gandhiji

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? પાટીલના એક નિવેદને ઉડાડી ધારાસભ્યોની ઊંઘ!

આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપ (BJP) નો દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી હતી

Oct 12, 2021, 09:15 AM IST

ગાંધીજીની જન્મ જયંતીએ દરગાહમાંથી હથિયારોનો જથ્થો, લતીફનો સાગરીત મોહમ્મદ ટેમ્પો ઝડપાયો

હથિયારો સાથે રીયલ લાઇફનો ખલનાયક મોહમ્મદ ટેમ્પો ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ડોન લતીફનો સાગરીત મોહંમદ ટેમ્પા અને તેના સાગરીતની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે 8 પિસ્તોલ અને 62 જીવતાં કારતુસ જપ્ત કર્યા છે. આરોપીએ આ હથિયાર દરગાહમાં છુપાવ્યા હતા જે મળી આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા આ બન્ને આરોપીઓ કુખ્યાત ગુનેગાર મોહમ્મદ હુસૈન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઇ શેખ અને તેમનો ડ્રાઇવર સરફરાજ ઉર્ફે શફીની છે. જેમને ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે ઝડપી લીધા હતા.

Oct 2, 2021, 05:13 PM IST

અટલજીએ કહ્યું હતુંકે, સાવરકર એક વ્યક્તિ નહીં વિચાર છે, જાણો સાવરકરના 'વીર' બનવાની કહાની

Veer Savarkar Birth Anniversary: પૂર્વ પ્રધાનમંત્રી અટલજીએ તેમના એક ભાષણમાં વીર વિનાયક દામોદર સાવરકરને કાંઈક આવી રીતે પરિભાષિત કર્યા હતા, 'સાવરકર એક વ્યક્તિ જ નહીં, વિચાર છે. તેઓ એક ચિંગારી નથી, અંગાર છે. તેઓ સીમિત નથી વિસ્તાર છે.'

May 28, 2021, 01:22 PM IST

ગાંધીજી જેવો જુસ્સો છે આ અમદાવાદીનો, 65 વર્ષમાં ત્રણવાર દાંડીયાત્રા કરી

હાલ અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા તેના રુટ પર આવતા વિવિધ ગામોમાંથી પસાર થઈ રહી છે. આ દાંડી યાત્રામાં અનેક લોકો ઉત્સાહભેર જોડાયા છે. પરંતુ આ દાંડી યાત્રામાં 65 વર્ષના પિષુયભાઈ શાહનો ઉત્સાહ જોવા જેવો છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડિયાત્રા સમનીથી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના 65 વર્ષના પિયુષભાઈ શાહ જેઓ દોડીને આખી યાત્રા પૂર્ણ કરશે. તેઓ સૌથી પહેલા ભરૂચના ત્રાલસા મુકામે આવી પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, પિષુયભાઈના આ ત્રીજીવારની દાંડીયાત્રા છે. 

Mar 25, 2021, 02:08 PM IST

નાનકડું દેલાડ પણ ઐતિહાસિક દાંડી યાત્રાનું સાક્ષી રહ્યું છે, જ્યાં ગાંધીજીએ મૌન પાળ્યું હતું

  • બાપુની દાંડી યાત્રા ૨૦ મા દિવસે ઓલપાડના દેલાડ પહોંચી હતી
  • દેલાડ ખાતે બે દિવસ પસાર કર્યા બાદ બાપુએ એ દિવસ મૌન રાખ્યું હતું 

Mar 14, 2021, 08:54 AM IST

DANDI YATRA: દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીની ધરપકડની હતી સંભાવના, આ વ્યક્તિએ અંગ્રેજો સામે અજમાવ્યો આ કિમિયો

ગાંધીજીએ 1930માં મીઠાના ભાવ માટે દાંડીયાત્રા કરી હતી. 91માં વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીકૂચ કરવાના છે જેનો 12 તારીખથી પ્રારંભ થશે. આઝાદીનો અમૃત મહોત્સવ 75 અઠવાડિયા સુધી ઉજવાશે. જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કરી હતી ત્યારે એક અદિભુત કિસ્સો થયો હતો.

