31 ડિસેમ્બર બાદ આ ફોન્સ પર બંધ થઈ જશે Whats App, ક્યાંક તમારો ફોન તો નથી?

છેલ્લા કેટલાક દિવસમાં નવા ફીચર લાવ્યાબાદ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (Whats App) ટૂંક સમયમાં જ વધુ એક ફેરફાર લાવવા જઈ રહી છે, જો તમે પણ ઓફિશિયલી અને નોન-ઓફિશિયલી વ્હોટ્સએપ (Whats App) યુઝ કરો છો તો આ સમાચાર વાંચવા તમારે જરૂરી છે...

31 ડિસેમ્બર બાદ આ ફોન્સ પર બંધ થઈ જશે Whats App, ક્યાંક તમારો ફોન તો નથી?

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસમાં નવા ફીચર લાવ્યાબાદ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (Whats App) ટૂંક સમયમાં જ વધુ એક ફેરફાર લાવવા જઈ રહી છે, જો તમે પણ ઓફિશિયલી અને નોન-ઓફિશિયલી વ્હોટ્સએપ (Whats App) યુઝ કરો છો તો આ સમાચાર વાંચવા તમારે જરૂરી છે. 31 ડિસેમ્બર, 2018 બાદ વ્હોટ્સ એપ કેટલીક જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર પોતાનો સપોર્ટ બંધ કરવાની છે. જો તમારો ફોન પર આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે તો તમારા ફોનમાં 1 જાન્યુઆરી, 2019થી વ્હોટ્સ એપ બંધ થઈ જશે. 

આ કારણે બંધ થશે વ્હોટ્સએપ
વ્હોટ્સએપ તરફથી નોકિયાની જૂની ઓપરેટિંગ સિસ્ટમ Nokia S40 પર સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આથી જે યુઝર્સ પાસે Nikia S40  ઓપરેટિંગ સિસ્ટમવાળો ફોન છે, તેઓ વ્હોટ્સએપ યુઝ કરી શકશે નહીં. તેનું કારણ એ છે કે, વ્હોટ્સએપ મેસેજિંગ એપ દ્વારા હવે આ ઓપરેટિંગ સિસ્ટમના ફિચર ડેવલપ કરવાનું બંધ કરી દેવાયું છે. 

એક વર્ષ બાદ આ OS પર પણ બંધ થશે
આગામી દિવસોમાં વ્હોટ્સેપ Nokia ઉપરાંત અન્ય ઓપરેટિંગ સિસ્ટમ (OS) પર પણ બંધ થઈ શકે છે. 1 ફેબ્રુઆરી, 2020 પછી એન્ડ્રોઈડ 2,3,7 અને તેના જૂના વર્ઝન ઉપરાંત iPhone iOS7 અને તેની જૂની સિસ્ટમ્સ પર પણ વ્હોટ્સ એપ કામ નહીં કરે. 

આ અગાઉ વ્હોટ્સએપ દ્વારા વિન્ડોઝ ફોન 8.0 (Windows Phone 8.0), બ્લેકબેરી OS અને બ્લેકબેરી-10 માટે 31 ડિસેમ્બર, 2017થી સપોર્ટ બંધ કરી દેવાયો હતો. તેના એક વર્ષ બાદ ફરી વ્હોટ્સએપ તરફથી કેટલાક અન્ય પ્લેટફોર્મ માટે આ નિર્ણય લેવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news