Job In Gujarat: રાજકોટ, આણંદ, વડોદરામાં નોકરી કરવા માંગતા હોવ તો જોઈ લો આ ભરતીની વિગતો

ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતના રાજકોટ, આણંદ, વડોદરામાં 122 જેટલા પદો માટે ભરતી નીકળી છે.

Job In Gujarat: રાજકોટ, આણંદ, વડોદરામાં નોકરી કરવા માંગતા હોવ તો જોઈ લો આ ભરતીની વિગતો

ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતના રાજકોટ, આણંદ, વડોદરામાં 122 જેટલા પદો માટે ભરતી નીકળી છે. આ ભરતીઓ અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાઢવામાં આવી છે. આ માટે નોટિસ પણ ઈશ્યુ કરાઈ છે. બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને તમે બરાબર વાંચો અને અરજી પ્રક્રિયા પૂરી કરી શકો છો. કયાં અને કઈ જગ્યા માટે ભરતી નીકળી છે તે ખાસ જાણો. 

1. નેશનલ હેલ્થ કમિશન

પદનું નામ સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, અન્ય પદ
યોગ્યતા- 12મું ધોરણ, ડિપ્લોમા, સ્નાતક, એમબીબીએસ, વગેરે. 
પદોની સંખ્યા- કુલ 40 પદ
પસંદગીની પ્રક્રિયા- મેરિટ દ્વારા
નોકરી માટેનું સ્થળ- રાજકોટ
અરજી કરવાની છેલ્લી તારીખ- 6 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે વેબસાઈટ- https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx

2. આનંદ કૃષિ યુનિવર્સિટીમાં નીકળી ભરતી

પદનું નામ- કનિષ્ઠ અનુસંધાન અધ્યેતા, Contractual Staff
યોગ્યતા- બીએસસી, એમએસસી વગેરે
પદોની સંખ્યા- કુલ 2 જગ્યા
પસંદગી પ્રક્રિયા- ઈન્ટરવ્યું દ્વારા
નોકરી માટેનું સ્થળ- આણંદ
પગાર- 20,000- 31,000 (માસિક)
અરજી કરવાની છેલ્લી તારીખ- 4 સપ્ટેમ્બર 2023
અરજી કરવા માટે વેબસાઈટ- https://www.aau.in/

3. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક જગ્યા

પદનું નામ- હેલ્થ વર્કર
યોગ્યતા- 10મું ધોરણ પાસ, ડિપ્લોમા
પદોની સંખ્યા- કુલ 71 જગ્યા
પસંદગીની પ્રક્રિયા- મેરિટ કે ઈન્ટરવ્યુ
નોકરી માટેનું સ્થળ- વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ- 31 ઓગસ્ટ 2023
અરજી કરવા માટે વેબસાઈટ- www.vmc.gov.in

આ રીતે કરો અરજી
ગુજરાતના રાજકોટ, આણંદ, વડોદરામાં નોકરી કરવા માંગતા હોવ તો તમે આ સંસ્થાઓની અધિકૃત વેબસાઈટ પોર્ટલ પર જઈને પ્રકાશિત નોટિફિકેશન સારી રીતે વાંચી લો અને અરજી કરવાની પ્રક્રિયા પૂરી કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news