'બહેનના લગ્ન પહેલાં જ Zomato એ મારું એકાઉન્ટ બંધ કરી દીધું'- રસ્તા વચ્ચે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો ડિલીવરી બોય

'Zomato Delivery Boy: જમવાનું પહોંચાડવાનું કામ કરવું સરળ નથી. તાજેતરમાં જ એક્સ યૂઝર સોહમ ભટ્ટાચાર્યને એક પરેશાન ઝોમેટો વર્કર મળ્યો. તે વર્કરે જણાવ્યું કે તેની બહેનના લગ્નના બરોબર પહેલાં કંપનીએ તેનું ઝોમેટો એકાઉન્ટ બંધ કરી દીધું. 

'બહેનના લગ્ન પહેલાં જ Zomato એ મારું એકાઉન્ટ બંધ કરી દીધું'- રસ્તા વચ્ચે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો ડિલીવરી બોય

Zomato Viral Post: ભોજન પહોંચાડવાનું કામ સરળ હોતું નથી. તાજેતરમાં જ એક્સ યૂઝર સોહમ ભટ્ટાચાર્યએ એક પરેશાન ઝોમેટો વર્કરને મળ્યા. તે વર્કરે જણાવ્યું કે તેની બહેનના લગ્નના બરોબર પહેલાં તેનું ઝોમેટો એકાઉન્ટ બંધ કરી દીધું. સોહમ ભટ્ટાચાર્યએ તે ઝોમેટો વર્કરનો ફોટો શેર કરતાં લખ્યું ''તે જીટીબી નગર પાસે રડી રહ્યો હતો. દરેક પાસે પૈસા માંગી રહ્યો હતો. તેણે જણાવ્યું કે તેને કંઇ ખાધુ નથે, બધુ બહેનના લગ્ન માટે બચાવી રહ્યો હતો.'' ભટ્ટાચાર્યએ આગળ જણાવ્યું કે તે વ્યક્તિએ તેમને જણાવ્યું કે ઝોમેટો એકાઉન્ટ બંધ થયા બાદ તે રેપિડો માટે કામ કરી રહ્યો છે. તેમણે લોકોને ભલામણ કરી કે તે ડિલીવરી મેનની મદદ કરે અને તેના એકાઉન્ટનો ક્યૂઆર કોડ શેર કરે.   

બહેનના લગ્ન પહેલાં બંધ થયું ઝોમેટો એકાઉન્ટ, ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો 
સોહમ ભટ્ટાચાર્ય નામના એક વ્યક્તિએ 28 માર્ચના રોજ એક્સ પર એક પોસ્ટ મૂકી. તે પોસ્ટમાં તેમણે એક ઝોમેટો ડિલીવરીવાળાનો ફોટો શેર કરી જણાવ્યું કે તે વ્યક્તિનું કહેવું છે કે કંપનીએ તેની બહેનના લગ્નના ઠીક પહેલાં તેનું એકાઉન્ટ બંધ કરી દીધું. આ પોસ્ટ જોતજોતાં વાયરલ થઇ ગઇ અને 24 કલાકથી ઓછા સમયમાં 29 લાખથી વધુ વાર જોવામાં આવી. ત્યારબાદ ઝોમેટો કંપનીએ પણ જવાબ આપ્યો. તેમણે લખ્યું 'અમે અમારા ડિલેવરી પાર્ટનર્સને ખૂબ મહત્વ આપીએ છીએ, અને અમે સમજીએ છીએ કે એકાઉન્ટ બંધ કરવા જેવા નિર્ણયની તેમના પર શું અસર પડી શકે છે. તમે નિશ્વિત રહો, અમે આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યા છીએ. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે આ મામલાની તપાસ કરીશું. અમારા ડિલીવરી પાર્ટનર અમારા ગ્રાહકો માટે એટલા જ જરૂરી છે. 

Please make it viral if you can pic.twitter.com/sl8juEBsaJ

— Soham Bhattacharya ⚖️ 🇮🇳 (@Sohamllb) March 28, 2024

પોસ્ટ સોશિયલ મીડિયા પર થઇ રહી છે વાયરલ
આ પોસ્ટ પર ઘણા લોકોએ ઝોમેટોની ટિકા કરી કે તેમણે પોતાના ડિલીવરી પાર્ટનરને મુશ્કેલીમાં મુક્યા છે. એક યૂઝરે લખ્યું કે ''કૃપા કરીને તેનું ઝોમેટો એકાઉન્ટ ફરીથી શરૂ કરી દો. મજૂર વર્ગ આપણા સમાજ અને અર્થવ્યવસ્થાની કમર છે. તે સૌથી પહેલાં રોજના ભોજનનો જુગાડ કરે છે, આ જ તેમની દરરોજની લડાઇ છે. તેમની પાસે એટલા પૈસા નથી કે તે આરામથી જીંદગી જીવી શકે. પૈસા વિના કોઇ કેવી રીતે ગુજરાન કરી શકે છે? એક યૂઝરે લખ્યું ''તમારે તમારા ડિલીવરી પાર્ડરનર્સની વધુ ઇજ્જત કરાવી જોઇએ. તમે તેમની સાથે જેવો વ્યવહાર કરો છો, તો બેજી તરફ દેખાય છે કે તમે તમારા ગ્રાહકોને કેટલું મહત્વ આપો છો. આ કોઇ પહેલો કિસ્સો નથી, જ્યાં કોઇ ડિલીવરી પાર્ટનર્સની લાચારી સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news