હરિયાણામાં 50 બેઠકો પર હાર્યા કેવી રીતે? ભાજપ હેરાન પરેશાન, લીધુ આ મહત્વનું પગલું

હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો છે જેમાંથી 40 બેઠકો ભાજપને મળી અને 50 બેઠકો પર ભાજપ હાર્યું. ભાજપ આ હારથી પરેશાન છે અને એટલે જ હવે ભાજપ ક્ષેત્રવાર સમીક્ષા કરશે. રાજ્યમાં સાત મંત્રીઓની હાર અને ભાજપના પાંચ બળવાખોરો ચૂંટણી જીત્યા તેનાથી પણ ભાજપ સ્તબ્ધ છે. પાર્ટીને લાગે છે કે અનેક બેઠકો પર ટિકિટ ફાળવણીમાં ચૂંક થઈ છે. નહીં તો પરિણામો 2014 જેવા હોત. ભજાપની તપાસના કેન્દ્રબિન્દુમાં ઈલેક્શન મેનેજમેન્ટ પણ છે. 

હરિયાણામાં 50 બેઠકો પર હાર્યા કેવી રીતે? ભાજપ હેરાન પરેશાન, લીધુ આ મહત્વનું પગલું

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો છે જેમાંથી 40 બેઠકો ભાજપને મળી અને 50 બેઠકો પર ભાજપ હાર્યું. ભાજપ આ હારથી પરેશાન છે અને એટલે જ હવે ભાજપ ક્ષેત્રવાર સમીક્ષા કરશે. રાજ્યમાં સાત મંત્રીઓની હાર અને ભાજપના પાંચ બળવાખોરો ચૂંટણી જીત્યા તેનાથી પણ ભાજપ સ્તબ્ધ છે. પાર્ટીને લાગે છે કે અનેક બેઠકો પર ટિકિટ ફાળવણીમાં ચૂંક થઈ છે. નહીં તો પરિણામો 2014 જેવા હોત. ભજાપની તપાસના કેન્દ્રબિન્દુમાં ઈલેક્શન મેનેજમેન્ટ પણ છે. 

ભાજપના વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટીના ટોચના નેતૃત્વનું માનવું છે કે હરિયાણામાં ઈલેક્શન મેનેજમેન્ટમાં પણ કઈંક ચૂંક થઈ છે. ટિકિટના દાવેદાર ઉમેદવારો અંગે જાણકારીઓ ભેગી કરીને બનાવવામાં આવેલો રિપોર્ટ બરાબર નહતો. જેમાં અનેક બેઠકો પર યોગ્ય ઉમેદવારોને નજરઅંદાજ  કરીને નબળા ઉમેદવારોને ટિકિટ મળી. 

નેતૃત્વને એમ પણ લાગે છે કે ભાજપ સમયસર દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી પાર્ટી જેજેપીની તાકાતનો અંદાજો લગાવી શકી નહીં કે પછી ન તો પરસ્પર કલહ સામે ઝૂઝતી કોંગ્રેસના હૂડ્ડાની કોશિશોથી જંગમાં વાપસીનો તેને અંદાજો આવી શક્યો. ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન ભાજપ અતિ આત્મવિશ્વાસનો ભોગ બની જેનાથી પાર્ટી સમયસર પોતાની રણનીતિઓમાં ફેરફાર કરી શકી નહીં અને બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું. 

ટિકિટ વિતરણને લઈને પણ અનેક બેઠકો પર ઘમાસાણ જોવા મળ્યું. ચૂંટણી દરમિયાન આદમપુર, રેવાડી સહિત અનેક બેઠકો પર ઉમેદવારોને લઈને કાર્યકરોમાં નારાજગી જોવા મળી. રેવાડીમાં તો કાર્યકરોએ દીનદયાળ ઉપાધ્યાયની ડાયરીના કથનને હોર્ડિંગ પર પ્રકાશિત કરીને પોતાની નારાજગીનું પ્રદર્શન કર્યું હતું. 

ભાજપના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી પાર્ટી સરકાર બનાવવામાં ગૂંચવાયેલી હતી. રવિવારે સરકાર બની ગયા બાદ હવે પાર્ટીનું ફોકસ રાજ્યમાં જે 50 બેઠકો પર હાર થઈ છે અને પાર્ટી બહુમતથી ચૂકી છે તેના કારણો પર રહેશે અને સમીક્ષા થશે. આ મુદ્દે પાર્ટી અગાઉ પ્રદેશ શાખા પાસે રિપોર્ટ માંગી ચૂકી છે. ભાજપનું ટોચનું નેતૃત્વ દરેક બેઠક પર હારના કારણોની તપાસ કરાવવા માંગે છે જેથી કરીને આગામી ચૂંટણીમાં ભૂલનું પુનરાવર્તન ન થાય. 

જુઓ LIVE TV

હકીકતમાં ભાજપનું માનવું છે કે 2014ની સરખામણીમાં 2019ની વિધાનસભા ચૂંટણી સરળ હતી. 2014માં હરિયાણામાં વિધાનસભા ચૂંટણી બહુમતથી જીતવી અનેકગણી મુશ્કેલ હતી. કારણ કે ત્યારે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી પડી હતી. પરંતુ આ વખતે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં પાર્ટીની સરકાર હોવા છતાં બહુમતથી દૂર રહેવું એ ચોંકાવનારું છે. મનોહરલાલ ખટ્ટર સરકારમાં કોઈ એન્ટી ઈન્કમ્બન્સીની લહેર પણ નહતી. આ ઉપરાંત પાંચ મહિના પહેલા જ ભાજપને રાજ્યની તમામ 10 લોકસભા બેઠકો પર જીત મળી હતી. 

2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 47 બેઠકો જીતીને પહેલીવાર રાજ્યમાં બહુમતથી સરકાર બનાવી હતી. ત્યારે પાર્ટીએ બિનજાટ ચહેરા અને પહેલીવાર ધારાસભ્ય બનેલા મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકવી દીધા હતાં. આ વખતે ચૂંટણીમાં બહુમતના આંકડા 46 કરતા છ બેઠકો ભાજપને ઓછી મળી. જ્યારે ભાજપે ચૂંટણી વખતે 90માંથી 75 બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બહુમત ચૂકી જવાના કારણે ભાજપે આ વખતે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવી પડી છે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news