ઈંગ્લીશ નહીં ભારતના દરેક બાળકને આવડવી જોઈએ આ ભાષા! Appleના CEOએ કહ્યું આગળ ખુબ મોટા ચાન્સ મળશે

Apple CEO: ટિમ કૂક તાજેતરમાં ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કોડિંગની જરૂરિયાત વિશે જણાવ્યું.

ઈંગ્લીશ નહીં ભારતના દરેક બાળકને આવડવી જોઈએ આ ભાષા! Appleના CEOએ કહ્યું આગળ ખુબ મોટા ચાન્સ મળશે

Tim Cook : ભારતમાં Appleનો સત્તાવાર રિટેલ સ્ટોર ખોલવામાં આવ્યો છે. એપલના સીઈઓ ટિમ કુક પોતે સ્ટોરના ઉદઘાટનમાં ભારત આવ્યા હતા. ટિમ કૂકે સૌપ્રથમ મુંબઈ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ દિલ્હીમાં સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ટિમ કુકે IANSને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. ઈન્ટરવ્યુમાં તેણે કેટલીક એવી વાતો જણાવી, જે ભારતના બાળકો અને માતા-પિતાએ જાણવી જોઈએ. ટિમ કુકે ઇન્ટરવ્યુમાં કોડિંગ વિશે વાત કરી, તેણે કહ્યું કે કોડિંગ એવી વસ્તુ છે જે ભારત સહિત વિશ્વભરની શાળાઓએ બાળકોને શીખવવી જોઈએ.

No description available.

ટિમ કૂક બાળકોને આ ભાષા શીખવવા માંગે છે
ટિમ કુકે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે કોડિંગ એ એકમાત્ર ગ્લોબલ લેંગવેજ છે અને હું ઈચ્છું છું કે છોકરીઓ સહિત વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓ શાળાના દિવસોમાં કોડિંગ શીખે. કોડિંગ શીખવાથી તેઓ જ્યારે મોટા થશે ત્યારે તેઓ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ બનાવી શકશે.

એપલના સીઈઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આનાથી તેઓ વાસ્તવિક જીવનની સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ બનશે. કૂકે કહ્યું કે કોડિંગ પ્રાથમિક શાળાથી જ બાળકોને શીખવવું જોઈએ.

કોડિંગમાં નિષ્ણાત બનવા માટે ડિગ્રી જરૂરી નથી?
કૂકે IANS ને કહ્યું કે, "દરેક વ્યક્તિએ હાઈસ્કૂલ પાસ કરતા પહેલા પ્રોગ્રામિંગ શીખવું જોઈએ. પ્રોગ્રામિંગ ભાષા એ તમારી ક્રીએટીવીટીને વિશ્વમાં લાવવાનો એક માર્ગ છે." એપલના સીઈઓએ હંમેશા શાળાના અભ્યાસક્રમમાં કોડિંગનો સમાવેશ કરવાનો આગ્રહ રાખ્યો છે અને કહ્યું છે કે કોડિંગમાં નિષ્ણાત બનવા માટે ચાર વર્ષની ડિગ્રી જરૂરી નથી. Apple CEOના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં દરેકને કોડ શીખવાની તક મળવી જોઈએ. તે જીવનમા નવા દરવાજા ખોલી શકે છે.

આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું

રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news