કેમ આવે છે ગુસ્સો? કેમ થાય છે દુઃખ? કેમ આવે છે મરવાનો વિચાર? જાણો ડિપ્રેશનના કારણો અને તેનાથી બચવાના ઉપાય

Depression-A disease which makes person do suicide: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ડિપ્રેશન એ એક સામાન્ય માનસિક બીમારી છે. ડિપ્રેશન સામાન્ય રીતે મૂડમાં વધઘટ અને ટૂંકા ગાળાની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે. તેના લક્ષણોમાં સતત ઉદાસી અને પહેલાની જેમ વસ્તુઓમાં રસનો અભાવ રહે છે. ડિપ્રેશનના સ્ટેટમાં ઘણીવાર વ્યક્તિ નિરાશાથી ઘેરાઈ જાય છે અને એને આત્મહત્યાના પણ વિચારો આવે છે. તો ઘણીવાર લોકો એટલા દુ:ખી થઈ જાય છે કે આજુબાજુમાં સારી ઘટનાઓને પણ તે નજર અંદાજ કરે છે.

કેમ આવે છે ગુસ્સો? કેમ થાય છે દુઃખ? કેમ આવે છે મરવાનો વિચાર? જાણો ડિપ્રેશનના કારણો અને તેનાથી બચવાના ઉપાય

