દુનિયામાં કોરોનાની ચોથી લહેર આવશે તો ભારત પર શું અસર થશે? નિષ્ણાતોએ આપ્યો ચોંકાવનારો જવાબ

દિલ્હી એમ્સમાં વરિષ્ઠ મહામારી વિજ્ઞાની ડો. સંજય રાયે જણાવ્યું છે કે સાર્સ સીઓવી-2 એક RNA વાયરસ છે. તેના વેરિયન્ટમાં ફેરફાર થવો સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું કે પહેલાથી જ તેમાં 1,000થી વધુ વખત ફેરફાર થઈ ચૂક્યા છે,

 દુનિયામાં કોરોનાની ચોથી લહેર આવશે તો ભારત પર શું અસર થશે? નિષ્ણાતોએ આપ્યો ચોંકાવનારો જવાબ

Coronavirus Updates in India: ચીન અને દક્ષિણ કોરિયા સહિત યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે ભારતમાં પણ તેની ચિંતા ફરીથી વધી ગઈ છે. હવે આ મુદ્દા પર દિલ્હી એમ્સે મોટી વાત જણાવી છે.

કોરોના વાયરસમાં થઈ ચૂક્યા છે 1 હજાર ફેરફાર
દિલ્હી એમ્સમાં વરિષ્ઠ મહામારી વિજ્ઞાની ડો. સંજય રાયે જણાવ્યું છે કે સાર્સ સીઓવી-2 એક RNA વાયરસ છે. તેના વેરિયન્ટમાં ફેરફાર થવો સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું કે પહેલાથી જ તેમાં 1,000થી વધુ વખત ફેરફાર થઈ ચૂક્યા છે, જોકે, માત્ર 5 એવા વેરિયન્ટ સામે આવ્યા છે, જે ચિંતાનું કારણ બન્યા છે.

ડો. સંજય રાયે વધુમાં જણાવ્યું છે કે, ભારતે ગત વર્ષે કોરોનાની ખુબ જ વિનાશકારી બીજી લહેરનો સામનો કર્યો, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યો. જોકે, હવે કોરોના રસીકરણને કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ છે. તેની સાથે ભારતીયોમાં બનેલ કુદરતી સંક્રમણ પણ એક મોટી શક્તિ છે, જે લોકોને લાંબા સમય સુધી સારી સુરક્ષા પ્રદાન કરે છે. ભવિષ્યની વાત કરીએ તો કોરોનાના કોઈ લહેરની ગંભીર અસર થવાની સંભાવના નથી.

માસ્ક પર છૂટ આપવા પર વિચાર કરી શકે છે સરકાર
તેમણે જણાવ્યું કે, આ એક એવો સમય છે, જ્યારે ભારત સરકાર ફરજિયાત માસ્ક પહેરવામાંથી છૂટ આપવા પર વિચાર કરી શકે છે. જો કે, વરિષ્ઠ નાગરિકો અને સંક્રમણની ઝપેટમાં આવનાર શંકાસ્પદ લોકોએ સાવચેતી તરીકે માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ.

ડૉ. સંજય રાયે ભાર મૂકતા જણાવ્યું કે, ભવિષ્યમાં કોરોના વાયરસના કોઈપણ નવા વેરિયન્ટ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરકારે જિનોમિક સિક્વન્સ સહિત SARS-CoV-2 પર દેખરેખ રાખવાનું ચાલુ રાખવું જોઈએ.

'ભારતમાં કોરોના વધુ ચેપી નહીં હોય'
અન્ય એક મહામારીના નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહરિયાએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ સામે આવે તો પણ ભારતમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા ઓછી છે.

તેમણે કહ્યું, 'જો આપણે સીરો સર્વેક્ષણ, રસીકરણ કવરેજ અને વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ્સના પ્રસારના ડેટા પર નજર કરીએ તો તે નિષ્કર્ષ પર આવી શકે છે કે ભારતમાં કોરોના મહામારી સમાપ્ત થઈ ગઈ છે. એવામાં, ભારતમાં આગામી કેટલાક મહિનાઓ સુધી કોરોનાની નવી લહેર અને નવા વેરિયન્ટ સામે આવવાની સંભાવના ખુબ જ ઓછી છે. આ એવો સમય છે જ્યારે મોટાભાગની વસ્તીને ફરજિયાત માસ્ક પહેરવામાંથી મુક્તિ મળી શકે છે.

લોકોમાં વિકસિત થઈ ચૂકી છે રોગપ્રતિકારક શક્તિ
કંઈક એવો જ અભિપ્રાય સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન હેડ ડૉ. જુગલ કિશોરે કરી છે. તેમણે કહ્યું કે સીરો સર્વેના ડેટા દર્શાવે છે કે 80-90 ટકા વસ્તી સંક્રમણથી પ્રભાવિત થઈ ચૂકી છે. એટલે કે હવે ભારતીયોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થયો છે. આવી સ્થિતિમાં સરકાર હવે લોકોને માસ્ક પહેરવા જેવા પગલામાંથી મુક્તિ આપી શકે છે.

નેશનલ કન્સલ્ટન્સી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનના વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ. એન.કે. અરોરાએ દેશમાં રસીકરણનું ઉચ્ચ કવરેજ કર્યું છે. એવામાં ભારતમાં કોઈ નવી લહેરની ગંભીર અસર થવાની શક્યતા ઓછી છે.

કોરોનાના 1761 નવા કેસ નોંધાયા
જ્યારે, ઘણા તબીબી નિષ્ણાતોએ જણાવ્યું છે કે દરરોજ સામે આવતા કોરોના વાયરસના નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં, સરકારે માસ્ક પહેરવાની છૂટ આપવા પર વિચાર કરવો જોઈએ. જણાવી દઈએ કે, રવિવારે દેશમાં કોરોના વાયરસના 1,761 નવા કેસ નોંધાયા હતા, જે લગભગ 688 દિવસમાં સૌથી ઓછા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news