CM કેજરીવાલ Lockdown ના વિરોધી, છતાં આખરે દિલ્હીમાં કેમ લાગશે લોકડાઉન? ખાસ જાણો કારણ

સીએમ કેજરીવાલ હંમેશાથી લોકડાઉનના વિરોધી રહ્યા છે તેમનું કહેવું છે કે લોકડાઉનથી કોરોના ખતમ નથી થતો તો આખરે એવું કયું કારણ છે કે તેમની પાસે દિલ્હીમાં લોકડાઉન લગાવવા સિવાય કોઈ વિકલ્પ જ ન રહ્યો. ખાસ જાણો તેમના જ શબ્દોમાં.

CM કેજરીવાલ Lockdown ના વિરોધી, છતાં આખરે દિલ્હીમાં કેમ લાગશે લોકડાઉન? ખાસ જાણો કારણ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસ (Corona Virus) થી હાલાત બેકાબૂ થઈ રહ્યા છે અને કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (Lockdown)  લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે. સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવાયો. આ લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે અને વિકેન્ડ લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાગુ રહેશે. કેજરીવાલના કહેવા મુજબ લોકડાઉનથી કોરોના ખતમ નહીં થાય પરંતુ તેની ગતિ જરૂરી ધીમી પડશે. 

શું કહ્યું લોકડાઉન પર કેજરીવાલે?
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) લોકડાઉન પર કહ્યું કે 25 હજારની આસપાસ કેસ આવવા છતાં પણ હજુ હેલ્થ સિસ્ટમ ચાલુ છે. પરંતુ જો હવે કડક પગલાં લેવામાં ન આવ્યા તો સિસ્ટમ પડી ભાંગશે. જો હેલ્થ સિસ્ટમ પડી ભાંગી તો મને ડર છે કે ક્યાંક બહુ મોટી ત્રાસદી ન આવી જાય. દિલ્હીની હેલ્થ સિસ્ટમ હવે વધુ દર્દીઓ લઈ શકે તેમ નથી. જો અમે અત્યારે લોકડાઉન (Lockdown) ન લગાવ્યું તો ક્યાંક એવું ન બને કે મોટી ત્રાસદી ન થઈ જાય. અમે કોઈ પણ સંજોગોમાં દિલ્હીને એવી પરિસ્થિતિમાં નથી લઈ જવા માંગતા કે જ્યાં કોરિડોરમાં, રસ્તામાં દર્દીઓ પડ્યા હોય. દમ તોડતા હોય. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકારને એવું લાગે છે કે દિલ્હીમાં થોડા દિવસ માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે આજ રાત 10 વાગ્યાથી લઈને આવતા સોમવાર (26 એપ્રિલ) સવાર 5 વાગ્યા સુધી 6 દિવસ માટે દિલ્હીમાં લોકડાઉન લગાવવામાં આવશે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

— Arvind Kejriwal (@ArvindKejriwal) April 19, 2021

લોકડાઉન કેમ જરૂરી?
તેમણે કહ્યું કે મે અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આ નિર્ણય એવા સમયે લીધો કે જ્યારે બીજો કોઈ જ અન્ય વિકલ્પ બચ્યો નહતો. આ નિર્ણય લેવો સરળ નહતો. કારણ કે જાણું છું કે લોકડાઉન દરમિયાન લોકોના રોજગાર કેવી રીતે ખતમ થઈ જાય છે. લોકોની કમાણી ખતમ થઈ જાય છે. ગરીબ વર્ગ માટે તો આ સમય ખુબ જ મુશ્કેલ હોય છે. તેમણે કહ્યું કે આ નાનું લોકડાઉન છે અને આશા છે કે કદાચ વધારવાની જરૂર ન પડે. તેમણે કહ્યું કે બધા જાણે છે કે હું લોકડાઉનનો વિરોધી રહ્યો છું, હંમેશા મે લોકડાઉનનો વિરોધ કર્યો છે. મારું એ માનવું છે કે લોકડાઉનથી કોરોના ખતમ નથી થતો. પણ લોકડાઉનથી કોરોનાની સ્પીડ ઓછી થઈ જાય છે. મારું હંમેશા એ માનવું છે કે કોઈ પણ શહેર કે રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા પોતાની સીમા સુધી પહોંચી જાય તો  લોકડાઉન લગાવવું જરૂરી બની જાય છે. જેથી કરીને દર્દીઓની સંખ્યા ઓછી થાય, હેલ્થ સિસ્ટમને ઠીક કરી શકાય. દિલ્હીમાં લોકડાઉન લગાવીને આ જે 6 દિવસ લેવામાં આવ્યા છે તેમાં અમે પાયે બેડ્સની વ્યવસ્થા કરીશું. 

પૂર્ણ લોકડાઉનમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. આ દરમિયાન લગ્નો માટે લોકોને ઈ પાસ આપવામાં આવશે. જો કે કાર્યક્રમમાં ફક્ત 50 લોકોને સામેલ થવાની મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે જરૂરી સેવાઓ ઉપરાંત ફૂડ સર્વિસ, અને મેડિકલ સર્વિસ ચાલુ રહેશે. આ અંગે જરદી એક વિસ્તૃત આદેશ બહાર પાડવામાં આવશે. 

પ્રવાસી મજૂરોને કરી અપીલ
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પ્રવાસી મજૂરોને દિલ્હી છોડીને ન જવાની અપીલ કરી. તેમણે કહ્યું કે જ્યારે લોકડાઉન  લગાવવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે જવા લાગ્યા હતા. મારી તમને બધાને અપીલ છે કે તમે દિલ્હી છોડીને ન જાઓ. તમારો ખ્યાલ રાજ્ય સરકાર રાખશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news