Aadhaar Card Update: હજુપણ ફ્રી માં અપડેટ કરી શકશો આધાર, સરકારે ત્રણ મહિના વધારી ડેડલાઇન
How To Update Aadhaar: જો તમે પણ આધાર સેંટર પર જાવ છો તો તેના માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ગત વર્ષે સરકાર તરફથી ચેતાવણી આપવામાં આવી હતી જો કોઇ આધાર સર્વિસ પ્રોવાઇડર વધુ પૈસા લે છે તો તેને રોકી શકાય છે.
Trending Photos
Aadhaar Card Update: જો તમે પણ તમારું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તો આ સમાચાર તમારા માટે છે. જી હાં કેન્દ્ર સરકારે આધાર કાર્ડની ડિટેલ્સને ફ્રીમાં અપડેટ કરવાની ટાઇમ લાઇન વધારી દીધી ચેહ. હવે તમે આધાર કાર્ડને કોઇપણ ચાર્જ વિના 14 જૂન 2024 સુધી અપડેટ કરી શકો છો. પહેલાં આ સમય સીમા 14 માર્ચ સુધી હતી, હવે સરકરે તેને ત્રણ મહિના માટે એક્સટેંડ કરે દીધી છે. તેમછતાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) મફત ઓનલાઇન દસ્તાવેજ અપલોડ કરવાની સુવિધાને 14 સુધી વધારી દીધી છે. યૂઆઇડીએઆઇ (UIDAI) તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સર્વિસ ફક્ત 14 જૂન સુધી myaadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે.
સોના-ચાંદીના ભાવ ઘટ્યા પણ હરખાવા જેવું નથી, બે છેડા ભેગા કરશો તોય નહી પડે મેળ
મોંઘવારીના માર વચ્ચે વીજબીલ મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત, ઘટ્યો આટલો ચાર્જ
આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું
>સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
> હવે તમારો આધાર નંબર અને આપેલ કેપ્ચા અહીં દાખલ કરો.
> ત્યારબાદ લિંક કરેલા મોબાઈલ નંબર માટે 'Send OTP' પર ક્લિક કરો.
> હવે 'Update Demographics Data'નો વિકલ્પ પસંદ કરો.
> સંબંધિત વિકલ્પ પસંદ કર્યા પછી, 'પ્રોસીડ' પર ક્લિક કરો.
> તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો તેનાથી સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.
> હવે સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા આપેલ માહિતીની ચકાસણી કરો.
કોઈપણ ફેરફારોને ટ્રેક કરવા માટે તમે 'અપડેટ વિનંતી નંબર (URN)' નો ઉપયોગ કરી શકો છો.
તમે પણ બનવા માંગો છો અમિતાભ બચ્ચનના પડોશી? જલસાની બાજુમાં કરો જલસા, આટલી છે કિંમત
Ganesh Chaturthi 2024 પર 5 શુભ યોગનું સંયોગ, આ રીતે પૂજા કરશો મળશે અનેકગણું ફળ
નોંધનીય છે કે જો તમે આધાર કાર્ડના દસ્તાવેજો અપડેટ કરવા માંગતા હો, તો તમને 14 જૂન સુધી જ myaadhaar પોર્ટલ પર મફત સુવિધા મળશે. જો તમે આધાર સેવા કેન્દ્ર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ગયા વર્ષે સરકારે ચેતવણી આપી હતી કે જો કોઈ આધાર સેવા પ્રદાતા વધારે ચાર્જ લે છે તો તેને રોકી શકાય છે. આટલું જ નહીં, તેમની નિમણૂક કરનાર રજિસ્ટ્રાર પર 50,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
Bank Jobs: મોટા પગારની નોકરી ઇચ્છતા લોકો માટે સોનેરી તક, ચૂકશો તો પસ્તાશો
Bajaj CNG Bike ઘટાડી દેશે 50-65% પેટ્રોલ ખર્ચ, જાણો એન્જીનથી માંડીને તમામ ફીચર્સ
સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે સંસદમાં જણાવ્યું હતું કે યૂઆઇડીઆઇ (UIDAI) ને તમામ આધાર ઓપરેટરોને તેની સાથે જોડાયેલી જાણકારી આપી છે કે આધારની જાણકારી અપડેટ કરવા માટે ફી ન લે. તેમણે એ પણ કહ્યું હતું કે તેમછતાં વધુ પૈસા લેવાની ફરિયાદ મળે છે તો તેની તપાસ કરવામાં આવશે અને ફરિયાદ યોગ્ય મળતાં સંબંધિત આધાર નોંધણી રજીસ્ટ્રાર પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડરને થોડા સમય માટે કામ કરતાં રોકી શકાય છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ UIDAIને ઈ-મેલ દ્વારા અથવા ટોલ ફ્રી નંબર 1947 પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
12 વર્ષ બાદ ગુરૂ અને સૂર્યનું થશે મહામિલન, આ 3 રાશિઓના શરૂ થશે Golden Days
Holi 2024: હોળી પર 100 વર્ષ બાદ લાગશે ચંદ્ર ગ્રહણ, 3 રાશિઓનો ભાગ્યોદયનો પ્રબળ યોગ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે