Weather Update: ઠંડીનો ચમકારો વધશે, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
IMD Weather Uptate, Temperature, Weather Forecast: દિલ્હી, પંજાબ, હરિયાણા, નોર્થ રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ઘણા ભાગમાં લઘુત્તમ તાપમાન 2-6 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધરાનો છે. નવા વર્ષના પહેલા દિવસે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. પાંચ દિવસ સુધી શીતલહેર અને ઘુમ્મસ છવાયેલી રહેશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતના ઘણઆ રાજ્યોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું છે અને સવારે તથા સાંજના સમયે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રવિવારે જાહેર કરાયેલા બુલેટિનમાં જણાવ્યું કે આગામી પાંચ દિવસ સુધી નોર્થવેસ્ટ ઈન્ડિયાના મેદાની વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરની સ્થિતિ બનેલી રહેશે.
હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના તાપમાન પર પણ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, દિલ્હી, પંજાબ, હરિયાણા, નોર્થ રાજસ્થાન અને પશ્ચિમી યુપીના ઘણા ભાગમાં ન્યૂનતમ તાપમાન 2-6 ડિગ્રી સેલ્સિયલ વચ્ચે નોંધાયુ છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ જોવા મળી, જ્યારે બિહાર, મધ્ય પ્રદેશ, બંગાળ, અસમ અને ત્રિપુરામાં પણ ધુમ્મસ જોવા મળી હતી. આ સિવાય પંજાબ, રાજસ્થાનમાં શીતલહેરની સ્થિતિ બની રહી.
ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં એક જાન્યુઆરી અને ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમી મધ્ય પ્રદેશમાં એક અને બે જાન્યુઆરીએ કોલ્ડવેવની સ્થિતિ બનેલી રહેશે. તો હળવી હવાઓ અને મોઇસ્ચરને કારણે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન વિઝિબિલિટી ઓછી રહેશે. આ સિવાય બિહારના ઘણા વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી આવી સ્થિતિ બનેલી રહેશે. હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરામાં ત્રણ દિવસ સુધી સવારે અને સાંજે ધુમ્મસ જોવા મળશે.
તાપમાનને લઈને ચેતવણી જાહેર કરતા હવામાન વિભાગે જણાવ્યું કે પહાડોમાં ચાલી રહેલી ઠંડી હવાઓને કારણે નોર્થવેસ્ટ અને સેન્ટ્રલ ઈન્ડિયામાં આગામી બે દિવસ સુધી બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેના કારણે રાજસ્થાનના કેટલાક ભાગમાં 1થી 3 જાન્યુઆરી, હિમાચલ અને ઉત્તરાખંડમાં એકથી ચાર જાન્યુઆરી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં એકથી પાંચ જાન્યુઆરી સુધી ઠંડીમાં વધારો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે