Chanakya Niti: ભૂલથી પણ આવી છોકરીઓ સાથે ન કરતા લગ્ન, રાતોરાત બગડી જશે આખી બાજી!
Acharya Chanakya: જીવનસાથીની પસંદગી ખુબ સાવધાનીપૂર્વક થવી જોઈએ. કારણ કે આ એક એવી સ્ત્રી હોય છે જે તમારા જીવનના સારા સંબંધ બગાડી શકે છે અને બગડેલા સંબંધો સુધારી પણ શકે છે. આવામાં લગ્ન માટે યોગ્ય યુવતીની પસંદગી કરવામાં આચાર્ય ચાણક્યની સલાહ ઉપયોગી થાય તેવી છે. જાણો તેમણે શું કહ્યું છે.
Trending Photos
Marriage: લગ્ન માટે એક સારી યુવતી શોધવી એ સરળ નથી. વર્તમાન સમયમાં મોટાભાગના યુવકો સુંદર છોકરી જોઈને લગ્ન માટે હા પાડી દેતા હોય છે. થોડા સમય બાદ તેમને ભાન થાય છે કે તેમણે લગ્ન કરવામાં કેટલી મોટી ભૂલ કરી છે. ક્યારેક તો ઘરવાળા દહેજની લાલચમાં તપાસ કર્યા વગર જ પુત્રના લગ્ન કોઈ પણ યુવતી સાથે કરાવી દેતા હોય છે. ત્યારબાદ ઘરમાં રોજ રોજના ઝઘડાથી પરેશાન રહે છે.
આવામાં તમે જો તમારા ઘરમાં આવી સ્થિતિથી બચવા માંગતા હોવ તો લગ્ન માટે યુવતી પસંદ કરતી વખતે ચાણક્ય નીતિમાં જે વાતો જણાવી છે તે જરૂર સુનિશ્ચિત કરી લો. ચાણક્ય નીતિ ભારતના મહાન અર્થશાસ્ત્રી અને દાર્શનિક આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલી છે. આજે પણ સેંકડો વર્ષ પહેલા તેમાં જણાવવામાં આવેલી વાતો પ્રાસંગિક છે અને વર્તમાન સમય માટે બિલકુલ સટીક છે. તેની મદદથી વ્યક્તિ પોતાના અંગત જીવન અને દરેક પરેશાનીથી સરળતાથી બહાર નીકળી શકે છે.
ધર્મ કર્મમાં વિશ્વાસ ન કરનારી યુવતી
જે યુવતી પોતાના ધર્મ કર્મમાં વિશ્વાસ ધરાવતી હોય તેવી યુવતી જીવનસાથી બનવા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. જે યુવતીઓમાં પોતાના ઘર્મ અને કર્મ અંગે જ્ઞાન હોતુ નથી તેવી છોકરીઓ મોટાભાગે ઘર તોડાવવાનું કામ કરે છે. તે પોતાના પરિજનોથી વધુ એવા લોકોની પ્રિય હોય છે જેઓ તેને ખુશ કરવા માટે ખોટા વખાણ કરે છે.
ગુસ્સાવાળી છોકરી
આચાર્ય ચાણક્ય લગ્ન માટે એવી છોકરી પસંદ કરવાનું કહે છે જે સ્વભાવે શાંત હોય, જેને વાતે વાતે ગુસ્સો ન આવતો હોય. કારણ કે ગુસ્સાવાળી છોકરીઓનો બોલવા પર કોઈ કંટ્રોલ હોતો નથી. જેના કારણે ઘરમાં સંબંધો વેરવિખેર થઈ જાય છે. તેનો આ સ્વભાવ પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં પણ તિરાડ લાવવાનું કામ કરે છે.
દબાણમાં આવીને લગ્ન કરનારી યુવતી
એવી છોકરીઓ સાથે ક્યારેય લગ્ન ન કરવા જે પોતે લગ્ન માટે તૈયાર નથી. બસ માતા પિતાના દબાણમાં આવીને લગ્ન માટે તૈયાર થઈ હોય. કારણ કે આવી છોકરીઓનો કોઈ ભરોસો હોતો નથી કે તે ક્યારે શું કરી નાખે. તેમની પાસેથી ઘર અને સંબંધોની જાળવણીની આશા રાખવી જોખમભર્યું હોય છે. તે ક્યારેય કોઈનું સન્માન કરતી નથી.
સારા સંસ્કાર અને ગુણ ન હોવા
ચાણક્ય નીતિમાં એવી યુવતી સાથે લગ્ન ન કરવાની સલાહ આપવામાં આવી છે જે યુવતીઓમાં સંસ્કારનું સ્તર ઓછું હોય. આ ચીજ તેના વર્તનમાં છલકાતું હોય છે. જ્યારે તેને નજર અંદાજ કરીને લગ્ન કરાય તો તે ઘરમાં કલેશનું વાતાવરણ રહેવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે