ખૂબસુરત મોડેલની આ વસ્તુ જોવા માટે પુરુષો ખર્ચે છે લાખો રૂપિયા, તમને યકીન નહીં થાય

ગયા વર્ષે મે મહિનાથી, તે કન્ટેન્ટ પોસ્ટિંગ પ્લેટફોર્મ OnlyFans સાથે જોડાઈ અને તેની સામગ્રી અહીં પોસ્ટ કરવાનું શરૂ કર્યું. લોકો તેના બાયસેપ્સ અને બોડીબિલ્ડિંગને ફિટનેસ મોડલ તરીકે જોવાનું પસંદ કરતા હતા અને આનાથી વ્લાદિસ્લાવ એક વર્ષમાં લાખોની કમાણી કરે છે.

ખૂબસુરત મોડેલની આ વસ્તુ જોવા માટે પુરુષો ખર્ચે છે લાખો રૂપિયા, તમને યકીન નહીં થાય

Woman has strong biceps like men: 27 વર્ષની છોકરીના બાઈસેપ્સ જોઈને છોકરાઓ પણ એક વાર શરમાઈ જશે. 11 વર્ષની ફિટનેસ જર્ની બાદ તેણે એવા મસલ્સ બનાવ્યા છે કે તેમાંથી તે લાખોની કમાણી કરી રહી છે. લોકો માત્ર તેના બાઈસેપ્સ જોવા માટે પૈસા ખર્ચવા તૈયાર છે.

તમે જિમમાં પરસેવો પાડીને મસલ્સ બનાવતા પુરુષોને જોયા હશે, પરંતુ તમે ભાગ્યે જ કોઈ છોકરીના મોટામોટા બાઈસેપ્સ જોયા હશે. આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવીશું જેણે કસરત દ્વારા ન માત્ર મજબૂત શરીર બનાવ્યું છે પરંતુ તેનાથી પૈસા પણ કમાઈ રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ રશિયન મોડલ વ્લાદિસ્લાવા ગલાગનની, જે 27 વર્ષની છે અને છેલ્લા 11 વર્ષથી બોડી બિલ્ડીંગ માટે પરસેવો પાડી રહી છે. વર્ષ 2018થી વ્લાદિસ્લાવાએ બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

મિરરના રિપોર્ટ મુજબ વ્લાદિસ્લાવાને (Vladislava Galagan) તેના મસ્ક્યુલર ફોટોથી સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મળી હતી. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે, જેને તેના ફોલોઅર્સ પણ ખૂબ પસંદ કરે છે.

ગયા વર્ષે મે મહિનાથી, તે કન્ટેન્ટ પોસ્ટિંગ પ્લેટફોર્મ OnlyFans સાથે જોડાઈ અને તેની સામગ્રી અહીં પોસ્ટ કરવાનું શરૂ કર્યું. લોકો તેના બાયસેપ્સ અને બોડીબિલ્ડિંગને ફિટનેસ મોડલ તરીકે જોવાનું પસંદ કરતા હતા અને આનાથી વ્લાદિસ્લાવ એક વર્ષમાં લાખોની કમાણી કરે છે.

તેણી કહે છે કે એવા લોકો છે જેઓ સ્નાયુઓવાળી લાંબી અને સુંદર છોકરીઓને પસંદ કરે છે. જો કે ઘણા લોકો તેના સ્નાયુઓને ફોટોશોપ્ડ માને છે, પરંતુ વ્લાદિસ્લાવાએ સ્પષ્ટતા કરી કે તે એક ફિટનેસ મોડલ છે અને તેણે તેના શરીરને આ રીતે બનાવવા માટે ઘણી મહેનત કરી છે.

અઠવાડિયામાં 6 દિવસ જિમમાં કડક ડાયટ અને પરસેવો પાડ્યા બાદ તે આવું બોડી બનાવવામાં સફળ રહી છે. લોકો તેના આર્મ રેસલિંગના વીડિયોને પસંદ કરે છે. જો કે લોકો તેના મજબૂત શરીર અને નિર્દોષ ચહેરાને જોઈને આશ્ચર્યચકિત થાય છે, પરંતુ તેને પણ આ અલગ સ્ટાઇલ પસંદ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news