Mohali University: નહાતી છોકરીના વીડિયો બનાવી કોને મોકલતી વિદ્યાર્થીની? 50થી વધુ ગર્લ્સના બનાવ્યા વીડિયો

Mohali University: યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ફર્સ્ટ યરની એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીનીએ એમબીએનો અભ્યાસ કરી રહી છે. તેણે વોશરૂમમાં મોબાઈલ મુકી 50 થી વધુ વિદ્યાર્થીનીના નહાતા સમયના વીડિયો બનાવ્યા છે

Mohali University: નહાતી છોકરીના વીડિયો બનાવી કોને મોકલતી વિદ્યાર્થીની? 50થી વધુ ગર્લ્સના બનાવ્યા વીડિયો

Mohali University: મોહાલીમાં યુનિવર્સિટીની ગર્લ સ્ટૂડન્ટ્સના નહતા વીડિયો વાયરલ કરવા મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીનીની ધરપકડ કરી લીધી છે. આરોપી વિદ્યાર્થીનીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેણે માત્ર પોતાનો વીડિયો જ મોકલાવ્યો છે. અન્ય કોઈ વિદ્યાર્થીનીનો વીડિયો નથી બનાવ્યો. ત્યારે આ મામલે યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેણે 50 થી વધુ વિદ્યાર્થીનીના નહાતા સમયના વીડિયો બનાવ્યા છે. 

યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ફર્સ્ટ યરની એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીનીએ એમબીએનો અભ્યાસ કરી રહી છે. તેણે વોશરૂમમાં મોબાઈલ મુકી 50 થી વધુ વિદ્યાર્થીનીના નહાતા સમયના વીડિયો બનાવ્યા છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, આરોપીએ તેના બોયફ્રેન્ડને વીડિયો શેર કર્યા છે.

વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, ગર્લ્સ હોસ્ટેલ પહેલા બોયઝ હોસ્ટેલ હતું. ત્યારબાદ તેને ગર્લ્સ હોસ્ટેલમાં ફેરવવામાં આવ્યું છે. જોકે, અત્યારે પણ ત્યાં ઘણા બોયઝ રહે છે. વિદ્યાર્થીનીએ દાવો કર્યો છે કે હોસ્ટેલ વોર્ડન અને અન્ય અધિકારીઓ આ મામલાને પતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જે બાદ અમે વિરોધ પ્રદર્શન કર્યું. આ પહેલા મોહાલીના એસએસપી વિવેક સોનીએ કહ્યું હતું કે, આરોપી સ્ટૂડન્ટ્સે પૂછપરછમાં જણાવ્યું કે તેણે કોઈ વિદ્યાર્થીનીનો વીડિયો રેકોર્ડ કર્યો નથી. તેણે માત્ર પોતાનો જ વીડિયો રેકોર્ડ કરી મોકલાવ્યો હતો. એસએસપીના જણાવ્યા અનુસાર આરોપીનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.

Protesting students have alleged loss of life & injuries related to this incident. Police version awaited pic.twitter.com/px1O0SDYaF

— ANI (@ANI) September 18, 2022

શિમલા મોકલવામાં આવી પોલીસ ટીમ
મોહાલીના એસએસપી (ગ્રામીણ) એ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીના બોયફ્રેન્ડની પૂછપરછ માટે પોલીસ ટીમને શિમલા મોકલવામાં આવી છે. તે શિમલામાં રહે છે. હોસ્ટેલ વોર્ડન જેને વિદ્યાર્થીનીને વીડિયો ડિલીટ કરવા માટે કહ્યું હતું, તેની પણ પૂછપરછ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે તેણે પોતાનો વીડિયો બોયફ્રેન્ડ સાથે શેર કર્યો હતો. હોસ્ટેલની છોકરીઓને બંધ કરવાનો આરોપ ખોટો છે.

પુરાવવા એકઠા કરવાના કામે લાગી પોલીસ
આ પહેલા રવિવાર સવારે યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા એસએસપી વિવેક સોનીએ જણાવ્યું હતું કે આમામલે એફઆઇઆર નોંધી આરોપી વિદ્યાર્થીનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસે પૂરતા પુરાવા છે, પરંતુ હજુ કેટલાક પુરાવા એકઠા કરવાના છે. આ સાથે જ એસએસપીએ જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીની શિમલામાં કોઈ શખ્સને વીડિયો બનાવી મોકલતી હતી. અમે આ મામલે પણ તપાસ કરી રહ્યા છે અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ત્યાં વીડિયો કેમ મોકલવામાં આવ્યા.

— ANI (@ANI) September 18, 2022

આપઘાતની ઘટનાથી પોલીસનો ઇનકાર
પોલીસે કોણપણ પ્રકારના આપઘાતના કિસ્સાને નકારી કાઢ્યો છે. તેમણે જણાવ્યું કે, કોઈપણ પ્રકારના આપઘાતના પ્રયાસનો કોઈ મામલો અમારી સામે આવ્યો નથી. આ મામલે આઇપીસીની કલમ 354C અને આઇટી એક્ટ 66A અને 67A અંતર્ગત એફઆઇઆર નોંધાવામાં આવી છે. જણાવી દઈએ કે, શનિવાર સાંજે સાડા સાત વાગે વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી હોસ્ટેલ બહાર હંગામો કર્યો હતો. તેમનો આરોપ હતો કે એક વિદ્યાર્થીનીએ નહાતા સમયે તેમનો વીડિયો બનાવ્યો છે. વિદ્યાર્થીનીઓના હંગામાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાના ઉચ્ચ સ્તરીય તાપસના આદેશ: ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ચંડીગઢ યુનિવર્સિટીની ઘટના સાંભળી દુ:ખ થયું છે. આપણી દીકરીઓ આપણી શાન છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જે પણ દોષિત હશે, કડક કાર્યવાહી કરવામાં આવશે. હું સતત પ્રશાસન સાથે સંપર્કમાં છું. હું સૌને અપીલ કરું છું કે અફવાઓથી દૂર રહો.

દોષિતોને મળશે કડક સજા: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઘટનાને શરમજનક કહી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું- યુનિવર્સિટીમાં એક છોકરીએ કેટલીક વિદ્યાર્થીનીના આપત્તિજનક વીડિયો રેકોર્ડ કરી વાયરલ કર્યા છે. આ ખુબ જ સંગીન અને શરમજનક છે. તેમાં સામેલ તમામ દોષિતોને કડક સજા મળશે. પીડિત વિદ્યાર્થીની હિંમત રાખો. અમે બધા તમારી સાથે છીએ. તમામ સંયમથી કામ લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news