PF Interest: નોકરીયાતોના ખાતામાં હોળી પહેલા આવી શકે છે સારી રકમ, 6.5 કરોડ લોકો જોઈ રહ્યા છે રાહ

EPFO ખાતા ધારકોને ડિસેમ્બર-2022 સુધીમાં PFમાં જમા કરવામાં આવેલી રકમ પર PFનો વ્યાજ દર મળવાની શક્યતા છે. તેનું મોટું કારણ એ હતું કે ગત નાણાકીય વર્ષમાં પણ માર્ચ મહિનામાં વ્યાજના દરમાં સુધારો કરવામાં આવ્યો હતો.  ડિસેમ્બર 2021માં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ આવું થઈ શક્યું નહીં.

PF Interest: નોકરીયાતોના ખાતામાં હોળી પહેલા આવી શકે છે સારી રકમ, 6.5 કરોડ લોકો જોઈ રહ્યા છે રાહ

EPFO ખાતા ધારકોને ડિસેમ્બર-2022 સુધીમાં PFમાં જમા કરવામાં આવેલી રકમ પર PFનો વ્યાજ દર મળવાની શક્યતા છે. તેનું મોટું કારણ એ હતું કે ગત નાણાકીય વર્ષમાં પણ માર્ચ મહિનામાં વ્યાજના દરમાં સુધારો કરવામાં આવ્યો હતો.  ડિસેમ્બર 2021માં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ આવું થઈ શક્યું નહીં.

હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હોળી અને ધૂળેટી સારી રીતે થઈ શકે તે માટે સરકાર વ્યાજના નાણાં ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. અગાઉ, બજેટ 2023ની રજૂઆત પહેલા, લોકો અપેક્ષા રાખતા હતા કે આ રકમ તેમના ખાતામાં જમા થશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. જોકે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટના ભાષણમાં PF નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી. 

હાલ કોઈ જાહેરાત નહીં
PFના વ્યાજને લઈને સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. છેલ્લા કેટલાક સમયથ ખાતાધારકોને PFના વ્યાજના રૂપિયા સમયસર નથી મળી રહ્યા. 2020-21માં, માર્ચ મહિનામા પીએફ પર 8.5% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે વ્યાજના નાણાં ડિસેમ્બર 2021માં મળ્યા હતા. તેજ સમયે, ગયા વર્ષે માર્ચમાં 2021-22 માટે વ્યાજ દર 8.10 ટકા નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ નવુંવર્ષ 2023 શરૂ થયા પછી પણ ખાતામાંનાણાં ટ્રાન્સફર થયા ન હતા. 

હોળી પહેલા વ્યાજ ટ્રાન્સફરની અપેક્ષા
બજેટ દરમિયાન પીએફને લગતા નિયમોમાં ફેરફારની જાહેરાત બાદ ખાતાધારકોની અપેક્ષા ફરી વધી છે. ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફમાં જમા રકમ તેમના ખાતામાં મળી જશે. વ્યાજના પૈસા આવી શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFOના સભ્યોને મોટી ભેટ આપી શકે છે.

બેલેન્સ ચેક કરવા આ નંબર પર કરો SMS 
7738299899 પર 'EPFOHO UAN ENG (જો તમનેહિન્દીમાંમાહિતી જોઈતી હોય, તો ENGનેબદલે HIN લખો)' મેસેજ મોકલો. તમને જવાબમાં બેલેન્સની માહિતી મળશે.

વેબસાઈટથી મેળવી શકશો માહિતી 
EPFOની વેબસાઈટ પર જાઓ. મેમ્બર પાસબુક પર ક્લિક કરો. હવે UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગિન કરો.  પીએફ એકાઉન્ટ પસંદ કરો એકાઉન્ટ ખોલતા જ બેલેન્સ દેખાશે.

ઉમંગ એપ
તમે ઉમંગ એપથી પણ પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે, જો તમારી પાસે સ્માર્ટફોન છે તો ઉમંગ એપ ખોલો અને EPFO પર ક્લિક કરો. હવે Employee Centric Services પર ક્લિક કરો અને ત્યાર બાદ વ્યૂ પાસબૂક પર ક્લિક કરો અને UAN અને પાસવર્ડ દાખલ કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરશો એટલે તમારું PF બેલેન્સ દેખાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news