ભારતની આઝાદી આપણા માટે તેમજ વિશ્વના લોકશાહીના દરેક સમર્થકો માટે ઉજવણીનો વિષય છે; દ્રૌપદી મુર્મૂ

President Draupadi Murmu Speech: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રના નામે પોતાનું પ્રથમ ભાષણ આપી રહ્યાં છે. 

ભારતની આઝાદી આપણા માટે તેમજ વિશ્વના લોકશાહીના દરેક સમર્થકો માટે ઉજવણીનો વિષય છે; દ્રૌપદી મુર્મૂ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશને સંબોધિત કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રના નામે આ તેમનું પ્રથમ સંબોધન છે. તેમણે કહ્યું કે નમસ્કાર. 76માં સ્વાધીનતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હું હાર્દિક શુભેચ્છા આપુ છું. તેમણે કહ્યું કે, 14 ઓગસ્ટના દિવસને વિભાજન-વિભીષિકા સ્મૃતિ દિવસના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે. આ સ્મૃતિ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય સામાજિક સદ્ભાવ, માનવ સશક્તીકરણ અને એકતાને આગળ વધારવાનો છે. 

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે દેશમાં નિર્મિત વેક્સીનની સાથે માનવ ઈતિહાસનું સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ કર્યું. પાછલા મહિને આપણે 200 કરોડ વેક્સીન કવરેજના આંકડાને પાર કર્યો હતો. આ મહામારીનો સામનો કરવામાં આપણી ઉપલબ્ધિઓ વિશ્વના અનેક વિકસિત દેશોથી વધુ રહી છે. 

પાછલા વર્ષથી દર 15 નવેમ્બરને જન-જાતિય ગૌરવ દિવસના રૂપમાં મનાવવાનો સરકારનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. આપણા જન-જાતીય મહાનાયક માત્ર સ્થાનીક કે પ્રાદેશિક પ્રતીક નથી પરંતુ દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આપણો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધી આપણે આપણા સ્વાધીનતા સેનાનીઓના સપનાને સંપૂર્ણ રીતે સાકાર કરી લેશું. 

આઝાદીનો અમૃત મહોત્સવ માર્ચ 2021મા દાંડી યાત્રાની સ્મૃતિને ફરી જીવંત રૂપ આપી શરૂ કરવામાં આવ્યો. તે યુગાંતરકારી આંદોલને આપણા સંઘર્ષનો વિશ્વ ફલક પર સ્થાપિત કર્યા. તને સન્માન આપી આપણા આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. આ મહોત્સવ ભારતની જનતાને સમર્પિત છે. 

આપણી પાસે જે છે તે આપણી માતૃભૂમિએ આપ્યું છે. તેથી આપણે આપણા દેશની સુરક્ષા, પ્રગતિ અને સ્મૃદ્ધિ માટે પોતાનું બધુ અર્પણ કરી દેવાનો સંકલ્પ લેવો જોઈએ. હું ભારતના સશસ્ત્ર દળો, વિદેશોમાં સ્થિત ભારતીય મિશનો અને પોતાની માતૃભૂમિને ગૌરવ અપનાવનાર પ્રવાસી ભારતીયોને સ્વાધીનતા દિવસની શુભેચ્છા આપુ છું. 

આજે જ્યારે પર્યાવરણને લઈને નવા-નવા પડકારો આવી રહ્યાં છે, તો આપણે ભારતની સુંદરતા સાથે જોડાયેલી દરેક વસ્તુનું દ્રઢતાપૂર્વક સંરક્ષણ કરવું જોઈએ. પાણી, માટી અને જૈવિક વિવિધતાનું સંરક્ષણ આપણી ભાવી પેઢીઓ પ્રત્યે આપણું કર્તવ્ય છે. 

આપણા દેશની ઘણી આશા આપણી દીકરીઓ પર ટકેલી છે. તે અવસર મળવા પર શાનદાર સફળતા હાસિલ કરી શકે છે. આપણી દીકરીઓ ફાઇટર પાયલટથી લઈને સ્પેસ વૈજ્ઞાનિક હોવા સુધી દરેક ક્ષેત્રમાં નામ રોશન કરી રહી છે. 

મહિલાઓ અનેક મુશ્કેલીઓને પાર કરી આગળ વધી રહી છે. સામાજિક અને રાજકીય પ્રક્રિયાઓમાં તેમની વધતી ભાગીદારી નિર્ણાયક સાબિત થશે. આજે આપણા પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 14 લાખથી વધુ છે. 

આજે દેશમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને અર્થવ્યવસ્થા તથા તેની સાથે જોડાયેલા ક્ષેત્રમાં જે સારા ફેરફાર દેખાઈ રહ્યાં છે, તેના મૂળમાં સુશાસન પર વિશેષ ભાર આપવાની મુખ્ય ભૂમિકા છે. 

દેશના દરેક નાગરિકોને મારી વિનંતી છે કે તે પોતાના મૂળ કર્તવ્યો વિશે જાણે, તેનું પાલન કરે, જેનાથી આપણું રાષ્ટ્ર નવી ઉંચાઈયો પર પહોંચી શકે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news