World Cup: પાકિસ્તાન હજું પણ કરી શકે છે સેમી ફાઈનલ માટે ક્વોલિફાય, જાણો કઈ રીતે 

ન્યૂઝીલેન્ડે ગુરુવારે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે જ ન્યૂઝીલેન્ડ પોઈન્ટ્સ ટેબલમાં નંબર ચાર પર પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડનો નેટ રનરેટ પણ ઘણો સારો છે. આવામાં તેના સેમી ફાઈનલમાં પહોંચવાના ચાન્સ વધુ છે અને પાકિસ્તાન ટીમને ઝટકો લાગ્યો છે. જો કે પાકિસ્તાન માટે હજુ પણ રસ્તા બંધ થયા નથી. પરંતુ હવે કોઈ ચમત્કાર જ તેને સેમી ફાઈનલમાં પહોંચાડી શકે છે. પાકિસ્તાનની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે અને આ મેચ તેણે એક મોટા માર્જિન સાથે જીતવાની છે. 
World Cup: પાકિસ્તાન હજું પણ કરી શકે છે સેમી ફાઈનલ માટે ક્વોલિફાય, જાણો કઈ રીતે 

How Pakistan qualify for world Cup Semi Final: ન્યૂઝીલેન્ડે ગુરુવારે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે જ ન્યૂઝીલેન્ડ પોઈન્ટ્સ ટેબલમાં નંબર ચાર પર પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડનો નેટ રનરેટ પણ ઘણો સારો છે. આવામાં તેના સેમી ફાઈનલમાં પહોંચવાના ચાન્સ વધુ છે અને પાકિસ્તાન ટીમને ઝટકો લાગ્યો છે. જો કે પાકિસ્તાન માટે હજુ પણ રસ્તા બંધ થયા નથી. પરંતુ હવે કોઈ ચમત્કાર જ તેને સેમી ફાઈનલમાં પહોંચાડી શકે છે. પાકિસ્તાનની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે અને આ મેચ તેણે એક મોટા માર્જિન સાથે જીતવાની છે. 

પાકિસ્તાન કેવી રીતે સેમી ફાઈનલમાં કરી શકે ક્વોલિફાય?
પાકિસ્તાન પાસે વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પહોંચવા માટે છેલ્લો રસ્તો બચ્યો છે. પરંતુ તેણે આ માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ માત્ર જીત નહીં પરંતુ મોટી ચમત્કારિક જીત મેળવવી પડશે. પાકિસ્તાન ટીમ જો ઈંગ્લેન્ડ સામે હારી જાય તો સેમીફાઈનલની દોડમાંથી બહાર થઈ જશે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે તેણે કોઈ પણ સંજોગોમાં જીતવું તો પડશે જ. આ સાથે જ નેટ રનરેટ પણ સારો કરવો પડશે. પાકિસ્તાન માટે હવે બસ આ જ વિકલ્પ છે. 

પાકિસ્તાન ટીમે 8 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ મેળવ્યા છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે. ન્યૂઝીલેન્ડની ટીમ 9 મેચમાં 5 મેચ જીતીને 10 અંક સાથે ચોથા નંબર પર છે. પાકિસ્તાને હવે ઈંગ્લેન્ડને કોઈ પણ સંજોગોમાં હરાવવું પડશે. અને નેટ રનરેટ પણ સુધારવો પડશે. ન્યૂઝીલેન્ડનો નેટ રન રેટ 0.743 છે જ્યારે પાકિસ્તાનનો નેટ રન રેટ 0.036 છે. પાકિસ્તાને જીત સાથે જ પોતાનો નેટ રનરેટ પણ ન્યૂઝીલેન્ડ  કરતા સારો કરવો પડશે. 

પાકિસ્તાને કરવો પડશે આ ચમત્કાર
પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના નેટ રનરેટને ન્યૂઝીલેન્ડ કરતા સારો કરવા માટે ચમત્કાર કરવો પડશે. આ માટે જો પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરે તો તેણે 287 રનથી જીતવું પડશે અને જો પાકિસ્તાનની ટીમ પછી બેટિંગ કરે તો તેણે કોઈ પણ સંજોગોમાં લક્ષ્યાંકને 3 ઓવરમાં મેળવવો પડશે. આમ કરવાથી તેનો નેટ રનરેટ ન્યૂઝીલેન્ડ કરતા સારો થશે અને તે સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. 

સેમી ફાઈનલને લઈને ઉડી મજાક
પાકિસ્તાનના સેમી ફાઈનલમાં પહોંચવાને લઈને સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડી રહી છે. એક યૂઝરે લખ્યું કે પાકિસ્તાન ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરે અને 350 રન કરે. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમને ડ્રેસિંગ રૂમમાં લોક કરી દે. અન્ય એક યૂઝરે લખ્યું કે જો ઈસ્લામાબાદ એરપોર્ટનું નામ સેમી ફાઈનલ રાખી દેવામાં આવે તો પાકિસ્તાની ટીમ ત્યાં પહોંચી જશે. 

વસીમ અક્રમે પણ બતાવ્યો આ ફોર્મ્યૂલા
વસીમ અક્રમે પણ મજાક કરતા ડ્રેસિંગ રૂમમાં લોક કરનારો એક ફોર્મ્યૂલ જણાવ્યો છે. 'Asports' ચેનલ સાથે વાતચીતમાં વસીમ અક્રમે કહ્યું કે પાકિસ્તાનની ટીમ હજુ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. જો પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચવા માટે પહેલા બેટિંગ કરીને 500 રન કરે. ત્યારબાદ આખી ટીમને 20 મિનિટ માટે ડ્રેસિંગ રૂમમાં બંધ કરી દે, જેનાથી ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓને ટાઈમ આઉટ આપી દેવામાં આવશે અને પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news