Mar 12, 2021, 12:15 PM IST

દાંડી માર્ચ @ 91 વર્ષ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી કરાવશે દાંડી માર્ચનો પ્રારંભ

  • કાર્યક્રમને લઈને ઐતિહાસિક દાંડી બ્રિજની નીચે સાફ સફાઈ શરૂ કરાઈ છે
  • દાંડી બ્રિજ નીચેથી વહી રહેલું ગંદુ પાણી ચોખ્ખુ કરવાની કવાયત હાથ ધરાઈ

Mar 6, 2021, 11:01 AM IST

વિશ્વભરમાં ગાંધીજીના ગુનગાન ગવાયા, પણ તેમની જન્મભૂમિ જ ભૂલાઈ

  • ગાંધીજીનો જે પોરબંદરમાં જન્મ થયો હતો, તે પોરબંદરમાં જ સ્મૃતિ ભવનના ગ્રંથાલય અને સંગ્રાહલયની યોગ્ય જાળવણી થઈ નથી રહી
  • ગાંધીજીના ગામમાં જ ગાંધીજીની જાણે ઉપેક્ષા થઈ રહી હોય તેમ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયુ

Jan 30, 2021, 12:07 PM IST

ગાંધીજીના પૌત્રએ ગાંધી આશ્રમને 550 પત્રો ભેટ આપ્યા, જે ગાંધીજીએ પુત્ર દેવદાસને લખ્યા હતા

ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ અમદાવાદના ગાંધી આશ્રમ (gandhi ashram) ને એ પત્રો ભેટ આપ્યા છે, જે ગાંધીજીએ ખુદ લખેલા હતા. ગોપાલકૃષ્ણ ગાંધી (gopalkrishna gandhi) એ વર્ષો સુધી આ પત્રોને સાચવી રાખ્યા હતા. જેમાં ગાંધીજી અને તેમના પુત્ર દેવદાસ ગાંધી વચ્ચે થયેલા વાતચીત છે. દેવદાસ ગાંધી એ મહાત્મા ગાંધી (gandhiji) ના ચોથા પુત્ર અને ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા હતા. ગાંધી પરિવાર તરફથી આશ્રમને કુલ 550 પત્રો ભેટ મળ્યા છે, જેમાં ગાધીજીએ લખેલા 190 પત્રોનો સમાવેશ થાય છે. ગાંધીજીએ દેવદાસને 1920 થી 1948 દરમ્યાન આ પત્રો લખ્યા હતા.

Jan 16, 2021, 08:49 AM IST

જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ અપાવી

ગુજરાતની સંસ્કૃતિ પર ટ્વિટ કરીને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વિવાદને જન્મ આપ્યો છે. આવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુહાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની ટ્વિટમાં જામનગરના રાજા જામસાહેબના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવા આ કિસ્સાને ફરીથી યાદ કરવો જરૂરી છે. જે રામચંદ્ર ગુહાને એક લપડાક સમાન છે. 

Jun 12, 2020, 01:02 PM IST

ગુહા તમને ખબર નથી, પણ ગુજરાતની સંસ્કૃતિ તમારા કે ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી

‘ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે’ એવી ટ્વિટ કરનાર ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Ramchandra Guha) ને જવાબ આપવામાં ગુજરાતની જનતા સક્ષમ છે. આ સ્ટેટમેન્ટ પોલિટિકલ છે, વિવાદિત વાતો કરવી એ ગુહાની આદત છે. પણ, હકીકતમાં ગુજરાતનો ઈતિહાસ એટલો સમૃદ્ધ છે કે તેને સમજવામાં રામચંદ્ર ગુહા ટૂંકા પડ્યા છે. ગુજરાતની સંસ્કૃતિની સમૃદ્ધતા સમજવામાં રામચંદ્ર ગુહા કાચા પડ્યા છે. એટલે જ #GuhaDividesIndia હેશટેગ પર લોકોએ રામચંદ્ર ગુહાને સણસણતા જવાબ આપ્યા છે. આ જવાબો આપનારાઓમાં બિનગુજરાતીઓ પણ હતા. તેનું કારણ એક જ છે કે, ગુજરાત એવુ રાજ્ય છે, જેણે અન્ય રાજ્યોના લોકોને પણ પોતાનામાં સમાવ્યા છે. જે પ્રજાએ પારસીઓને આશરો આપ્યો હતો, તે જ તેની સંસ્કૃતિ બતાવે છે. ગુજરાતની સંસ્કૃતિ કોઈ ગુહા કે કોઈ ફિલિપના સર્ટિફિકેટની મોહતાજ નથી. 

