Weather Updates: કેરળ પહોંચ્યું ચોમાસું: સમય પહેલા 3 દિવસ પહોંચવાની આગાહી સાચી પડી, હવે ગુજરાતમાં મેઘો ક્યારે?

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, સમગ્ર માલદીવ અને લક્ષદ્વીપ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જો વાત દેશની રાજધાની દિલ્હીની કરીએ તો, આજે 29 મેના રોજ હળવા વાદળો છવાયેલા રહી શકે છે.

Weather Updates: કેરળ પહોંચ્યું ચોમાસું: સમય પહેલા 3 દિવસ પહોંચવાની આગાહી સાચી પડી, હવે ગુજરાતમાં મેઘો ક્યારે?

Weather Update, IMD Prediction, Monsoon: દેશમાં ચોમાસાના આગમનની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કેરળમાં આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ છે. આજે 29મી મેના રોજ ચોમાસાએ કેરળમાં પ્રવેશ કર્યો છે. IMD અનુસાર, કેરળમાં સામાન્ય સમય કરતાં 3 દિવસ પહેલા ચોમાસાએ દસ્તક આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે આગામી દિવસોમાં કેરળના બાકીના ભાગોની સાથે સાથે કોસ્ટલ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સિસ્ટમ આગળ વધશે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'આસાની'ની અસરને કારણે આ વખતે ચોમાસું સમય પહેલા કેરળ પહોંચી જશે.

ચોમાસું 16 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું, તે સમય કરતાં ઘણું આગળ હતું અને ચક્રવાતની બાકી રહેલી અસરને કારણે, તે આગળ વધવાની ધારણા હતી. ચોમાસાની એન્ટ્રી સાથે, હવામાન વિભાગે કેરળમાં 29 મેથી 1 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે, 30 મેના રોજ લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઈ શકે છે.

અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે 27થી 30 મેના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચશે પરંતુ પાછળથી હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળમાં પહોંચી શકે છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ દેશના અલગ અલગ ભાગોમાં વાવાઝોડું અને તોફાનની સ્થિતિ છે. જ્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે દેશમાં વાતાવરણે મિઝાજ બદલતા આજે આ જાહેરાત કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, સમગ્ર માલદીવ અને લક્ષદ્વીપ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જો વાત દેશની રાજધાની દિલ્હીની કરીએ તો, આજે 29 મેના રોજ હળવા વાદળો છવાયેલા રહી શકે છે. જોકે, સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી સંભાવના છે. દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે. જ્યારે 30 મેના રોજ (આવતીકાલે) દિલ્હીમાં હળવો વરસાદ વરસી શકે છે.

Thus the Southwest Monsoon has set in over Kerala three days ahead of its normal date.

Detailed press release will be available soon.

— India Meteorological Department (@Indiametdept) May 29, 2022

ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગનું માનીએ તો, યૂપીની રાજધાની લખનઉમાં આજે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે, આજે હળવા વાદળો પણ છવાયેલા રહી શકે છે. ગાજિયાબાદમાં ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન 39 ડિગ્રી નોંધાઈ શકે છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં આજે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. ગુજરાતના અમદાવાદમાં આજે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી રહી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ, 20 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતા છે. અગાઉ 10 જૂને વરસાદના આગમનનો વરતારો હતો. પરંતુ પવનની પેટર્ન બદલાતાં 20 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન બદલાતા હવે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે. પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ આગામી પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાની કોઇ શક્યતા નથી.

આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેવાનો છે. જેથી આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. આ વર્ષે 5 થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી. ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે, તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે. પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહિ રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજોગો હાલ નથી.

મોનસૂનને લઈને શું છે હવામાન વિભાગની ભવિષ્યવાણી?
મોનસૂનને લઈને હવામાન વિભાગે ખુશખબરી આપી છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે 29-30 મે સુધી મોનસૂન કેરળ પહોંચે તેવી આશા છે. સામાન્ય રીતે કેરળમાં મોનસૂન 1 જૂન સુધી દસ્તક આપે છે, પરંતુ આ વખતે મોનસૂન સમય પહેલા જ કેરળમાં દસ્તક આપી શકે છે.

તમને જણાવી દઈએ કે, મોનસૂન દેશમાં પધાર્યા પહેલા કેરળના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, કેરળમાં આગામી થોડાક દિવસો સુધી હવામાન એવું જ રહેવાનું છે. કેરળમાં આગામી થોડાક દિવસો સુધી વરસાદ અને આંધી-તોફાનની ગતિવિધિઓ પણ જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news