કોણ છે વિક્રમજીત અને સીચેવાલ, જેમને AAP એ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર
પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ટ્વીટ કરી કહ્યું કે 'મને તમને જણાવવા આનંદ થાય છે કે આમ આદમી બે પદ્મ વિભૂષણ શ્રી પુરસ્કાર વિજેતાઓને રાજ્ય સભાના સભ્યના રૂપમાં નામિત કરી રહ્યા છે.
Trending Photos
Punjab Rajya Sabha Election 2022: દેશના 15 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીને લઇને ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. પંજાબમાં રાજ્યસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બે નામ નક્કી કર્યા છે. પાર્ટીએ પદ્મશ્રી સંત સીચેવાલ અને પદ્મશ્રી વિક્રમજીત સિંહ સાહનીના નામ પર મોહર લગાર છે. સંત બલબીર સિંહ સીચેવાલ નદીઓમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે જાણિતા છે. બાબા સીચેવાલા અને ECO નામથી તે ખૂબ જાણિતા છે.
બાબા સીચેવાલને સુલ્તાનપુર લોધીમાં 160 કિલોમીટર લાંબી કાલીબેન નદીની સફાઇનો શ્રેય આપવામાં આવે છે. એકલા 2007 માં કાલી બેન નદીની સફાઇ શરૂ કરી હતી. જલંધરના ખેડૂત પરિવારમાં જન્મેલા બાબા સીચેવાલ ઘણા વર્ષોથી નદીઓમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે ચળવળ ચલાવી રહ્યા છે. 2017 માં બાબ સીચેવાલના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું હતું.
પંજાબમાં AAP ના રાજ્યસભાના ઉમેદવાર
સમાજસેવી વિક્રમજીત સિંહ સાહનીએ શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વિક્રમજીત સાહની વર્ષોથી સમાજ કલ્યાણના કામો સાથે જોડાયેલા છે. વિક્રમજીત સાહનીને મોરીશસના રાષ્ટ્રપતિ, આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વ પંજાબી સંસદીય મંચનું ગઠન કરી દુનિયાભરમાં તેમણે પંજાબી સંસ્કૃતિનો પ્રચાર કર્યો. બોલે સો નિહાલ, 'ગુરૂ માન્યો ગ્રંથ' અને 'સરબંસદાની' જેવા ઘણા કાર્યક્રમ કરાવ્યા.
સંત સીચેવાલ અને વિક્રમજીત સાહનીના નામ પર મોહર
સમાજસેવી વિક્રમજીત સિંહ સાહનીએ હજારો પંજાબી વિદ્યાર્થી માટે સ્કોલરશિપ પુરી પાડી છે. વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઇઝેશનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહેતા 22થી વધુ દેશોમાં પંજાબના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વિક્રમજીત સાહનીએ 500થી વધુ અફઘાન હિંદુઓ અને સિખોના પુનર્વાસની જવાબદારી લીધી. કોવિડ 19 સમયે વિક્રમજીત સાહનીએ પંજાબના ગામોમાં કોવિડ 19 ટેસ્ટીંગ ક્લિનિક, એમ્બુલન્સ અને બે હજારથી વધુ ઓક્સિજન સિલિન્ડરની મદદ પુરી પાડી હતી.
मुझे बताते हुए बहुत खुशी हो रही है कि आम आदमी पार्टी दो पद्म श्री अवार्ड से सम्मानित शख्सियतों को राज्य सभा मेंबर नामज़द कर रही है...एक वातावरण प्रेमी पद्म श्री संत बलबीर सिंह सींचेवाल, दूसरे पंजाबी कल्चर से संबंधित पद्म श्री विक्रमजीत सिंह साहनी...दोनों को मेरी ओर से शुभकामनाएं
— Bhagwant Mann (@BhagwantMann) May 28, 2022
સીએમ ભગવંત માને કર્યું ટ્વીટ
પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ટ્વીટ કરી કહ્યું કે 'મને તમને જણાવવા આનંદ થાય છે કે આમ આદમી બે પદ્મ વિભૂષણ શ્રી પુરસ્કાર વિજેતાઓને રાજ્ય સભાના સભ્યના રૂપમાં નામિત કરી રહ્યા છે. એક પર્યાવરણ પ્રેમી પદ્મ શ્રી સંત બલબીર સિંહ સીચેવાલ, બીજા પદ્મ શ્રી વિક્રમજીત સિંહ સાહની પંજાબી સંસ્કૃતિ સાથે સંબંધિત છે... બંનેને મારી શુભેચ્છાઓ. 'તમને જણાવી દઇએ કે અંબિકા સોની (કોંગ્રેસ) અને બલવિંદર સિંહ ભુંદર (શિરોમણી અકાલી દળ) ના રાજ્ય સભા સભ્યોઓ કાર્યકાળ 4 જુલાઇએ સમાપ્ત થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે