AAI Jobs: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, પરીક્ષા વિના પસંદગી, 7000 પગાર
Sarkari Naukri 2024 AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી બહાર પડી છે. જો તમે પણ સરકારી નોકરી ઈચ્છો છો તો આ જગ્યા માટે અરજી કરી શકો છો.
Trending Photos
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં નોકરી મેળવવાનું સપનું ઘણા લોકોનું હોય છે. તમે પણ આ સપનું જોઈ રહ્યાં છો તો એએઆઈએ કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટના પદો પર ભરતી બહાર પાડી છે. જે પણ આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઇટ aai.aero ના માધ્યમથી એપ્લીકેશન કરી શકે છે. આ પદો પર અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પદ ડિપાર્ટમેન્ટ ઓફ સર્વે અને કેટેગરી સેક્શન, એટીએમ નિદેશાલયમાં ભરવામાં આવશે.
જે પણ ઉમેદવાર એએઆઈની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે 20 મે પહેલા અરજી કરી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં કુલ 6 પદો ભરવાના છે. જો તમે પણ આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છો છો તો નિચે આવેલી વાતો જરૂર જાણો...
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આ જગ્યા પર થશે ભરતી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કન્સલ્ટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટના પદો પર ભરતી થવાની છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં અરજી કરવાની ઉંમર
સત્તાવાર નોટિફિકેશન અનુસાર જે આ પદ માટે અરજી કરવા ઈચ્છે છે તેની ઉંમર મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પસંદગી બાદ મળનાર પગાર
જે કોઈ ઉમેદવારની પસંદગી આ જગ્યા માટે થાય છે તેને નીચે આપેલ પગાર ભથ્થા મળશે.
અરજી કરવાની યોગ્યતા
જે કોઈ ઉમેદવાર આ પદ માટે અરજી કરવા ઈચ્છે છે તેણે સંબંધિત નોટિફિકેશનમાં આપેલી યોગ્યતા જાણી લેવી જોઈએ.
આ રીતે થશે પસંદગી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે