દુનિયાના સૌથી સુકા રણમાં કેવી રીતે ઉગ્યા સુંદર ફૂલ? ફોટાઓ જોઈ લોકોએ કહ્યું આ તો ચમત્કાર છે!

દુનિયાના સૌથી સુકા રણમાં કેવી રીતે ઉગ્યા સુંદર ફૂલ? ફોટાઓ જોઈ લોકોએ કહ્યું આ તો ચમત્કાર છે!

નવી દિલ્હીઃ ફૂલ ફૂલ ખુશનુમા જીવનના પ્રતિક છે. જરા વિચારો કે જ્યારે દુનિયાના સૌથી સૂકા રણ (World's Driest Desert) માં ફૂલ (Flowers) ઉગી જાય તો એ નજારો કેવો હશે. ચિલીનું અટકામાં રણ (Chile's Atacama Desert) જે હંમેશા રેતના ઢગલાથી ઢંકાયેલું રહે છે હવે ત્યાં બેગની ફોલો (Purple Flowers) ની ચાદર ઢંકાઈ ગઈ છે. ઉજ્જડ રણમાં ઉગેલા આ ફુલોને આ જગ્યાને માનોકે નવું જીવન આપી દીધું છે. સોશલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટો જોઈ લોકો આને ચમત્કાર માને છે.

No description available.

ભીષણ ગરમીમાં પણ બચ્યા રહ્યા બીજ-
દુનિયાના સૌથી સૂકા રણમાં લગભગ 200 પ્રજાતિયોના ફૂલોના બીજ (Flower's Seeds) મુકવામાં આવ્યા હતા, જેમાંથી અમુક પ્રજાતિઓના ફૂલ ઉગી ગયા છે. આ બીજ એવા છે કે જે અસહ્ય ગરમીમાં પણ જીવીત રહી શકે છે.

1 ઈંચથી પણ ઓછો વરસાદ-
ચિલીના આ રણમાં 1 ઈંચથી પણ ઓછો વરસાદ પડે છે જેના કારણે અહીં આખું વર્ષ સૂકા જ રહે છે. જો કે અહીં નાંખવામાં આવેલા બીજ એવા હતા જે ખૂબ ગરમીમાં પણ કેટલાય વર્ષો સુધી જીવિત રહી શકે છે. ફુલોની આ 200 પ્રજાતિઓમાંથી અમુક એવી છે જે ધરતી પર ચિલી સિવાય કદાચ જ અહીં મળે છે.

5-10 વર્ષમાં ઉગે છે ફુલ-
અટાકામાના રણને ફુલોનું પણ રણ કહે છે કેમકી 5થી 10 વર્ષમાં માત્ર આજ ફુલ છે જે અહીં ઉગે છે. આ સિવાય અહીંની ભીષણ ગરમીના કારણે કોઈ બીજી વનસ્પતિ ઉગી જ શકતી નથી.

રહસ્ય કે ચમત્કાર-
આટલો ઓછો વરસાદ છતાં અહીં ફુલ ઉગવાની ઘટનાને અમુક લોકો ચમત્કાર માને છે. તો અમુક લોકો આની પાછળ રહસ્ય હોવાનું જણાવે છે. કારણ જે પણ હોય પરંતુ આ બેગની ફુલોની કારણ અમુક સમય માટે પણ આ ઉજ્જડ રણ ફૂલોથી ભરપુર જોવા મળી રહ્યું છે.

વૈજ્ઞાનિક ચિંતામાં-
વૈજ્ઞાનિક ચિંતામાં છે કે આટલી ઝડપથી ગરમ થઈ રહેલા ગ્રહ ક્યાંક આવી અનોખી ઘટનાને પૂર્ણના કરી  દે.  બાયોલોજિસ્ટ એન્ડ્રિયા લોઈજા કહે છે કે, 'આ જગ્યા એક પ્રાકૃતિક પ્રયોગશાળા છે. તે આપણને જણાવે છે કે વરસાદમાં થઈ રહેલા પરિવર્તન છોડોની વિવિધતાને કેવી રીતે પ્રભાવિત કરવામાં આવે છે.' જણાવી દઈએ કે 2007 અને 2011 ને છોડીને અહીં હંમેશા 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news