ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!

મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. પ્રકૃતિના ખોળે વસેલા ઘોઘમ્બા તાલુકાના છેવાળાના સરસવા ગામે આવેલ હાથણી માતા ધોધ હવે વરસાદમાં શરૂ થઈ ગયો છે.

ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠતો હોય છે, જેને માણવા માટે માત્ર પંચમહાલ જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પણ પર્યટકો મોટી સંખ્યામાં ઊમટતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. વરસાદી વાતાવરણમાં પંચમહાલ જિલ્લામાં આવેલ પર્વતીય વિસ્તાર માંથી વરસાદી ઝરણાં શરૂ થતાં હોય છે, જે પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હોય છે. આવો જ એક ખૂબ પ્રખ્યાત ધોધ ઘોઘંબાના સરસવા ગામે આવેલો હાથણી માતાનો ધોધ છે. જે આ ચોમાસાના વરસાદ દરમિયાન શરૂ થઈ ગયો છે. 

મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. પ્રકૃતિના ખોળે વસેલા ઘોઘમ્બા તાલુકાના છેવાળાના સરસવા ગામે આવેલ હાથણી માતા ધોધ હવે વરસાદમાં શરૂ થઈ ગયો છે. શનિવાર અને રવિવારે અહીં મોટી સંખ્યામાં વિક એન્ડ ની ઉજવણી કરવા માટે લોકો આવતા હોય છે. ચોમાસામાં સારો વરસાદ થવા સાથે જ પંચમહાલમાં આવેલ તમામ ધોધ જાણે જીવંત થતા હોય છે, જેની સાથે જ પ્રકૃતિનો નજારો પણ ખીલી ઉઠતો હોય છે. આંખોને ઠંડક અપાવે એવા દ્રશ્યો અહીં જોવા મળતા હોય છે. જેથી દૂર દૂરથી પર્યટકો અહીં આવી ગ્રામ્ય વિસ્તારના આદિવાસી ભોજન સહિતની મોજ પણ માણતા હોય છે.

ઘોઘંબા નજીક આવેલો પોયલી ધોધ પણ વરસાદ થતાં શરૂ થઈ ગયો છે અને શરૂ થવા ની સાથે જ અહીંયા પર્યટકો રવિવારે મોટી સંખ્યામાં ઉમટયા હતા. દૂર દૂરથી પર્યટકો વહેલી સવારે અહીંયા આવી પહોંચ્યા હતા અને મોડી સાંજ સુધી ધોધની મજા માણી હતી. પ્રકૃતિના રમણીય સ્થાન સાથે અહીં ધોધની અંદર આવેલ હાથની માતા નું મંદીર પણ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. જેથી પ્રકૃતિની મજા સાથે સાથે લોકોને ધાર્મિક આસ્થાનો પણ અનુભવ પણ અહીં થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news