Papaya Benefits For Skin: સ્કિન પર ગ્લો લાવવાની સાથે આ 5 ફાયદા આપે છે પપૈયું


Papaya Benefits For Skin પપૈયા ખાવાના ફાયદા વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે પપૈયા તમારી ત્વચા પર ગ્લો લેવાની સાથે તેને ચમકદાર અને જવાન બનાવી શકે છે. આવો જાણીએ પપૈયાના ચહેરા પર લગાવવાથી શું ફાયદા થાય છે. 

Papaya Benefits For Skin: સ્કિન પર ગ્લો લાવવાની સાથે આ 5 ફાયદા આપે છે પપૈયું

નવી દિલ્હીઃ કુદરતે આપણને એકથી એક શાનદાર ભેટ આપી છે. જે આપણા સ્વાસ્થ્યની સાથે આપણી સ્કિન માટે પણ લાભદાયક હોય છે. જેમાં ફળ પણ એ જ કેટેગરીમાં આવે છે. જે હેલ્દી સ્કિન માટે ખુબ જ જરૂરી છે. તમે ફળોનું સેવન કરી શકો છો અને તેને સ્કિન પર પણ લગાવી શકો છો. તેવું જ એક ફળ છે પૈપયું. આ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે સ્કિનની અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે. પપૈયું એન્ટીઓક્સિડેંટ્સ, એન્ઝાઈમ્સ અને વિટામિન-સીથી ભરપૂર હોય છે જે સ્કિન માચે શ્રેષ્ઠ સાબિત થાય છે. 

પપૈયાને સ્કિન પર લગાવવાના 6 ફાયદાઃ
સ્કિનને કરે છે એક્સફોલિએટઃ

સમયાંતરે ત્વચાને એક્સફોલિએટ કરવી જરૂરી છે, જેથી ત્વચાના મૃત કોષો દૂર થઈ શકે અને તમારી ત્વચા સ્વસ્થ રહે. આ માટે પપૈયાથી વધુ સારું બીજું કંઈ નથી. તેમાં રહેલા એન્ઝાઇમ્સ ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે. આનાથી બંધ છિદ્રો પણ ખુલે છે.

એક્નેમાંથી મળે છે છુટ્ટીઃ
એક ઉત્તમ એક્સ્ફોલિયેટર હોવાથી પપૈયા ખીલને પણ દૂર રાખે છે. તે છિદ્રોને સાફ કરે છે અને બળતરા ઘટાડે છે. આ સાથે તે સ્કિનની ગંદકી અને તેલને પણ સાફ કરે છે. જે છિદ્રોને બંધ કરે છે અને ખીલનું કારણ બને છે.

આ પણ વાંચોઃ ઘોડા જેવી શક્તિ મેળવવી હોય તો આ ખાવાનું શરૂ કરો, પત્ની કે ગર્લફ્રેન્ડ પણ થઈ જશે ખુશ

સ્કિન પરના દાગ-ધબ્બાને હટાવે છેઃ
પપૈયું પણ એક અદભૂત બ્રાઈટીંગ એજન્ટ છે. જે રંગને સાફ કરે છે અને ડાર્ક સ્પોટ્સ-નિશાનોને દૂર કરે છે. તમે પપૈયાની મદદથી સન ટેન, ખીલ અને અન્ય જૂના ફોલ્લીઓને હળવા કરી શકો છો. જો તમે દરરોજ પપૈયાનો ઉપયોગ કરો છો તો તમારી ત્વચા સમાન ટોન થઈ જશે.

એન્ટી-એઝિંગ ટ્રીટમેન્ટઃ
પપૈયા ઘણા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. જે ફ્રી-રેડિકલ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે, ફ્રી-રેડિકલ્સ ચહેરા પર કરચલીઓ અને વૃદ્ધત્વના નિશાનનું કારણ બને છે. જેમ જેમ ઉંમર થાય છે તેમ તેમ શરીરમાં કોલેજન પણ ઓછું થવા લાગે છે. અને ત્વચા ક્યાંકને ક્યાંક તેની ચમક ગુમાવવા લાગે છે. આ માટે તમે પપૈયાનો ઉપયોગ કરો.

સ્કિનને નમી આપે છેઃ 
પપૈયાના પલ્પથી માલિશ કરવાથી ત્વચાને અંદરથી ભેજ મળે છે અને પોષણ પણ મળે છે. આ શુષ્ક અને નિર્જીવ ત્વચાને ભેજ આપવામાં મદદ કરે છે. આ માટે પપૈયાનો પલ્પ લઈને ત્વચા પર મસાજ કરો.

આ પણ વાંચોઃ શું તમે આ જાદુગર પથરા વિશે જાણો છો? દવા-દુવાં, મેલી વિદ્યા બધામાં વપરાય છે આ પથરો!

ચહેરા પર આવે છે ગ્લોઃ
પપૈયામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચામાં ચમક લાવવા માટે જાણીતું છે. તે તમારી ત્વચાને ઈલાસ્ટિન અને કોલેજન આપે છે. જે ત્વચાને યુવાન બનાવે છે.

નોંધઃ આ લેખમાં આપેલા સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના આધારિત છે. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.)

 

Trending news