કોંગ્રેસ અધ્યક્ષે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાની કેમ ના પાડી? રાહુલ ગાંધીએ આપ્યો જવાબ
રાહુલે કહ્યું કે અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. શંકરાચાર્યોના 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ન જવા તરફ ઈશારો કરીને તેમણે કહ્યું કે હિન્દુ ધર્મની સૌથી મોટી ઓથોરિટીઝે પણ આ સમારોહ વિશે પોતાનો મત જાહેર કર્યો છે કે તેઓ 22 જાન્યુઆરીના સમારોહ વિશે શું વિચારે છે કે આ એક રાજનીતિક સમારોહ છે.
Trending Photos
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ અને ભાજપે 22 જાન્યુઆરીના સમારોહને સંપૂર્ણ રીતે રાજનીતિક 'નરેન્દ્ર મોદી ફંકશન' બનાવી દીધુ છે. 2024 લોકસભા ચૂંટણીની બરાબર પહેલા ભારત જોડો ન્યાય યાત્રા લઈને ચાલી રહેલા રાહુલ ગાંધીએ ઈમ્ફાલમાં કહ્યું કે આ એક આરએસએસ-ભાજપ ફંકશન બની ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જેના કારણે તેઓ સમારોહમાં જશે નહીં. રાહુલે કહ્યું કે અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. શંકરાચાર્યોના 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ન જવા તરફ ઈશારો કરીને તેમણે કહ્યું કે હિન્દુ ધર્મની સૌથી મોટી ઓથોરિટીઝે પણ આ સમારોહ વિશે પોતાનો મત જાહેર કર્યો છે કે તેઓ 22 જાન્યુઆરીના સમારોહ વિશે શું વિચારે છે કે આ એક રાજનીતિક સમારોહ છે.
અંતમાં તેમણે કહ્યું કે આથી અમારા માટે આવા રાજકીય સમારોહમાં જવું મુશ્કેલ છે. ભારતના પ્રધાનમંત્રી અને આરએસએસનું ફંક્શન હોવાના કારણે 22 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ જઈ રહ્યા નથી. રાહુલે એમ પણ કહ્યું કે કોંગ્રેસમાંથી કોઈ જવા ઈચ્છતું હોય તો કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.
#WATCH कोहिमा, नागालैंड: राम मंदिर प्राण प्रतिष्ठा समारोह पर कांग्रेस सांसद राहुल गांधी ने कहा, "22 जनवरी का जो कार्यक्रम है वो राजनीतिक कार्यक्रम बन गया है...भाजपा और RSS ने 22 तारीख को एक चुनावी फ्लेवर दे दिया है और इसलिए कांग्रेस अध्यक्ष ने वहां जाने से इंकार कर दिया..." pic.twitter.com/ODTs1xMAgG
— ANI_HindiNews (@AHindinews) January 16, 2024
સીટ શેરિંગ પર બોલ્યા
વિપક્ષના ગઠબંધન પર પૂછાયેલા એક સવાલના જવાબમાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે ઈન્ડિયા એલાયન્સમાં સીટ શેરિંગને લઈને સારી ચર્ચા ચાલી રહી છે. મોટાભાગની જગ્યાએ ચીજો સરળ છે, એક બે જગ્યાએ જટિલતા છે પરંતુ જલદી વાત પૂરી થઈ જશે. તેમણે કહ્યું કે I.N.D.I.A ગઠંબધન ભાજપ વિરુદ્ધ સારી રીતે ચૂંટણી લડશે અને જીતશે. જ્યાં સુધી યાત્રાની વાત છે તો આ વિચારધારાની યાત્રા છે. જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા અનેક મુદ્દાને જનતા સામે લાવવા માટે તેને શરૂ કરાઈ છે. તેમણે કહ્યું કે ઈલેક્શન કેમ્પેઈનમાં પણ અમે સામેલ થઈશું. અમે આ યાત્રા દ્વારા ભાજપથી અલગ વૈકલ્પિક વિઝન રજૂ કરવા માંગીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે