દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યા

હવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
 

દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યા

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે... તો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે... જ્યારે 24 કલાકમાં 4 લોકોનાં મોત થયા છે.... તેની વચ્ચે હવામાન વિભાગે 22 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... ત્યારે કયા રાજ્યોમાં કેવો છે વરસદનો કહેર?.. જોઈશું આ અહેવાલમાં..

વરસાદ ન પડે તો પણ મુશ્કેલી... અને અતિ વરસે તો પણ મુશ્કેલી... આવું એટલા માટે કહી રહ્યા છીએ... કેમ કે દેશના અનેક રાજ્યોમાં અત્યારે અતિ વરસાદ વરસી રહ્યો છે... જેણે તે રાજ્યના લોકોની મુશ્કેલીમાં મોટો વધારો કરી દીધો છે... બીજી રીતે કહીએ તો જનજીવન પર મેઘરાજાએ બ્રેક લગાવી દીધી છે... 

આ દ્રશ્યો મધ્ય પ્રદેશના બેતવાના છે... અહીંયા બેતવા નદીના કિનારે આવેલ પ્રાચીન ચરણ તીર્થ ધામ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે... તો રાજ્યની નર્મદા, પાર્વતી સહિતની નદીઓમાં સતત વધી રહેલા જળસ્તરથી 8 જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે... 

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અહીંયા ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવી ગયા છે... જેના કારણે શિરોલી પાસે આવેલ પુણે-બેંગાલુરુ હાઈવેની આજુબાજુ પાણી ભરાઈ ગયા છે... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાઈવેના નીચાણવાળા ભાગમાં આવેલી દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે... જેના કારણે દુકાનમાલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

કોલ્હાપુરમાં પંચગંગા નદી ભયજનક સ્તરે વહી રહી છે... તો ભારે વરસાદના કારણે સતત નદીમાં પાણીની નવી આવક થઈ રહી છે... જેથી નદીકાંઠાના વિસ્તારમાં નદીના પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે... તો કોલ્હાપુરના બજારોમાં પણ પૂરના પાણી ફરી વળતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે.

છત્તીસગઢના જગદલપુરમાં સારો વરસાદ નોંધાતા ચિત્રકૂટનો ધોધ જીવંત થઈ ઉઠ્યો છે... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધોધમાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે... ચિત્રકૂટમાં ધોધ જીવંત થતાં તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરથી પહોંચી રહ્યા છે... અને તેને જોઈને રોમાંચિત થઈ રહ્યા છે.

આ તરફ હિમાચલ પ્રદેશના શિમલામાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે... જેણે ફરી એકવાર લોકોની મુશ્કેલી વધારી દીધી છે... ધોળાદિવસે વરસાદી માહોલના કારણે સાંજ જેવું વાતાવરણ થઈ ગયું.

આ દ્રશ્યો ઉત્તરાખંડના ટિહરીના તિનગઢના છે... શનિવારની સાંજે ભારે વરસાદ બાદ પહાડનો મોટો ભાગ નીચે ધસી આવ્યો... જેના કારણે આખું તોલી ગામ નષ્ટ થઈ ગયું... ભારે વરસાદના પગલે સ્થાનિક પ્રશાસને પહેલાં જ ગામને ખાલી કરાવી દીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news