ભારતીય સેનામાં જોડાવવા માગતા યુવાનો માટે આવી ખુશ ખબર, CISFમાં જોડાવું હોય તો માત્ર આટલું કરો

સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળમાં સહાયક સબ ઇન્સ્પેક્ટરની 690 પદ પર ભરતી કરવામાં આવી છે. આ જગ્યાઓ પર (LDCE) વિભાગ ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું આયોજન કરશે. 5 ફેબ્રુઆરી સુધી માં અરજી કરી શકાશે. ભરતીમાં ઓપન કેટેગરી માટે 536, SC કેટેગરી માટે 103, ST કેટેગરી માટે 51 જગ્યાઓમાં ભરવામાં આવશે.

Updated By: Jan 8, 2021, 04:07 PM IST
ભારતીય સેનામાં જોડાવવા માગતા યુવાનો માટે આવી ખુશ ખબર, CISFમાં જોડાવું હોય તો માત્ર આટલું કરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળમાં સહાયક સબ ઇન્સ્પેક્ટરની 690 પદ પર ભરતી કરવામાં આવી છે. આ જગ્યાઓ પર (LDCE) વિભાગ ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું આયોજન કરશે. 5 ફેબ્રુઆરી સુધી માં અરજી કરી શકાશે. ભરતીમાં ઓપન કેટેગરી માટે 536, SC કેટેગરી માટે 103, ST કેટેગરી માટે 51 જગ્યાઓમાં ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત
હેડ કોન્સ્ટેબલ, જી.ડી કોન્સ્ટબલ, ટ્રેડઝમેન અને કોન્સ્ટેબલ માં 5 વર્ષ સુધી ફરજ બજાવનાર લોકો ભાગ લઈ શકશે. આ હોદા પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે. 01/08/2020 સુધી ઉમેદવાર ના 5 વર્ષ પૂર્ણ હોવા જોઈએ.  ઉમેરવારની5 વર્ષની ફરજ માં કોઈ પણ ACRs ના પ્રમાણે જ્યાં સુધી નિયુક્ત ના થાય ત્યાં સુધી સારું ચાલચલન હોવું જોઈએ.

હવે Paytm પર મેળવો 2 મિનિટમાં 2 લાખની લોન, આ રહી સંપૂર્ણ માહિતી

વય મર્યાદા
ઉમેરવાર તારીખ 01/08/2020 ના પ્રમાણે 35 વર્ષ સુધી માન્ય ગણાશે.  02/08/1985 ની પહેલા જન્મ ના થયો હોય તેવા ઉમેરવારો ફોર્મ ભરી શકશે. 5 વર્ષ સુધી છૂટ sc અને st ઉમેદવાર ને અપાશે. Obc ના ઉમેદવાર માટે કોઈ જગ્યા ના હોવાથી તેઓ ઓપન કેટેગરી માં અરજી કરી શકશે.

ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા
ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ધોરણ પરીક્ષણ, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને તબીબી પરીક્ષણ દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં કુલ 200 માર્કની OMR પ્રદ્ધતિથી લેવામાં આવશે. કુલ 3 કલાકનો સમય પરીક્ષા માટે રહેશે. લેખિત પરીક્ષામાં દરેક ભાગનાં 45% માર્ક લાવવાના રહેશે. શારીરિક કસોટીમાં પુરૂષ ઉમેદવારને 3 પ્રકારની દોડ, ઉચો કુદકો અને લાબો કૂદકો પાસ કરવાનો રહેશે. જ્યારે મહિલાઉમેદવારને 2 પ્રકારની દોડ, ઉંચો કૂદકો અને લાબો કૂદકો પાસ કરવાનો રહેશે. શારીરિક ક્ષમતા માટે ઓપન કેટેગરી, OBC અને SC ઉમેદવારો માટે 170 સુધીની હાઈટ માન્ય રહશે. STનાં ઉમેદવારો માટે 157ની હાઈટ માન્ય રહેશે. જમ્મુ & કાશ્મીર અને સેવન સિસ્ટર રાજ્યો માટે 165 સુધી હાઇટ રહેશે.ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે સત્તાવાર વેબસાઇટ cisf.gov.in પગારધોરણ-દ્વારા અરજી કરી શકે છે. CISFમાં સબ ઇન્સપેક્ટરની પોસ્ટ માટે પગાર 29200 -92300  હજાર રૂપિયા સુધી અપાશે.તેમાં 5200-20200 થી સુધીનો ગ્રેડ પે આપવામાં આવશે.

નોંધ-
ભરતી પ્રકિયામાં અરજી કરવાની તારીખ 5 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી કરી શકાશે.ફોર્મને 12 ફેબ્રુઆરી સુધી અરજીનું ફોર્મ મળશે તો માન્ય ગણાવામાં આવશે.CISF નોઇડા સર્વિસ રેકોર્ડ તમામ ફોર્મને 12 માર્ચ સુધી સંપૂર્ણ રીતે ચેક કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube