Lip Care: હોઠની આસપાસની ત્વચા થઈ ગઈ છે કાળી ? તો જાણી લો તેને દુર કરવાના ઉપાય

Darkness Around Lips: હોઠની આસપાસની ત્વચા જો કાળી થઈ ગઈ હોય તો તેને નોર્મલ કરવી મુશ્કેલ નથી. તમે કેટલાક સરળ ઉપાય કરીને પણ હોઠની આસપાસની કાળી થયેલી ત્વચાને નોર્મલ કરી શકો છો. પરંતુ તેના પહેલા એ જાણવું જરૂરી છે કે હોઠની આસપાસની ત્વચા કાળી કયા કારણોસર થઈ જાય છે.

Lip Care: હોઠની આસપાસની ત્વચા થઈ ગઈ છે કાળી ? તો જાણી લો તેને દુર કરવાના ઉપાય

Darkness Around Lips: હોઠની આસપાસની ત્વચા જો કાળી થઈ જાય તો તેના કારણે પર્સનાલિટી પણ ખરાબ દેખાય છે. આવી સ્થિતિમાં લોકોની વચ્ચે જવાબમાં પણ શરમ સંકોચ અનુભવાય છે. હોઠની આસપાસની ત્વચા જો કાળી થઈ ગઈ હોય તો તેને નોર્મલ કરવી મુશ્કેલ નથી. તમે કેટલાક સરળ ઉપાય કરીને પણ હોઠની આસપાસની કાળી થયેલી ત્વચાને નોર્મલ કરી શકો છો. પરંતુ તેના પહેલા એ જાણવું જરૂરી છે કે હોઠની આસપાસની ત્વચા કાળી કયા કારણોસર થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા આ સમસ્યાના કારણો જાણીએ અને પછી જાણીએ તેનું સમાધાન. 

હોઠ આસપાસની ત્વચા કાળી થવાના કારણ

- માસિક ધર્મ કે ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારના કારણે સ્કીન કાળી પડવા લાગે છે. 

- દવા કે ટ્રીટમેન્ટના પ્રભાવના કારણે પણ હોઠ આસપાસની ત્વચા કાળી પડી શકે છે. 

- ત્વચાનું મેલેનીન અચાનક વધી જાય તો પણ ત્વચા કાળી પડવા લાગે છે. 

- અપર લીપ્સના વાળ દૂર કરવાની ખોટી રીતોના કારણે પણ હોઠ આસપાસની ત્વચા કાળી પડવા લાગે છે. 

હોઠની ત્વચાને સુધારવાના ઉપાય 

1. જો હોઠ અને હોઠની આસપાસની ત્વચા કાળી પડવા લાગી હોય તો મધનો ઉપયોગ ફાયદાકારક સાબિત થશે. નિયમિત રીતે પ્રભાવિત ત્વચા પર મધ લગાવો અને 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. 

2. લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ કરવાથી પણ હોઠ અને હોઠની ત્વચાની કાળાશ દૂર કરી શકાય છે. લીંબુનો રસ ત્વચા પર લગાડી 15 થી 20 મિનિટ પછી પાણીથી સાફ કરો. 

3. બટેટાનો રસ લગાડવાથી પણ હોઠની આસપાસની કાળી પડેલી ત્વચા નોર્મલ થઈ જાય છે. બટેટામાં બ્લીચીંગ ગુણ હોય છે તેનો રસ કાઢીને હોઠની આસપાસ લગાડશો તો થોડા જ દિવસમાં ત્વચા નોર્મલ થઇ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news