શરૂ કરી શકો છો 5 સોલાર બિઝનેસ, દર મહિને કમાઇ શકો છો 1 લાખ રૂપિયા, જાણો ડિટેલ્સ
દેશભરમાં સોલાર સેક્ટરમાં બિઝનેસની તકો પણ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સોલાર બિઝનેસને સતત સપોર્ટ કરી રહી છે. એવામાં જો તમે કોઇપણ પ્રકારનો બિઝનેસ કરવા ઇચ્છો છો તો તેને આ સેક્ટર સાથે જોડીને પોતાનું કામ શરૂ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં સોલાર સેક્ટરમાં બિઝનેસની તકો પણ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સોલાર બિઝનેસને સતત સપોર્ટ કરી રહી છે. એવામાં જો તમે કોઇપણ પ્રકારનો બિઝનેસ કરવા ઇચ્છો છો તો તેને આ સેક્ટર સાથે જોડીને પોતાનું કામ શરૂ કરી શકો છો. જરૂર નથી કે તમે સોલાર પ્લાન્ટ લગાવીને વિજળી વેચીને બિઝનેસ કરી શકો છો. સોલાર સેક્ટર સાથે જોડાયેલા ઘણા બિઝનેસ છે. આજે અમે તમે એવા જ કેટલાક સોલાર બિઝનેસ વિશે જણાવીશું, જેને શરૂ કરીને તમે સારી એવી કમાણી કરી શકો છો.
આ રીતે કમાવો 1 લાખ રૂપિયા સુધી
કેન્દ્ર અને રાજ્ય સરકરોનું સંપૂર્ણ ફોકસ સોલાર એનર્જી પર છે. એટલા માટે સરકારે લોકોને પણ સોલાર પ્લાન્ટ લગાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે. કેટલાક રાજ્યોએ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સોલાર પ્લાન્ટ અનિવાર્ય કરી દીધો છે. તમારી પાસે પણ સોલાર પ્રોડક્ટ્સ વેચવાનો બિઝનેસ શરૂ કરવાની મોટી તક છે. તેમાં સોલાર પીવી, સોલાર થર્મલ સિસ્ટમ, સોલાર એટિક ફેન, સોલાર કૂલિંગ સિસ્ટમનો બિઝનેસ શરૂ કરી શકો છો. શરૂઆતી રોકાણ 4 થી 5 લાખ રૂપિયા થશે. ખાસ વાત એ છે કે સોલાર એનર્જી સાથે જોડાયેલા બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સહિત ઘણી બેંકોની SME બ્રાંચમાંથી લોન મળી શકે છે. એક અનુમાન અનુસાર આ બિઝનેસમાંથી મહિને 30 હજારથી માંડીને 1 લાખ રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે.
ફાયદાવાળો છે સોલાર પ્રોડક્ટનો બિઝનેસ
સોલારથી ચાલનાર પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરી શકાય છે. હાલમાં એવી ઘણી પ્રોડક્ટસની ડિમાન્ડ છે. દેશી-વિદેશી કંપનીઓ સોલાર મોબાઇલ ચાર્જર, સોલાર વોટર હીટર, સોલાર પમ્પ, સોલાર લાઇટ્સ બનાવી રહી છે. તેમાં કેટલીક પ્રોડક્ટ્સ જેમ કે વોટર હિટર, પમ્પને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સબસિડી પણ મળે છે. તમે પણ આ પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવામાં 1થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. બેંકમાંથી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. બિઝનેસથી 20-40 હજાર રૂપિયા દર મહિને કમાણી થઇ શકે છે.
સોલાર મેન્ટેનેંસ અને ક્લિનિંગ સેન્ટર
સોલાર એનર્જી સાથે જોડાયેલો વધુ એક શાનદાર બિઝનેસ છે. મેન્ટેનસ અને ક્લીનિંગ સેન્ટર ખોલીને કમાણીનો ઓપ્શન મળી શકે છે. દાવો છે કે સોલાર પેનલની જેટલી વધુ મેન્ટેનેન્સ થાય છે, તેની પ્રોડક્શન ક્વોલિટી એટલી સારી થતી જાય છે. ક્લીનિંગ સેન્ટર ખોલીને સોલાર પેનલનો ઉપયોગ કરનારા અથવા ઇન્ડસ્ટ્રીઝને સર્વિસ આપી શકો છો. પેનલની મેન્ટેન્સની સાથે-સાથે સોલાર પ્રોડક્ટ્સ અને ઇન્વર્ટર્સની રિપેરીંગ એન્ડ મેન્ટેનન્સનું કામ કરી શકાય છે. તેમાં ખર્ચ પણ ખૂબ ઓછો છે. ફક્ત 50 હજાર રૂપિયામાં આ બિઝનેસ શરૂ થઇ શકે છે. કમાણીની વાત કરીએ તો તેમાંથી દર મહિને 15 થી 20 હજાર રૂપિયા સુધી કમાણી કરી શકો છો.
સોલાર કંસલ્ટેન્ટ બનીને કરો કમાણી
સોલાર એનર્જી સાથે જોડાયેલ વધુ કામ સોલાર કન્સલ્ટેંટનું છે. કન્સલ્ટેંટ બનવા માટે સોલાર બિઝનેસની ટેક્નિકલ જાણકારી લેવી પડશે. તેના ઘણા કોર્સ પણ હોય છે. સોલાર પ્લાન્ટ એટલે કે પેનલ લગાવનાર તેની વાયબિલિટી, ફાયદા-નુકસાનની જાણકારી પ્રાપ્ત કરવા માંગે છે. એવામાં કન્સલ્ટેંટ તરીકે તેમની મદદ કરી શકાય છે. કન્સલ્ટેંટનું કામ છે તે સાઇટ પર જઇને સ્ટડી કરે અને પછી રોકાણની સલાહ આપે. તેના માટે તમારી પાસે એક ઓફિસ, વેબસાઇટ જેવી બેસિક વસ્તુઓ હોવી જોઇએ. તેમાં રોકાણ તરીકે નજીવો ખર્ચ આવશે. પરંતુ કન્સલ્ટેંટ બનીને 50 હજાર રૂપિયા દર મહિને કમાણી કરી શકો છો.
ફાઇનેંસિંગ કન્સલ્ટેંટ બનીને કરો કમાણી
ફાઇનેંસિંગ કન્સલ્ટેંટની ડિમાન્ડ ખૂબ છે. તેમાં રોકાણ નથી અને કામની ઇચ્છા મુજબ કિંમત લઇ શકો છો. ફાઇનેંસિંગ કન્સલ્ટેંટ સોલાર પ્રોજેક્ટ લગાવનારને સર્વિસ આપે છે. ઘણી સરકારી અને બિન સરકારી એજન્સીઓ સોલાર પ્રોજેક્ટ લગાવવા માટે ફાઇનાન્સ ઉપલબ્ધ કરાવે છે. પરંતુ તેની જાણકારી સામાન્ય લોકો પાસે હોતી નથી. તમે આ પ્રકારની તમામ ડીટેલ્સ એકઠી કરીને તેની જાણકારી આપી શકો છો. તમે પ્રાઇવેટ ફાઇનેંશિયલ ઇંસ્ટીટ્યૂશન્સ સાથે સંપર્ક કરીને પ્રોડ્યૂસર વચ્ચે કડીનું કામ કરી શકો છો. તેના માટે નક્કી ચાર્જ લઇ શકો છો. તેમાં 30 થી 50 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે