ઐશ્વર્યાની આરાધ્યા છે મમ્મીની ડુપ્લિકેટ ! ડાન્સના Video અને તસવીર જોવા કરો ક્લિક

હાલમાં નીતા અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું

ઐશ્વર્યાની આરાધ્યા છે મમ્મીની ડુપ્લિકેટ ! ડાન્સના Video અને તસવીર જોવા કરો ક્લિક

મુંબઈ : હાલમાં નીતા અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં બોલિવૂડના મોટા મોટા સેલેબ્સના બાળકો ભણે છે. આ બાળકોને સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન ચિયર કરવા માટે બોલિવૂડ સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો. આ તમામ બાળકોમાં ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બે પોનીટેઇલ અને મેકઅપ સાથે જોવા મળેલી આરાધ્યા લુકમાં ઐશ્વર્યાની ડુપ્લિકેટ જેવી લાગતી હતી. 

આ ફંક્શનમાં આરાધ્યાનું ડાન્સ પર્ફોમન્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. આ સિવાય બીજા સ્ટારકિડ્સની તસવીરો વાઇરલ બની રહી છે.  આ ફંક્શનમાં ઐશ્વર્યા સામાન્ય માતા-પિતાની જેમ જ ખુશ થઈથઈને દીકરીનો વીડિયો શૂટ કરતા અને ફોટા ક્લિક કરતા જોવા મળી હતી.

A post shared by AbhiAsh_IndoFc (@abhiash_indofc) on

A post shared by Viral Bhayani (@viralbhayani) on

A post shared by Viral Bhayani (@viralbhayani) on

A post shared by AbhiAsh_IndoFc (@abhiash_indofc) on

A post shared by Manav Manglani (@manav.manglani) on

A post shared by Viral Bhayani (@viralbhayani) on

A post shared by AbhiAsh_IndoFc (@abhiash_indofc) on

A post shared by AbhiAsh_IndoFc (@abhiash_indofc) on

A post shared by AbhiAsh_IndoFc (@abhiash_indofc) on

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડેના સેલિબ્રેશનમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, શાહરૂખ ખાન, ગૌરી ખાન, કરિશ્મા કપૂર, સુઝેન ખાન જોવા મળ્યા હતા. આરાધ્યાના સ્ટેજ પર ડાન્સ કરવા વિડીયોઝ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. આરાધ્યા બે પોની ટેઈલમાં જોવા મળી હતી. આરાધ્યા પરફોર્મ કરી રહી હતી ત્યારે સામાન્ય વાલીની જેમ એશ્વર્યાએ પણ ઘણા બધા ફોટોઝ અને વીડિયોઝ લીધા હતા. કરિશ્માનો પુત્ર કિઆન કપૂર પણ આ સ્કૂલમાં ભણે છે. કરિશ્મા પણ પુત્રને ચિયર કરવા સ્કૂલમાં આવી હતી. આમિર ખાનનો પુત્ર આઝાદ રાવ ખાન પણ સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શનમાં જોવા મળે છે. તેના પેરેન્ટ્સ નહતા આવ્યા પણ તેણે આરાધ્યા સાથે પરફોર્મન્સ આપ્યું હતું. સુઝેનના પુત્ર રેહાન અને રિદાન આ જ શાળામાં ભણે છે. હૃતિકની ભૂતપૂર્વ પત્ની પણ બાળગકોને ચિયર કરવા આવી હતી. શાહરૂખ ખાન અત્યારે ઝીરોના પ્રમોશન્સમાં ખૂબ જ વ્યસ્ત છે. છતાંય તે અબરામના એન્યુઅલ ફંક્શનમાં હાજરી પૂરાવવાનું ચૂક્યો નહોતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news