રાહુલ પીઠડીયા, અમદાવાદઃ સામાન્ય હોય કે ખાસ, સમસ્યાઓ દરેકની સામે આવી શકે છે. ડિપ્રેશન પણ આવી જ એક ગંભીર સમસ્યા છે, જે કોઈને પણ ઘેરી શકે છે. આ બીમારીને કારણે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મોઈસેસ હેનરિક્સને આપઘાત કરવાનો હતો. વર્ષે 2020માં, મોઈસેસ હેનરિક્સે, ડિપ્રેશનનો પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે તે એક વખત ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચ દરમિયાન આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. આ તો કિસ્સો તો માત્ર એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો છે, આવી અનેક હસ્તીઓ તેમજ સામાન્ય લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. આવો જાણીએ શું કામ હસ્તો રમતો માણસ બને છે ડિપ્રેશનનો શિકાર.
ડિપ્રેશન એટલે શું-
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ડિપ્રેશન એ એક સામાન્ય માનસિક બીમારી છે. ડિપ્રેશન સામાન્ય રીતે મૂડમાં વધઘટ અને ટૂંકા ગાળાની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે. તેના લક્ષણોમાં સતત ઉદાસી અને પહેલાની જેમ વસ્તુઓમાં રસનો અભાવ રહે છે. ડિપ્રેશનના સ્ટેટમાં ઘણીવાર વ્યક્તિ નિરાશાથી ઘેરાઈ જાય છે અને એને આત્મહત્યાના પણ વિચારો આવે છે. તો ઘણીવાર લોકો એટલા દુ:ખી થઈ જાય છે કે આજુબાજુમાં સારી ઘટનાઓને પણ તે નજર અંદાજ કરે છે.
ડિપ્રેશન તમને માનસિક અને શારીરિક રીતે અસર કરે છે-
ડિપ્રેશન એ એક માનસિક સમસ્યા છે, પરંતુ તે દર્દીને શારીરિક રીતે પણ અસર કરે છે, જેમ કે થાક, પાતળાપણું અથવા સ્થૂળતા, હૃદય રોગ, માથાનો દુખાવો, માથાના વાળ ખરવા, અપચો વગેરે. ડિપ્રેશનને ગંભીર તબીબી સમસ્યા ગણવામાં આવે છે. તેનાથી કેન્સર, અકાળે વૃદ્ધત્વ, હૃદય રોગ પણ થઈ શકે છે.
જ્યારે તમે ડિપ્રેશનમાં જાઓ છો ત્યારે શું થાય છે?
જે લોકો ડિપ્રેશનમાં હોય છે, તેઓ ઉદાસ દેખાય છે. તેઓ દરેક બાબત પર ગુસ્સે થવા લાગે છે અને તેમનામાં હતાશાની લાગણી સ્પષ્ટપણ જોઈ શકાય છે. ડિપ્રેશન દરમિયાન, પીડિત દરેક જગ્યાએ નિરાશા, તણાવ, અશાંતિ અને અરુચિની હાજરીને સમજવા લાગે છે. આ સ્ટેજ પર વ્યક્તિ ઘણીવાર પોતાનાથી કંટાળી જાય છે અને કોઈ ઘટના માટે પોતાને દોષ આપવા લાગે છે. તેમાં પણ જો આ વ્યક્તિ પાસે મિત્રો ઓછા હોય તો તે વધુ હતાશ જણાય છે. એવું નથી કે ડિપ્રેશન કોઈ વ્યક્તિ જાણીજોઈને લે છે, કામનું પ્રેશર, ઘરની જવાબદારી, ઘરવાળાઓનું પ્રેશર, ઓફિસમાં કર્મચારીઓ સાથે અણબનાવ, વ્યક્તિ પર લિમિટથી વધુ મજાક પણ તેને ડિપ્રેશનમાં નાખી શકે છે.
ડિપ્રેશનના સામાન્ય લક્ષણ(common symptoms of depression)-
માનસિક આરોગ્ય નિષ્ણાતો મુજબ દરેક વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણ અલગ અલગ હોય છે. આવો જાણીએ કેટલાક સામાન્ય લક્ષણો.
-જે વસ્તુમાં પહેલા આનંદ આવતો, તે હવે નથી આવતો.
-દિવસ ભર અને ખાસ સવારે સમય ઉદાસીનતા.
-દરરોજ થાક અને નબળાઈ અનુભવવી.
-વધુ અથવા સાવ ઓછી ભુખ લાગવી.
-પોતાને અયોગ્ય અથવા ભાર માનવા.
-બેકાર અથવા દોષી માનવા.
-ધ્યાન કેન્દ્રીત કરવામાં અને નિર્ણયો લેવામાં મુશ્કેલી.
-લગભગ દરરોજ ખૂબ અથવા ખૂબ ઓછું ઉંઘવું.
-બધી પ્રવૃત્તિઓમાં નીરસતા.
-મૃત્યુ અથવા આત્મહત્યાના વારંવારના વિચારો.
-પોતાને જ પ્રશ્નોના ગુંચમાં ઉલજાવી રાખવા.
ડિપ્રેશનના સામાન્ય કારણ(common causes of depression)-
-જેનેટિક્સ.
-હોર્મોનલ
-હોર્મોનલ સંતુલન ડિસ્ટર્બ થવું.
-મેંટલ બીમારીનો ઈતિહાસ હોવું.
-અમુક દવાઓનું સેવન કરવું.
-તણાવપૂર્ણ ઘટનાઓ.
-નજીકની વ્યક્તિ છેતરપિંડી કરતા.
-જોબ અથવા મેરેજ રિજેક્શન.
-આર્થિક સમસ્યાઓ.
-સામાજિક અંતર.
-વારંવાર ખુદનો મજાક બનવો.
-જાહેરમાં આત્મસમ્માનના ઠેંસ પહોંચે તેવી કોઈ ઘટના.
ડિપ્રેશનથી બચવાના ઉપાય(remedies for relief depression)-
-શારીરિક પ્રવૃત્તિ કારગર સારવાર છે.
-વ્યાયામ
-નૃત્ય
-આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન ટાળો
-પૂરતી ઉંઘ લો.
-હેલ્થી ડાયટ લો.
-નકારાત્મક લોકોથી દૂર રહો.
-આનંદપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો.
-હાસ્યભર્યા નાટક અથવા ફિલ્મો જુવો.
-પ્રકૃતિની સુંદરતાને નિહાળી રિલેક્સ થાવ.
-ઈન્સપિરેશનલ પુસ્તક વાંચો.

(​Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news