ChatGPT દુનિયાભરમાં 30 કરોડ લોકોની નોકરી ખાઈ જશે? આ 5 નોકરીઓ માટે AI Chatbot બની શકે છે જોખમ
OpenAI નું નવું ચેટબોટ જેને ChatGPT કહેવામાં આવે છે તે જલદી અનેક નોકરીઓ માટે જોખમ બની શકે છે ખાસ કરીને કન્ટેન્ટ રાઈટિંગ અને એજ્યુકેશન ઈન્ડસ્ટ્રીની વાત આવે છે. ChatGPT વિદ્યાર્થીઓ વચ્ચે તો પહેલેથી જ લોકપ્રિય બની ગયું છે જે તેમનો ઉપયોગ પોતાના નિબંધ પૂરા કરવા અને પોતાના હોમવર્ક કરવા માટે કરે છે.
Trending Photos
રોજેરોજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં નવી નવી ડેવલપમેન્ટ જોવા મળી રહ્યા છે. ચેટજીપીટી (ChatGPT) નામનું એક નવું એઆઈ ચેટબોટે લાખો લોકો માટે કન્ટેન્ટ ક્યૂરેશન અને નિર્માણને સરળ અને ઝડપી બનાવી દીધા છે. આ સમાચાર એઆઈ, જો કે અનેક ક્ષેત્રોમાં ટેક્નોલોજી દ્વારા મનુષ્યોને રિપ્લેસ કરવા માટે પણ કામ કરી શકાય છે.
OpenAI નું નવું ચેટબોટ જેને ChatGPT કહેવામાં આવે છે તે જલદી અનેક નોકરીઓ માટે જોખમ બની શકે છે ખાસ કરીને કન્ટેન્ટ રાઈટિંગ અને એજ્યુકેશન ઈન્ડસ્ટ્રીની વાત આવે છે. ChatGPT વિદ્યાર્થીઓ વચ્ચે તો પહેલેથી જ લોકપ્રિય બની ગયું છે જે તેમનો ઉપયોગ પોતાના નિબંધ પૂરા કરવા અને પોતાના હોમવર્ક કરવા માટે કરે છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયલા એક રિસર્ચે નિર્ધારિત કર્યું કે આગામી 10 વર્ષમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે અમેરિકામાં 47 ટકાથી વધુ નોકરીઓમાં કામ આવી શકે છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ આ પ્રકારના ભાગ્યની ભવિષ્યવાણી કરી શકાય છે.
ChatGPT સંભવિત રીતે સફેદપોશ કાર્યાલયની નોકરીઓને ટાર્ગેટ કરી શકે છે અને તેના ઉપયોગમાં સરળતાના કારણે ખર્ચ અને અન્ય ચીજોના મામલે અનેક ઈન્ડસ્ટ્રી માટે લાખોની બચત કરી શકે છે. અનેક સફેદપોશ નોકરીઓ પહેલેથી જ AI ને પોતાના દૈનિક કાર્યોમાં સામેલ કરી રહી છે. જે કેટલાક વર્ષોમાં તેમની નોકરીઓ માટે વધુ ખતરો પેદા કરી શકે છે.
Goldman Sachs દ્વારા કરાયેલા એક સ્ટડી મુજબ ChatGPT જેવું AI દુનિયાભરમાં 30 કરોડથી વધુ નોકરીઓને બદલી શકે છે અને કાપી શકે છે. 2023 સુધીમાં દુનિયાભરમાં 30 કરોડ નોકરીઓ વૈશ્વિક કાર્યબળના 18 ટકાથી વધુ માટે જવાબદાર છે.
વ્હાઈટ કોલર જોબ્સ પર તેની ભારે નિર્ભરતાના કારણે, વિકાસશીલ દેશોની જગ્યાએ યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપીયન દેશો જેવી વિક્સિત અર્થવ્યવસ્થાઓમાં કરોડો નોકરીઓની જગ્યાએ ચેટજીપીટી અંગે સ્થિતિ વધુ સતત પ્રતિત થઈ રહી છે.
આ 5 ઈન્ડસ્ટ્રીઝ પર AI chatbot ChatGPT વધુ જોખમ પેદા કરી શકે છે...
1. ટેક નોકરીઓ જેમ કે કોડિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ
2. પત્રકારત્વ, જાહેરખબર અને કન્ટેન્ટ રાઈટિંગ જેવી મીડિયા નોકરીઓ
3. કાનૂની નોકરીઓ જેમ કે પેરાલીગલ અને લો આસિસ્ટન્ટ
4. માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ નોકરીઓ
5. ફાઈનાન્સ અને ટ્રેડિંગ નોકરીઓ
જ્યારે ChatGPT સંભવિત રીતે દુનિયાભરમાં કરોડો નોકરીઓ માટે જોખમ પેદા કરી શકે છે, રિસર્ચર્સે કહ્યું કે ભારતમાં નોકરીઓની જગ્યાએ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) એક વર્તમાન જોખમ નથી અને આવું થવામાં અનેક દાયકાઓ લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે