Child Mobile Addiction: તમારા બાળકને મોબાઈલનું વળગણ લાગી ગયું છે? લત છોડાવવા આ ઉપાયો અજમાવો
Child Smartphone Addiction: શું તમારા બાળકને પણ મોબાઈલ ફોનનું વળગણ છે? શું તે વધુ સમય પોતાના મિત્રો સાથે વિતાવવાની જગ્યાએ મોબાઈલ ફોન સાથે વિતાવે છે. જો આ સવાલોના જવાબ હા હોય તો તમારે આ દિશામાં પગલું ભરવાની જરૂર છે.
Trending Photos
Child Smartphone Addiction: શું તમારા બાળકને પણ મોબાઈલ ફોનનું વળગણ છે? શું તે વધુ સમય પોતાના મિત્રો સાથે વિતાવવાની જગ્યાએ મોબાઈલ ફોન સાથે વિતાવે છે. જો આ સવાલોના જવાબ હા હોય તો તમારે આ દિશામાં પગલું ભરવાની જરૂર છે. મોબાઈલ ફોનની લત માત્ર બાળકોના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ માનસિક અને સામાજિક વિકાસમાં બાધા નાખે છે, તેમના શાળાના દેખાવ ઉપર પણ અસર કરે છે. અમે તમને કેટલાક ઉપાય જણાવીશું જેના દ્વારા તમે બાળકને મોબાઈલ ફોનની લતથી છૂટકારો અપાવવામાં મદદ કરી શકો છો.
બાળકોને મોબાઈલનું વળગણ છોડાવવા માટે આ ઉપાયો અજમાવો
1. રોજબરોજની જિંદગીમાં ડિજિટલ ડિટોક્સ
જો તમે તમારા બાળકને મોબાઈલથી દૂર કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે પોતાની જાતને આ ડિજિટલ સંસારથી દૂર કરવી પડશે. આમ કરવાથી બાળકોને પણ તમારા પ્રત્યે સંવેદનશીલતા, અને સમજ પેદા થશે. આમ કરવા માટે તમે એક નિર્ધારિત સમય નક્કી કરી શકો છો જ્યારે તમે અને તમારા પરિવારના સભ્યો મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરો. જેમ કે ખાવાના સમયે કે પરિવાર સાથે વિતાવવામાં આવનાર કેટલીક પળો વખતે.
2. આકર્ષણ અને અર્થપૂર્ણ ગતિવિધિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન
બાળકોને મોબાઈલની લત છોડાવવાનો એક પ્રભાવી ઉપાય તેમને વિભિન્ન ગતિવિધિઓ, જેમ કે ખેલ, કળા અને શોખમાં સામેલ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આ ગતિવિધિઓમાં સામેલ થવાથી તેમની પાસે મોબાઈલ ફોન પર વિતાવવા માટે ઓછો સમય રહે છે અને તેમના રસ અને કૌશલનો વિકાસ થાય છે.
3. મોબાઈલનો યોગ્ય ઉપયોગ શીખવાડો
આપણે આપણા બાળકોને સમજાવવાની જરૂર છે કે મોબાઈલ ફોન એક ઉપકરણ છે. જેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેમને એ સમજાવવાની જરૂર છે કે તેને મનોરંજન માટે જ ઉપયોગમાં લેવો એ યોગ્ય નથી. ઉલ્ટું તેને જ્ઞાનવર્ધક અને શૈક્ષણિક હેતુઓથી પણ ઉપયોગમાં લઈ શકાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે