Delhi: AIIMS ના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Delhi AIIMS Fire: દિલ્હી ખાતે આવેલી એમ્સ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ લાગી છે. આ આગ એન્ડોસ્ક્રોપી રૂમમાં લાગી. આગ લાગતા જ તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બીજે ખસેડવામાં આવ્યા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.....

Delhi: AIIMS ના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Delhi AIIMS : દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી છે. માહિતી મળતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે લગભગ 11.54 વાગ્યે આગ લાગી હતી.

દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે એન્ડોસ્કોપી રૂમમાં આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  અકસ્માત બાદ ઉતાવળમાં તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બચાવીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

More than 6 fire tenders sent, say Delhi Fire Service

Further details are awaited. pic.twitter.com/u8iomkvEpX

— ANI (@ANI) August 7, 2023

જણાવી દઈએ કે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. એટલું જ નહીં બહારથી આવતા લોકોનો આવવા જવાનો ક્રમ ચાલે છે. માહિતી અનુસાર, દરરોજ લગભગ 12 હજાર દર્દીઓ સારવાર માટે દિલ્હી એમ્સમાં પહોંચે છે.

ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આગ એટલી પ્રબળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યાં છે. નવીનતમ અપડેટ મુજબ, ઈમરજન્સી વોર્ડની ઉપર લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દર્દીઓને વોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news