મિતાલીએ મહિલાઓના આઈપીએલનું કર્યું સમર્થન

મિતાલી રાજે રવિવારે મહિલાઓ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ કરવાનું સમર્થન કર્યું જ્યારે પહેલા તે તેના પક્ષમાં નહતી. 
 

મિતાલીએ મહિલાઓના આઈપીએલનું કર્યું સમર્થન

મુંબઈઃ મિતાલી રાજે રવિવારે મહિલાઓ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ કરવાનું સમર્થન કર્યું જ્યારે પહેલા તે તેના પક્ષમાં નહતી. મિતાલીએ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી વનડે પહેલા કહ્યું, મને વનડે વિશ્વકપ પહેલા આમ લાગતું હતું. તે સમયે વ્યક્તિગત ખેલાડીઓના રૂપમાં ખેલાડીઓનું કદ વનડે વિશ્વકપ જેટલું મોટું ન હતું જ્યાં લોકો સમજવા લાગ્યા કે ભારતીય મહિલા ક્રિકેટ શું છે અને કઈ ખેલાડી ટીમમાં રમે છે. 

તેણે કહ્યું, એક કે બે વર્ષ બાદ લોકો હવે બે-ત્રણથી વધુ ખેલાડીઓને જાણે છે. તે ટીમના અન્ય ખેલાડીઓને ઓળખે છે અને હવે આઈપીએલમાં આવવાનો યોગ્ય સમય હશે કારણ કે ટી20 એવું ફોર્મેટ છે જેમાં આઈસીસી મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે. મહિલાઓના 50 ઓવરના વિશ્વકપમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જેમાં તે ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news