દિલ્હીની લુટિયન્સ ઝોનમાં સાંસદોને બંગલો મળે તેનો શું નિયમ છે, ક્યારે ખાલી કરવાનો હોય છે?
નેતાઓને સરકારી બંગલાને ખાલી કરાવવા પર અવારનવાર વિવાદ થતો રહે છે. લોકસભા સાંસદ ચિરાગ પાસવાન પાસેથી સરકારી બંગલો ખાલી કરાવી લેવામાં આવ્યો છે. તો પૂર્વ સાંસદ શરદ યાદવને સુપ્રીમ કોર્ટે 31 મે સુધી બંગલો ખાલી કરવાનો સમય આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા સાંસદ ચિરાગ પાસવાન પાસેથી સરકારી બંગલો ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ બંગલો તેમના દિવંગત પિતા અને કેન્દ્રીય મંત્રી રહેલા રામવિલાસ પાસવાનને ફાળવવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2020માં રામવિલાસ પાસવાનનું નિધન થઈ ગયું હતું. તેમના નિધન પછી ચિરાગ પાસવાન આ બંગલામાં રહેતા હતા. તેમની પાસેથી સરકારે હવે બંગલો ખાલી કરાવી દીધો છે.
શું વિવાદ થયો:
ચિરાગ પાસવાનનો જે બંગલો ખાલી કરાવ્યો છે તે લુટિયંસ દિલ્હીના જનપથ વિસ્તારમાં આવેલો છે. આ બંગલો રામવિલાસ પાસવાનને 1990માં એલોટ કરવામાં આવ્યો હતો. ચિરાગ પાસવાને કહ્યું કે તેમના પિતાના નિધન પછી તેમના પરિવારને આ બંગલામાં રહેવાની પરવાનગી મળી હતી. ચિરાગે એ પણ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આ બંગલામાં હંમેશા માટે રહેવાનો ન હતો. પરંતુ જે રીતે તેમની પાસેથી બંગલો ખાલી કરાવ્યો હતો જે યોગ્ય રસ્તો ન હતો. તો અધિકારીઓએ કહ્યું કે અનેકવાર ચિરાગને બંગલો ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ બંગલો ગયા વર્ષે ઓગસ્ટમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને એલોટ કરવામાં આવ્યો હતો.
શરદ યાદવે પણ બંગલો ખાલી કરવો પડશે:
ચિરાગ પાસવાનની જેમ રાજ્યસભાના પૂર્વ સાંસદ શરદ યાદવને પણ 31 મે સુધીમાં સરકારી બંગલો ખાલી કરવો પડશે. સરકાર ઈચ્છે છેકે શરદ યાદવ અત્યારે જ બંગલો ખાલી કરી દે. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને 31 મે સુધીની ડેડલાઈન આપી છે. 2017માં શરદ યાદવને રાજ્યસભા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. નેતાઓ પાસેથી સરકારી બંગલાને ખાલી કરાવવાને લઈને અનેકવાર સવાલ ઉઠતાં રહ્યા છે. રાજકીય પાર્ટીઓ તેને બદલાની કાર્યવાહી તરીકે જુએ છે. નિયમ છે કે સાંસદ પદેથી દૂર થયા પછી 15 દિવસની અંદર તમારે સરકારી બંગલો ખાલી કરવાનો રહે છે. નહીં તો દંડ લાગે છે.
સરકારી આવાસની કઈ રીતે થાય છે વહેંચણી:
1. સરકારી આવાસની વહેંચણી, રિપેરિંગ અને ભાડાનું કામ ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ જુએ છે.
2. આ વિભાગને 1922માં બનાવવામાં આવ્યો હતો.
3. આ વિભાગ મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેયર્સ અંતર્ગત આવે છે.
4. સાંસદો-મંત્રીઓને જે દિલ્હીમાં સરકારી આવાસ મળે છે જે લુટિયંસ ઝોનમાં છે.
5. સરકારી આવાસની ફાળવણી માટે એલોટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ રેસિડેન્સ રુલ્સ 1963 છે.
6. બંગલાની વહેંચણી સેલરી અને સિનિયોરિટીના આધારે થાય છે.
7. લોકસભા-રાજ્યસભાના સાંસદોને બંગલો વહેંચવાનું કામ બંને સદનની હાઉસિંગ કમિટી કરે છે.
8. ટાઈપ I થી લઈને IV સુધીના સરકારી બંગલા સામાન્ય રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ-અધિકારીઓને મળે છે.
9. જ્યારે ટાઈપ V થી VIII સુધીના બંગલા સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓને ફાળવવામાં આવે છે.
કોને મળે છે ટાઈપ VIII બંગલો:
ટાઈપ VIIIનો બંગલો સૌથી શ્રેષ્ઠ શ્રેણીનો બંગલો માનવામાં આવે છે. આ બંગલો સામાન્ય રીતે કેબિનેટ મંત્રી, સુપ્રીમ કોર્ટના જજ, પૂર્વ પ્રધાનમંત્રી, પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને નાણા વિભાગના ચેરમેનને મળે છે.
શું હોય છે ટાઈપ VIII બંગલામાં:
(1) 5 બેડરૂમ
(2) સર્વન્ટ કાર્ટર
(3) લૉન
(4) ગેરેજ
(5) વાર્ષિક 4000 કિલો લીટર પાણી
(6) 50,000 યૂનિટ ફ્રી વીજળી
(7) 3 મહિના સુધી પડદાની ધોલાઈ ફ્રી
મોદી સરકાર અને સરકારી બંગલા:
2014માં મોદી સરકાર આવ્યા પછી પૂર્વ મંત્રીઓ અને પૂર્વ સાંસદોને ઝડપથી સરકારી બંગલા ખાલી કરાવવા લાગી. એક રિપોર્ટ પ્રમાણે મોદી સરકારે પહેલાં જ વર્ષે 460 નેતાઓના 460 સરકારી બંગલા ખાલી કરાવ્યા હતા. નેતાઓના બંગલા ખાલી કરાવવાના ઉદ્દેશ્યથી મોદી સરકારે 2019માં એક કડક કાયદો પણ બનાવ્યો હતો. આ કાયદા પ્રમાણે સમય પર બંગલો ખાલી ન કરવા પર 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તે સિવાય નોટિસ મળ્યાના 3 દિવસ બાદ સરકાર બંગલો ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે