વરસાદી વાતાવરણમાં સાંજની ચા સાથે માણો ચીઝ કોર્ન બોલ, આ રીતે છે સૌથી સરળ, ફટાફટ થઈ જશે રેડી

Cheese Corn Ball Recipe: ચીઝ કોર્ન બોલનું નામ આવતા જ તમને લાગશે કે કલાકોની મહેનત અને રેસિપી અઘરી હશે. પરંતુ એવું જરા પણ નથી. આ વાનગી બનાવી સરળ છે અને તમે તેને 30 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો ફટાફટ જાણો કે કેવી રીતે બનાવવા ચીઝ કોર્ન બોલ.

વરસાદી વાતાવરણમાં સાંજની ચા સાથે માણો ચીઝ કોર્ન બોલ, આ રીતે છે સૌથી સરળ, ફટાફટ થઈ જશે રેડી

Cheese Corn Ball Recipe: સાંજે પીવાતી ગરમાગર ચા સાથે નાસ્તો કરવાની મજા જ અલગ હોય છે. તેમાં પણ વરસાદી વાતાવરણમાં ગરમા ગરમ ચીઝ કોર્ન બોલ ખાવા મળે તો વાત જ શું કરવી. ચીઝ કોર્ન બોલનું નામ આવતા જ તમને લાગશે કે કલાકોની મહેનત અને રેસિપી અઘરી હશે. પરંતુ એવું જરા પણ નથી. આ વાનગી બનાવી સરળ છે અને તમે તેને 30 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો ફટાફટ જાણો કે કેવી રીતે બનાવવા ચીઝ કોર્ન બોલ.

ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટેની સામગ્રી

આ પણ વાંચો:

બાફેલા બટેટા - 3
બાફેલી મકાઈ - 2 બાઉલ
ઝીણી સમારેલી ડુંગળી - 1
ઝીણું સમારેલું કેપ્સીકમ - 1
લસણની કળી 2 થી 3
ઝીણી સમારેલી કોથમીર
કાળા મરીનો પાવડર 1 ચમચી
ઝીણા સમારેલા મરચાં 1 ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
મોઝેરેલા ચીઝ - 1.5 કપ 
કોર્ન ફ્લોર - 3/4 કપ 
મકાઈનો લોટ - 3 ચમચી 
બ્રેડક્રમ્સ જરૂર અનુસાર

ચીઝ કોર્ન બોલ્સ બનાવવાની રેસીપી

આ પણ વાંચો:

ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે સૌથી પહેલા એક બાફેલા બટેટાને મેશ કરી લો. તેમાં સ્વીટ કોર્ન, ડુંગળી, કેપ્સીકમ, લસણ, કોથમીર, લીલું મરચું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં મોઝેરેલા ચીઝ, કાળા મરીનો પાવડર, મીઠું અને મકાઈનો લોટ અને કોર્ન ફ્લોર ઉમેરો. બધી સામગ્રીને હળવા હાથે મિક્સ કરી નાના બોલ બનાવી લો.

હવે અન્ય એક બાઉલમાં પાણીમાં કોર્ન ફ્લોર લઈ સ્લરી તૈયાર કરો. આ સ્લરી થોડી ઘટ્ટ રાખવી. હવે તેમાં તૈયાર કરેલા બોલ્સ ઉમેરી અને બ્રેડક્રમ્સમાં રગદોળી અને ગરમ તેલમાં તળવા માટે મુકો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને ગરમા ગરમ સર્વ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news