SBI RECRUITMENT 2023: સ્ટેટ બેંકમાં બંપર વેકેન્સી, પરીક્ષા વિના સીધો ઇન્ટરવ્યુ અને જોઈનીંગ

State Bank:ઇન્ટરવ્યુના આધારે સ્ટેટ બેંકમાં ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે, પ્રથમ મળેલી અરજીઓની તપાસ કર્યા પછી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

SBI RECRUITMENT 2023: સ્ટેટ બેંકમાં બંપર વેકેન્સી, પરીક્ષા વિના સીધો ઇન્ટરવ્યુ અને જોઈનીંગ

SBI Recruitment 2023 Sarkari Naukri: સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ (CRPD), કોર્પોરેટ સેન્ટર, મુંબઈ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત અધિકારીઓ, તત્કાલીન એસોસિએટ્સ (e-ABS) અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકોથી પણ ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારોએ SBI ભરતી 2023 સત્તાવાર સૂચના જોવી જોઈએ કે કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને કોની ભરતી થવાની છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી પ્રક્રિયામાં જોડાવા માટે 30 એપ્રિલ 2023 સુધીમાં નોંધણી કરાવી શકે છે. આ સંદર્ભમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 1લી એપ્રિલે જાહેરાત (No.CRPD/RS/2023-24/02) બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈ શકે છે.

આ રીતે થશે પસંદગી 
ઇન્ટરવ્યુના આધારે સ્ટેટ બેંકમાં ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે, પ્રથમ મળેલી અરજીઓની તપાસ કર્યા પછી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. 100 માર્ક્સ માટે ઇન્ટરવ્યુના આધારે અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

સ્ટેટ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ચેનલ મેનેજર ફેસિલિટેટર, ચેનલ મેનેજર સુપરવાઈઝર અને સપોર્ટ ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. કુલ પોસ્ટની સંખ્યા 1022 છે. ઉમેદવારોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ભરતી SBI દ્વારા Anytime Channel હેઠળ કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે.

આ ભરતીની ખાસ વાત છે
ખાસ વાત એ છે કે યુવા ઉમેદવારો અરજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. ફક્ત SBI અથવા અન્ય સરકારી બેંકમાંથી નિવૃત્ત કર્મચારીઓ જ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

આટલો પગાર મળશે

01) ચેનલ મેનેજર ફેસિલિટેટર-એનીટાઇમ ચેનલ્સ (CMF-AC): રૂ.36000/- પ્રતિ મહિને
02) ચેનલ મેનેજર સુપરવાઈઝર-એનીટાઇમ ચેનલ્સ (CMS-AC): રૂ.41000/- પ્રતિ માસ
03) સપોર્ટ ઓફિસર એનિટાઇમ ચેનલ્સ (SO-AC): રૂ.41000/- પ્રતિ મહિને

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news