Bank Jobs: 12મું પાસ છોકરા-છોકરીઓ માટે વ્હાઇટ કોલર નોકરીની તક, એસીમાં બેઠાંબેઠાં મળશે મોટો પગાર

Bank Bharti 2024: બેંકમાં જૂનિયર ક્લાર્કના પદ માતે ભરતી બહાર પાડવામાં આવી છે. તેના માટે ઉમેદવારો 31 માર્ચ અથવા તે પહેલાં એપ્લાય કરી શકે છે. પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. આવો જાણીએ કેટલી ઉંમર સુધી ઉમેદવારો અરજી કરી શકે છે. 

Bank Jobs: 12મું પાસ છોકરા-છોકરીઓ માટે વ્હાઇટ કોલર નોકરીની તક, એસીમાં બેઠાંબેઠાં મળશે મોટો પગાર

hpscb junior clerk recruitment 2024: 12મું પાસ માટે બેંકમાં નોકરી મેળવવાની શાનદાર તક છે. હિમાચલ પ્રદેશની રાજ્ય સહકારી બેંક લિમિટેડ (HPSCB) એ જૂનિયર ક્લાર્ક પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 6 માર્ચથી શરૂ થઇ ગઇ છે. ઇચ્છુક ઉમેદવારો આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 માર્ચ 2024 સુધી એપ્લાય કરી શકે છે. અરજી HPSCB ની સત્તાવાર વેબસાઇટ hpscb.com પર જઇને કરી શકો છો.

બેંકે જુનિયર ક્લાર્કની 232 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવામાં આવી છે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ભરતી IBPS દ્વારા કરવામાં આવશે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ઉમેદવારો આ પદ માટે નિર્ધારિત લાસ્ટ ડેટ અથવા તે પહેલાં સુધી અરજી જમા કરાવી શકે છે. 

શૈક્ષણિક લાયકાત
જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ 50% માર્ક્સ સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. સ્નાતક ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજદારની ઉંમર 18 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 1 જાન્યુઆરી, 2024 થી ઉંમરની ગણતરી કરવામાં આવશે.

અરજી ફી
હિમાચલ પ્રદેશના સામાન્ય/ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી 1000 રૂપિયા છે, જ્યારે હિમાચલ પ્રદેશના EWS/SC/ST/IRDP/BPL/અંત્યોદય અને હિમાચલ પ્રદેશની મહિલા ઉમેદવારોએ 800 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.

આ રીતે કરો એપ્લાય
સત્તાવાર વેબસાઇટ hpscb.com પર જાઓ.
હોમ પેજ પર કેરિયર ટેબ પર ક્લિક કરો.
હવે જુનિયર ક્લર્ક નોટિફિકેશન પર ક્લિક કરો.
અહીં અરજી લિંક પર ક્લિક કરો.
રજિસ્ટ્રેશન કરો અને અરજી કરવાનું શરૂ કરો.
ડોક્યૂમેંટ્સ અપલોડ કરો અને ફી જમા કરો.

પસંદગી પ્રક્રિયા
જૂનિયર ક્લાર્કના પદ પર પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. શરૂઆતી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. પ્રારંભિક પરીક્ષામાં સફળ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ભાગ લઇ શકશે. પ્રારંભિક પરીક્ષા સીબીટી મોડમાં હશે અને 100 નંબરોના કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય 1 કલાક હશે. પરીક્ષામાં રીજનિંગ, ન્યૂમેરિકલ એબિલિટી, અંગ્રેજી અને સામાન્ય જાગરૂતા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. તો બીજી તરફ પરીક્ષામાં 100 માર્કસના કુલ 200 પ્ર્શ્ન પૂછવામાં આવશે અને સમય 2 કલાકનો હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news