દેશના સૌથી અમીર પરિવારની વહુ શ્લોકા મહેતાએ પહેર્યો સૌથી મોંઘો ડ્રેસ, ડ્રેસ કરતા પણ મોંઘી તો સેન્ડલ

Mukesh Ambani Bahu Shloka Mehta Costly Dress : હંમેશા સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચનારી શ્લોકા મહેતાએ અત્યંત બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે શ્લોકાના ડ્રેસની કિંમત સાંભળીને સૌના હોંશ ઉડી જશે

દેશના સૌથી અમીર પરિવારની વહુ શ્લોકા મહેતાએ પહેર્યો સૌથી મોંઘો ડ્રેસ, ડ્રેસ કરતા પણ મોંઘી તો સેન્ડલ

Shloka Mehta : દેશનો સૌથી અમીર અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તેમના ફેમિલી પ્રોગ્રામથી લઈને તેમના ડ્રેસિંગ સુધીની તમામ બાબતો હંમેશા ચર્ચામાં રહે છે. તેમના શોખ પણ મોંઘાદાટ હોય છે. આવામાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા પણ હંમેશા પોતાની લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ શ્લોકા અંબાણી એક મીની બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. જોકે, તમે તેની કિંમત સાંભળશો તો તમારા હોંશ ઉડી જશે. 

શ્લોકા મહેતાએ પહેર્યો ખાસ ડ્રેસ
અંબાણી પરિવારની મોટી વહુ અને બિઝનેસમેન આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ બહુ જ શાનદાર ફેશન સ્ટેટમેન્ટ સાથે એક કાર્યક્રમમાં સૌને સરપ્રાઈઝ આપી હતી.

હંમેશા સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચનારી શ્લોકા મહેતાએ અત્યંત બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે શ્લોકાના ડ્રેસની કિંમત સાંભળીને સૌના હોંશ ઉડી જશે. 

હાલમાં જ શ્લોકાએ એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. જેમાં તેમણે ઓફ શોલ્ડર બોડીકોન અને એક ફ્લેયર્ડ બોટવાળી બ્લેક કલરનો મીડી ડ્રેસ પહેર્યો હતો. સુંદર બ્લેક ડ્રેસમાં તે બહુ જ જાજરમાન લાગતી હતી. દેશના સૌથી અમીર પરિવારની વહુ શ્લોકાના ડ્રેસ વિશે ચર્ચા થતા તેના પર રિસર્ચ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે, આ ડ્રેસ એલેક્ઝાન્ડર મેક્લીન બ્રાન્ડની છે. અને તેની કિંમત 650 યુરો એટલે કે 58,497 રૂપિયા છે. આ તો આ કિંમત અંબાણી પરિવાર માટે બહુ જ ઓછી છે. પંરતુ છતા લોકો માટે ચોંકાવનારી છે. 

ફલોરલ એપ્લિક હીલ્સની કિંમત
આ શાનદાર આઉટફીટ સાથએ શ્લોકાએ પોતાના લુકને નિખારવા માટે એક બેસ્ટ હીલ્સ પહેરી હતી. તેમણે ડ્રેસ સાથે મેચીંગ કરેલી ફ્લોરલ એપ્લીક હીલ્સ સોફિયા વેબસ્ટર બ્રાન્ડની હતી. જેની કિંમત 518 યુરો છે. જેની ભારતીય કિંમત 46,617 રૂપિયા થાય છે. હાલ આ હિલ્સ પર 40 ટકા ડિસ્કાઉન્ટ છે. જેના બાદ તેની કિંમત 17,279 રૂપિયા થાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news