આકાશમાં ઉડનારી દુનિયાની નંબર વન કંપની જમીન પર: 17000 કર્મચારીઓની જશે નોકરી

job cuts: એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતી બોઇંગ હાલમાં મોટી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. કંપનીએ 17,000 નોકરીઓ કાપવાની જાહેરાત કરી છે . આ નિર્ણયનું મુખ્ય કારણ નાણાકીય નુકસાન અને અમેરિકામાં ચાલી રહેલી કર્મચારીઓની હડતાળ છે.

આકાશમાં ઉડનારી દુનિયાની નંબર વન કંપની જમીન પર: 17000 કર્મચારીઓની જશે નોકરી

Boeing job cuts: ઉડ્ડયન ક્ષેત્રની દિગ્ગજ કંપની બોઇંગે જાહેરાત કરી છે કે તે 17,000 કર્મચારીઓની સંખ્યા ઘટાડી દશે. સતત ભારે નુકસાન અને અમેરિકામાં ચાલી રહેલી કર્મચારીઓની હડતાલને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. બોઇંગના સીઇઓ કેલી ઓર્ટબર્ગે કર્મચારીઓને ઇ-મેલમાં જણાવ્યું હતું કે આર્થિક સંકટમાં ફસાયેલી કંપનીને બચાવવા કર્મચારીઓની સંખ્યા ઘટાડવી પડશે. રોઇટર્સના અહેવાલ મુજબ, બોઇંગને ત્રીજા ક્વાર્ટરમાં $1 બિલિયનનું નુકસાન થવાની ધારણા છે.

કંપનીના લગભગ 33,000 કર્મચારીઓ હાલમાં હડતાળ પર છે, જેના કારણે બોઇંગે તેના 777X જેટની ડિલિવરી એક વર્ષ માટે સ્થગિત કરવી પડી છે. આ સિવાય 737 મેક્સ, 777 અને 767 જેટનું ઉત્પાદન પણ અટકી ગયું છે. બોઇંગ કહે છે કે તે યુનિયનો સાથે વાટાઘાટ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી.

રેટિંગ એજન્સીના અહેવાલો અને ક્રેડિટ રેટિંગ પર અસર
રેટિંગ એજન્સી S&Pનું અનુમાન છે કે આ હડતાલને કારણે કંપનીને દર મહિને $1 બિલિયનનું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ ક્રેડિટ રેટિંગ પણ જોખમમાં છે.

બોઇંગ સામે છે આ પડકારો
એક સમયે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગમાં ગોલ્ડ-સ્ટાન્ડર્ડ ગણાતી બોઇંગ તાજેતરના વર્ષોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કંપનીના કેટલાક વિમાનોના અકસ્માતોએ તેની છબીને ખરાબ રીતે અસર કરી છે. જાન્યુઆરી 2024માં કંપનીના નવા એરક્રાફ્ટમાંથી એકે ફ્લાઇટની વચ્ચે પેનલ ગુમાવી હતી. જોકે, પાઈલટ અને ક્રૂ દ્વારા લેવામાં આવેલી ઝડપી કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

બોઇંગની સ્પેસ કેપ્સ્યુલ સ્ટારલાઇનર પણ છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચારોમાં છે. ટેકનિકલ ખામીઓને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માંથી નાસાના અવકાશયાત્રીઓને પરત લાવવામાં સમસ્યા આવી રહી છે.  નાસાએ સ્ટારલાઇનરથી મુસાફરોને પરત લાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. બાદમાં સ્ટારલાઈનર મુસાફરો વિના પૃથ્વી પર પરત ફર્યું હતું અને અવકાશયાત્રીઓ હજુ પણ અવકાશમાં ફસાયેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news