાં સુધારાના અધ્યાદેશને સોમવારે મંજૂરી આપવામાં આવી છે. તેના અંતર્ગત 1 એપ્રિલ, 2020થી એક વર્ષ માટે ભથ્થા અને પેન્શનના 30 ટકા ઓછા કરવામાં આવ્યા છે.

— ANI (@ANI) April 6, 2020

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના રાજ્યપાલને સ્વેચ્છાથી સામાજિક જવાબદારીના રૂપમાં પગાર કાપનો નિર્ણય કર્યો છે. આ રકમ ભારતના કોન્સોલિડેટેડ ફંડમાં જશે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેબિનેટે ભારતમાં Covid-19ના પ્રતિકૂળ અસરોનું સંચાલન માટે 2020-21 અને 2021-22 માટે સાંસદોને મળનારું MPLAD ફંડને અસ્થાયી સમય સુધી રોકવામાં આવ્યું છે. 2 વર્ષ માટે MPLAD ફંટના 7900 કરોડ રૂપિયાનો ઉપયોગ ભારતની સંચિત ભંડોળમાં કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news