Jun 12, 2020, 09:30 AM IST

ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની થઈ હતી ઓફર, ત્યારે આપ્યો હતો આ જવાબ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના બ્રિટન અને દક્ષિણ આફ્રિકા મુસાફરી દરમિયાન અનેક ખ્રિસ્તીઓના સંપર્કમાં આવ્યા હતા. ભારત પરત ફર્યા બાદ આઝાદીની લડાઈના દિવસોમાં દેશ-દુનિયાભરમાં તેમના ખ્રિસ્તી મિત્રો રહ્યા હતા. આ તમામમાંથી એક મિત્રએ તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા આગ્રહ કર્યો હતો. પરંતુ અપ્રત્યક્ષ રીતે.... આ આગ્રહને ગાંધીજીએ નકારી કાઢ્યો હતો. આજનો દિવસ ક્રિસમસ દિવસ તરીકે ઉજવાય છે. પશ્ચિમ સમાજમાં આ દિવસ બહુ જ ખાસ હોય છે. આ પ્રસંગે એક એવી રસપ્રદ વાત કરવી જરૂરી બને છે, જે મહાત્માં ગાધીના ધર્મ પરિવર્તનની બાબત સાથે જોડાયેલી છે. 

Dec 25, 2019, 03:27 PM IST

ગુજરાતમાં દારૂબંધીઃ અશોક ગેહલોત અને વિજય રૂપાણીના એક-બીજા પર પ્રહાર

શનિવારે ગુજરાત કોંગ્રેસના જનવેદના સંમેલનમાં(Congress Janvedna Sammelan) ભાગ લેવા આવેલા અશોક ગેહલોત (Ashok Gehlot) પોતાના નિવેદન પર વળગી રહ્યા હતા અને ફરીથી કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ(Liqueur) વેચાય જ છે. અશોક ગેહલોત (Ashok Gehlot) નિવેદનનો જવાબ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) જવાબ આપતા કહ્યું કે, ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં(Rajasthan) દારૂબંધી લાગુ કરી બતાવે. 

Nov 30, 2019, 09:57 PM IST

Rajkot : ગાંધીજીએ સ્થાપેલી શાળામાંથી પકડાયો 5 લાખની કિંમતનો દારૂ

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગાંધીજીએ 1920માં સ્થાપેલી શાળામાંથી પકડાયો દારૂ. રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા રાષ્ટ્રીય શાળામાં(National School) આવેલા એક ક્વાર્ટરમાં રેડ પાડવામાં આવી હતી. 

Nov 29, 2019, 09:56 PM IST

એક સમયે ગાંધીજી પણ હતા ફૂટબોલના શોખીન, દક્ષિણ આફ્રિકામાં શરૂ કરી હતી ત્રણ ક્લબ

ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ વિશે તો સૌ જાણે છે પરંતુ તેમણે ત્યાં એક અલગ કામ કર્યું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં 1896માં એક- બે નહીં પરંતુ ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હા, તેમણે ડરબન, પ્રીટોરિયા અને જોહાનિસબર્ગમાં ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી અને તેને 'પેસિવ રજિસ્ટર્સ સોકર ક્લબ્સ' નામ આપ્યું હતું. 

Oct 21, 2019, 11:51 PM IST

ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? દારૂડિયાના ત્રાસ વિશે પોલીસવડાને અરજી લખો... શાળામાં આવા પ્રશ્નો પૂછાતા થયો વિવાદ

ગાંધીનગર (Gandhinagar) ની એક શાળામાં એક પરીક્ષામાં પૂછાયેલા ગાંધીજી (Gandhiji) ની આત્મહત્યા અને દારુબંધી (liquor ban) ના વિષયોને નિબંધને લઈને વિવાદ છંછેડાયો છે. સંવેદનશીલ એવા આ મુદ્દા પર ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લખવાનુ કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ શિક્ષણ વિભાગ આ પ્રકારના પૂછાયેલા પ્રશ્નોથી સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. આવા પ્રકારના પ્રશ્નોથી બાળકોના માનસ પર કેવી અસર થાય છે તે સૌથી મોટો મુદ્દો છે.

Oct 13, 2019, 08:24 AM IST

ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી

ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. 

Oct 3, 2019, 09:02 AM IST

વાયબ્રન્ટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી માઁ અંબાની આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી.

Oct 2, 2019, 09:40 PM IST

દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું પીએમ મોદીનું આહવાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે. મોદીએ ચંદ્રકાન્ત મુલકરની સાથે મુલાકાત કરી. મન કી બાતમાં આ અંગે મોદીએ વાત કરી હતી. જેઓએ પોતાના પેંશન ની 1/3 રકમ શૌચાલય બનાવવા વાપરી છે

Oct 2, 2019, 07:20 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ, બાપુની પ્રતિમાં પહેરાવી સુતરની આંટી

વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી  ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે. 

Oct 2, 2019, 06:52 PM IST