પેટાચૂંટણીમાં મળેલા પરાજય પર બોલ્યા યોગી આદિત્યનાથ, જનતાએ ચોંકાવનારો ચુકાદો આપ્યો

પેટાચૂંટણીમાં મળેલા પરાજય પર બોલ્યા યોગી આદિત્યનાથ, જનતાએ ચોંકાવનારો ચુકાદો આપ્યો

લખનઉઃ ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપના કરારી હાર બાદ પોતાની પહેલી પ્રતિક્રિયામાં યોગી આદિત્યનાથે કહ્યું, જનતાએ ચોંકાવનારો નિર્ણય આપ્યો છે. અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ. તેમણે કહ્યું કે, યૂપીમાં રાજનીતિક સોદાબાજી થઈ છે. અમે લોકોએ ખૂબ મહેનત કરી પરંતુ શું ખામી રહી ગઈ તેની સમીક્ષા કરીશું. જ્યારે સમાજવાદી પાર્ટીએ ગોરખપુર અને ફૂલપુર લોકસભા પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સમાજવાદી પાર્ટીના નગેન્દ્ર યાદવ પટેલે ભાજપના કૌશલેન્દ્ર સિંહ પટેલને 59460 મતથી હરાવીને ફૂલપુર લોકસભા પેટાચૂંટણી જીતી છે. જ્યારે ગોરખપુરમાં સપાએ મહત્વની લીડ મેળવી લીધી છે. 

બીએસપી-એસપીએ કરી રાજનીતિક સોદાબાજી
યોગીએ કહ્યું કે, બીએસપી-એસપીએ રાજનીતિક સોદાબાજી દેશના વિકાસને રોકવા માટે બની છે. તે માટે અમે અમારી રણનીતિ તૈયાર કરીશું. ફૂલપુરના પૂર્વ સાંસદ અને પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, અમને આસા ન હતી કે બસપાના મત સપામાં આ રીતે ટ્રાન્સફર થઈ જશે. અંતિમ પરિણામ આવ્યા બાદ અમે વિશ્લેષણ કરશું અમે અમે તેવી પરિસ્થિતિઓ માટે તૈયારી કરશું, જ્યારે સપા-બસપા અને કોંગ્રેસ સાથે મળીને લડી શકે છે. તમને જણાવી દઈએ કે, ગોરખપુર અને ફૂલપુરમાં પેટાચૂંટણી માટે 11 માર્ચે મતદાન થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news