આ લક્ષણો જોવા મળે તો સમજી જાજો હાર્ટની નસો થઈ ગઈ છે બ્લોક, કોઈપણ સમયે આવી શકે છે એટેક

Health Tips For Heart: દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં લોકો હાર્ટ એટેકમાં પોતાનો જીવ ગુમાવે છે તેવી ખબરો પણ સતત વધી રહી છે. આવી ઘટનાઓના કારણે લોકો ચિંતામાં રહેવા લાગ્યા. કારણ કે નાની ઉંમરમાં એકદમ સ્વસ્થ દેખાતી વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તે જીવ ગુમાવે છે. 

આ લક્ષણો જોવા મળે તો સમજી જાજો હાર્ટની નસો થઈ ગઈ છે બ્લોક, કોઈપણ સમયે આવી શકે છે એટેક

Health Tips For Heart: દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં લોકો હાર્ટ એટેકમાં પોતાનો જીવ ગુમાવે છે તેવી ખબરો પણ સતત વધી રહી છે. આવી ઘટનાઓના કારણે લોકો ચિંતામાં રહેવા લાગ્યા. કારણ કે નાની ઉંમરમાં એકદમ સ્વસ્થ દેખાતી વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તે જીવ ગુમાવે છે. હાર્ટ એટેકને રોકવા માટે સૌથી જરૂરી એ છે કે હાર્ટને રક્ત પહોચાડતી ધમનીઓ બ્લોક ન હોય. જો ધમનીઓમાં કોઈ ગડબડ હોય તો તેના કારણે હાર્ટ એટેક આવે છે. જ્યારે હૃદયની ધમનીઓ બંધ હોય છે ત્યારે શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે. 

આ પણ વાંચો: 

ધમનીઓ બ્લોક હોય તો જોવા મળે છે આ સંકેત

જો હ્રદયની નસો બ્લોક હોય તો તેના કારણે છાતીમાં ભારેભારે લાગે છે. આ સિવાય થોડીક મહેનતનું કામ કર્યા પછી પણ શ્વાસ ચડે છે. આવી સ્થિતિમાં છાતીમાં દુખાવો કે બેચેની પણ થવા લાગે છે. થોડું કામ કર્યા પછી પણ થાક લાગવો, શ્વાસ ફુલી જવો, હૃદયના ધબકારા વધી જવા જેવા સંકેત એ વાતનો ઈશારો છે કે ધમનીઓ બ્લોક થઈ રહી છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેક પણ આવી શકે છે. 

આ સંકેત જોવા મળે તો શું કરવું ? 

કોઈપણ વ્યક્તિને જો આ સંકેત જોવા મળે તો તુરંત જ કાર્ડિયોલોજીસ્ટ નો સંપર્ક કરવો જોઈએ. સાથે જ બ્લડપ્રેશર ડાયાબિટીસ જેવી બીમારીઓ વિશે ચેક અપ કરાવવું જોઈએ. આ સિવાય છાતીમાં દુખાવો કે શ્વાસ ચડવાની સ્થિતિ જણાય તો તુરંત જ ઇમર્જન્સી મેડિકલ હેલ્પ પર કોલ કરીને મદદ લેવી. પોતાનું હેલ્થ ચેકઅપ તુરંત જ કરાવી લેવું. 

હાર્ટને કેવી રીતે રાખવું હેલ્ધી ? 

હૃદય હેલ્ધી રહે તે માટે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે તમાકુ કે દારૂના વ્યસન હોય તો તેને તુરંત જ છોડવા જોઈએ. 

- ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય તો તેને કંટ્રોલમાં રાખવા માટે નિયમિત તપાસ કરાવવી. 

- સ્ટ્રેસથી દૂર રહેવું અને નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ કરવી.

- હેલ્ધી ફૂડનું સેવન કરવું અને મીઠું ફેટ અને મીઠાઈથી દૂર રહેવું. આ સિવાય જંક ફૂડનું સેવન પણ ટાળવું.

- વજન જો વધારે હોય તો તેને કંટ્રોલમાં કરવાની નિયમિત રીતે વ્યાયામ કરવો. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 35 થી 45 મિનિટ સુધી વ્યાયામ કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news