Worst Cooking Oils: ભોજન બનાવવા માટે આ 5 તેલ ભૂલેચૂકે ન વાપરતા, 99% લોકોને નથી ખબર આ વાત!

સ્વસ્થ રાખવાના દાવા કરતા અનેક તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. પામ ઓઈલ જેને તાડનું તેલ કહે છે તેનાથી અનેક જંક ફૂડ બને છે. ઠેર ઠેર રેસ્ટોરન્ટમાં પણ મળતા ફૂડ પામ ઓઈલમાં બનાવવામાં આવતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે  ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક હોય છે. એવા અનેક તેલ છે જે તમારા મોઢાનો સ્વાદ તો વધારતા હશે પરંતુ તમને બીમારીઓનો ભોગ બનાવી શકે છે. 

Worst Cooking Oils: ભોજન બનાવવા માટે આ 5 તેલ ભૂલેચૂકે ન વાપરતા, 99% લોકોને નથી ખબર આ વાત!

ખાવાનું બનાવવા માટે ઓઈલ પસંદ કરતી વખતે તમે શું જુઓ છો? સ્વાદ કે પછી સ્વાસ્થ્ય? જો તમે સ્વાસ્થ્યની રીતે તેલની પસંદગી કરતા હોવ તો પછી માર્કેટમાં જે પણ તેલ ઉપલબ્ધ છે તેમાં જે દાવા થાય છે કે તે હ્રદયના સ્વાસ્થ્ય સાથે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે ફાયદાકારક છે વગેરે તો તે દાવા સાચા છે કે નહીં તે તમારે ખાસ જાણવું જોઈએ. સ્વસ્થ રાખવાના દાવા કરતા અનેક તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. પામ ઓઈલ જેને તાડનું તેલ કહે છે તેનાથી અનેક જંક ફૂડ બને છે. ઠેર ઠેર રેસ્ટોરન્ટમાં પણ મળતા ફૂડ પામ ઓઈલમાં બનાવવામાં આવતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે  ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક હોય છે. એવા અનેક તેલ છે જે તમારા મોઢાનો સ્વાદ તો વધારતા હશે પરંતુ તમને બીમારીઓનો ભોગ બનાવી શકે છે. 

રસોડામાથી બહાર કાઢી નાખો આ 5 તેલ!
અજાણતા તમે કદાચ એવા પણ તેલ રસોડામાં વાપરતા હોવ જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. તમે જેને હેલ્ધી તેલનો વિકલ્પ સમજતા હોવ તે અસલમાં હેલ્થ માટે નુકસાનકારક પણ  બની શકે છે. ખરાબ તેલ હ્રદયની બીમારી, બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલથી લઈને શુગરની સમસ્યાને વધારવાનું કામ કરી શકે છે. આવા 5 તેલ વિશે ખાસ જાણો જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 

તાડનું તેલ (Palm Oil)
પામ ઓઈલ સૌથી વધુ ખરાબ તેલમાંથી એક છે. ભારતીય સ્ટ્રીટ ફૂડમાં આ તેલનો ઉપયોગ થાય છે. આ અલ્ટ્રા પ્રોસેસ્ડ તેલ છે. જેમાં હાઈ સેચ્યુરેટેડ ફેટી એસિડ અને હાઈ કેલરીની માત્રા હોય છે. તેમાંથી બનેલું ખાવાનું વજન વધારે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે અને હ્રદયની બીમારીઓ વધવા પાછળ પણ આ પામ ઓઈલ જવાબદાર છે. 

સૂરજમુખીનું તેલ  (Sunflower Oil)
સૂરજમુખીના તેલનો ઉપયોગ પૂરીથી લઈ ભજીયા, શાક વગેરે બનાવવા માટે થતો હોય છે. સ્વાસ્થ્ય માટે તે પણ ફાયદાકારક નથી. આ તેલને કેટલાક હેલ્થ એક્સપર્ટ 5માંથી 3 રેટિંગ આપે છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. જે હ્રદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. 

સફેદ સરસવનું તેલ (Canola Oil)
સફેદ સરસવનું તેલ જેને કેનોલો ઓઈલ તરીકે ઓળખવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આ તેલ અલ્ટ્રા પ્રોસેસ્ડ તેલ અને ખુબ વધુ પડતું રિફાઈન્ડ તેલ હોય છે. તેનું સેવન કરવાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. 

સોયાબીન તેલ (Soyabean Oil)
સોયાબીનનું તેલ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. તેમાં હાઈ ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તેનાથી ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનું જોખમ વધે છે. જો તમે આ તેલ વાપરતા હોવ તો આજે જ ઉપયોગ કરવાનું બંધ કરી દેજો. 

ધાનના ભૂસાનું તેલ (Rice Bran Oil)
રાઈસ બ્રાન ઓઈલ બનાવવા માટે અનેક પ્રકારના કેમિકલનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્યની રીતે જરાય હેલ્ધી વિકલ્પ હોઈ શકે નહીં. જો કે આ પાંચ તેલમાં એક્સપર્ટ્સ દ્વારા આ તેલને 5માં નંબરે મૂકવામાં આવે છે. 

Disclaimer: અહીં અપાયેલી જાણકારી પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞોનો મત  ચોક્કસપણે લઈ લેવો.  ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news